CUET UG Result 2025 : 4 જુલાઈએ જાહેર થશે પરિણામ, NTAએ આપી જાણકારી
CUET UG Result 2025 : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોમન યૂનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગેજ્યુએટ 2025ના પરિણામની જાહેરાત (CUET UG Result 2025)કરી દીધી છે. NTA દ્વારા પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પરિણામ 4 જૂલાઈ 2025એ જાહેર થશે. આ દિવસે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ CUETની સત્તાવાર વેબસાઈટ exam.nta.ac.in પર જઈને જોઈ શકશે.
પર જઈને જોઈ શકશે.
લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા આ વર્ષે 13 મેથી 3 જૂન 2025ની વચ્ચે આ પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. જેમાં લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આ પરીક્ષા ભારતના 379 શહેર અને વિદેશના 26 કેન્દ્ર પર CBT મોડમાં યોજાઈ હતી. 2024માં CUET UGનું પરિણામ 25 જુલાઈએ જાહેર કરવામાં આવ્યું હતું.
CUET (UG)-2025 result will be announced on 4th July 2025
— National Testing Agency (@NTA_Exams) July 2, 2025
કેવી રીતે પરિણામ કરશો ચેક?
- CUETની સત્તાવાર વેબસાઈટ exam.nta.ac.in પર જાવ.
- ત્યાં હાજર CUET UG પરિણામ 2025 વિકલ્પ પર ક્લિક કરો.
- જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
- લોગિન બટન પર ક્લિક કરો.
- CUET UG સ્કોરકાર્ડ 2025 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.
પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ પર જઈને પ્રવેશ કાર્યક્રમ, જરૂરી માપદંડની તપાસ કરવી પડશે અને કાઉન્સિંગ માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો કોઈ ઉમેદવાર CUET UG સ્કોરકાર્ડમાં કોઈ વિસંગતતા દેખાય છે તો તરત NTA હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકે છે.


