Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

D Gukesh: વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યા PM Modi

વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યા વડાપ્રધાન મોદી PM મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી PM Modi:ભારતના ચેસ ચેમ્પિયન ગુકેશને(D Gukesh) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)મળ્યા છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ગુકેશની સિદ્ધિઓની...
d gukesh  વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યા pm modi
Advertisement
  • વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશને મળ્યા વડાપ્રધાન મોદી
  • PM મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી
  • મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી

PM Modi:ભારતના ચેસ ચેમ્પિયન ગુકેશને(D Gukesh) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)મળ્યા છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી અને તેના આત્મવિશ્વાસ, સમર્પણ અને નમ્રતાની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુકેશના સંપર્કમાં છે અને તેમની મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી છે.

ગુકેશ એક મહાન ખેલાડી: PM

ભારતના ચેસ ચેમ્પિયન ગુકેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી અને તેના આત્મવિશ્વાસ, સમર્પણ અને નમ્રતાની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુકેશના સંપર્કમાં છે અને તેમની મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી છે.

Advertisement

ગુકેશની ભવિષ્યપાણી સાચી સાબિત થઈ: PM મોદી

ગુકેશ વિશે પીએમ મોદીએ કહ્યું કે તેમને એક વીડિયો યાદ છે, જેમાં ગુકેશે કહ્યું હતું કે તે ચેસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બનશે. આ ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ છે અને આ માત્ર ગુકેશના અથાક પ્રયત્નોનું પરિણામ છે. પીએમ મોદીએ કહ્યું કે ગુકેશનો આત્મવિશ્વાસ તેમજ તેના શાંત સ્વભાવ અને નમ્રતાએ તેને એક આદર્શ વ્યક્તિ બનાવ્યો છે. વિજય પછી પણ તેનું શાંત અને સંતુલિત રહેવું એ દર્શાવે છે કે તે માત્ર એક મહાન ખેલાડી જ નહીં, પરંતુ એક મહાન માણસ પણ છે.

Advertisement

આ પણ  વાંચો -Prayagraj :મહાકુંભ પહેલા મોટી દુર્ઘટના, એક શ્રમિકનો પગ કપાયો

વડાપ્રધાને ધ્યાન અને યોગ પર કરી લાંબી ચર્ચા

મીટિંગ દરમિયાન ગુકેશ અને પીએમ મોદી વચ્ચે યોગ અને ધ્યાનની પરિવર્તનશીલ શક્તિ પર પણ ચર્ચા થઈ. પીએમ મોદીએ ગુકેશને કહ્યું કે ચેસ જેવી માનસિક રમતમાં યોગ અને ધ્યાનનું મહત્વ વધે છે, કારણ કે આ બંને બાબતો માનસિક શાંતિ અને ફોકસમાં વધારો કરે છે, જે કોઈપણ ખેલાડીના પ્રદર્શન માટે જરૂરી છે.

આ પણ  વાંચો -Rajasthan: ભજનલાલ સરકારનો મોટો નિર્ણય, 9 જિલ્લા કરાયા રદ

ગુકેશની સફળતામાં માતા-પિતાનો મોટો ફાળો:PM મોદી

વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે કોઈપણ રમતવીરના માતા-પિતાનો તેમની સફળતામાં મોટો ફાળો હોય છે. પીએમ મોદીએ ગુકેશના માતા-પિતાની પ્રશંસા કરી, જેમણે તેમના સંઘર્ષ અને મુશ્કેલીઓમાં તેમનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે તેમનો સંઘર્ષ અને સમર્થન આવનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે, ખાસ કરીને એવા વાલીઓ માટે કે જેઓ તેમના બાળકોને રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપવા માગે છે.

આ પણ  વાંચો-Bihar News: બોયફ્રેન્ડ માટે સડક વચ્ચે શાળાની વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ!

ગુકેશે પીએમને આપી ભેટ

આ મુલાકાત દરમિયાન ગુકેશે વડાપ્રધાન મોદીને ખાસ ભેટ પણ આપી. ગુકેશે પોતાની ઐતિહાસિક જીતમાં ઉપયોગમાં લેવાયેલું ચેસ બોર્ડ પીએમ મોદીને આપ્યું હતું. આ ચેસ બોર્ડ પર બંને ખેલાડીઓ, ગુકેશ અને ડીંગ લિરેનની સહીઓ પણ હતી, જે તેને અમૂલ્ય સ્મૃતિચિહ્ન બનાવે છે. વડાપ્રધાને આ ભેટને ખુશીથી સ્વીકારી અને તેને પોતાની યાદોનો એક ભાગ ગણાવ્યો.

Tags :
Advertisement

.

×