ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વાવાઝોડું "Dana" ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે, શાળાઓ બંધ; NDRF ટીમ તૈનાત

ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર વાવાઝોડાનો ખતરો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આજે ચક્રવાતમાં ફેરવાઈ જશે ચક્રવાતી તોફાનને 'દાના' નામ આપવામાં આવ્યું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે દાના વાવાઝોડું આવતીકાલે દાના વાવાઝોડું દરિયાકાંઠે ટકરાઈ શકે છે ઓડિશાના 14...
08:46 AM Oct 23, 2024 IST | Hardik Shah
ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર વાવાઝોડાનો ખતરો બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આજે ચક્રવાતમાં ફેરવાઈ જશે ચક્રવાતી તોફાનને 'દાના' નામ આપવામાં આવ્યું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે દાના વાવાઝોડું આવતીકાલે દાના વાવાઝોડું દરિયાકાંઠે ટકરાઈ શકે છે ઓડિશાના 14...
Cyclone Dana

Cyclone Dana : આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન Dana હવે બંગાળની ખાડી તરફ પહોંચ્યું છે. તોફાનના કારણે આજે ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં હવામાન ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે. જોકે, આંદામાન સમુદ્રમાંથી તોફાન નીકળી જતાં, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં તેની અસર ઓછી થઈ છે. પરંતુ તોફાન હવે બંગાળની ખાડીમાં પ્રવેશી ગયું છે અને તેની આગામી અસર ઓડિશા પર જોવા મળશે.

ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

તોફાન Dana આવતીકાલે 24 ઓક્ટોબરે સવારે ઓડિશાના પુરી દરિયાકાંઠે ટકરાવવાની શક્યતા છે. હાલ ઓડિશામાં પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક છે. ટકરાયા બાદ પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઓડિશામાં તોફાનની અસરને કારણે આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદના કારણે સામાન્ય જીવન પર અસર થઈ રહી છે. રાજ્ય સરકારે લોકોને સાવચેત રહેવા અને બહાર ન નીકળવા માટે તાકીદ કરી છે. એડવાઈઝરીમાં રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને સુરક્ષિત સ્થળોએ જવાનું સૂચન આપવામાં આવ્યું છે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થતી 150 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ હાઈ એલર્ટ પર છે. ચક્રવાતી વાવાઝોડા Dana ને કારણે ઉદ્ભવતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા તેમણે તેમના જહાજો અને વિમાનો તૈનાત કર્યા છે.

ઓડિશામાં તોફાનનો સામનો કરવાની તૈયારી

ઓડિશાના વિશેષ રાહત અધિકારી દેવ રંજન સિંહના જણાવ્યા અનુસાર, તોફાન આજે 24 ઓક્ટોબરની મધ્યરાત્રિએ અથવા આવતીકાલે 25 ઓક્ટોબરની સવારે પુરીના કિનારે ટકરાશે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. 14 જિલ્લાની શાળા-કોલેજો, આંગણવાડી-કચેરીઓ બંધ છે. કર્મચારીઓ, ડોકટરો, પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મિનિસ્ટર સુરેશ પૂજારી પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પુરીથી પ્રવાસીઓ નીકળી ગયા છે. હોટેલ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યા છે. કાર્તિક સ્નાન માટે પુરી પહોંચેલી 5 હજાર મહિલાઓને સલામત સ્થળે ખસેડવામાં આવી છે.

મંદિરોમાં ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર ફોર્સની 51 ટીમો, ફાયર બ્રિગેડની 178 અને NDRFની 10 ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ તેમની ઓડિશાની 3 દિવસની મુલાકાત મુલતવી રાખી છે. માછીમારોને દરિયાકિનારાની નજીક ન જવા માટે કહેવામાં આવ્યું છે. 750 રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), આર્મી, એરફોર્સ અને નેવીને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે. વાયુસેનાના વિમાનો અને નૌકાદળના જહાજો નજીકમાં ફરતા રહેશે.

કેન્દ્ર અને બંને રાજ્ય સરકારોની સાથે સેના પણ એલર્ટ

બંગાળની ખાડીમાં વધી રહેલું ચક્રવાતી તોફાન Dana 24મીની રાત્રિથી 25મી ઓક્ટોબરની સવારની વચ્ચે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. ચક્રવાતના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદ થશે. કેન્દ્ર અને બંને રાજ્ય સરકારોની સાથે સેના પણ એલર્ટ છે. કેન્દ્ર સરકારે ચક્રવાતી તોફાનને લઈને બંગાળ અને ઓડિશાના અધિકારીઓ સાથે બેઠક કરી છે.

આ પણ વાંચો:  Cyclone Dana : કેટલું ખતરનાક છે ચક્રવાત વાવાઝોડું 'દાના', હાઈ એલર્ટ પર આ રાજ્યો

Tags :
Andhra Pradesh WeatherBay of Bengal CycloneCyclone DanaCyclone Dana ImpactDanaGujarat FirstHardik ShahIMD Rain AlertIMD Weather ForecastKarnataka WeatherKerala WeatherOdisha Cyclone DanaTamil Nadu Weatherweather newsweather reportweather updateWest Bengal Weather
Next Article