Indian Navy : સંરક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત, ભારતમાં બનશે નેવીના તમામ જહાજ
- ભારતીય નૌકાદળ વધુ મજબૂત બનશે (Indian Navy)
- રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત
- ભારતમાં બનશે નેવીના તમામ જહાજ
- મેક ઈન ઇન્ડિયા’ ને પ્રોત્સાહન અપાશે
Indian Navy : ભારતીય નૌકાદળને (Indian Navy Naval Ship)વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) વિશાખાપટ્ટનમમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, હવે પછી ભારતીય નૌકાદળ માટે એક પણ યુદ્ધ જહાજ વિદેશમાં બનાવવામાં આવશે નહીં. આ જાહેરાત ‘મેક ઈન ઇન્ડિયા’ પહેલને વધુ પ્રોત્સાહન આપવા અને દેશની સંરક્ષણ ક્ષમતાને આત્મનિર્ભર બનાવવા માટેનું એક મોટું પગલું છે.આ જાહેરાત તેમણે પૂર્વીય નૌકા કમાન્ડમાં બે નવા બહુહેતુક સ્ટીલ્થ ફ્રિગેટ્સ, આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિના સમાવેશ દરમિયાન કરી હતી.
IND ઉદયગિરિ-હિમગિરિ ગેમ-ચેન્જર સાબિત થશે
તેમણે કહ્યું કે, ‘આઈએનએસ ઉદયગિરિ અને આઈએનએસ હિમગિરિ આધુનિક યુદ્ધ જહાજો સ્વદેશી રીતે બનાવવામાં આવ્યા છે, જે ભારતીય એન્જિનિયરિંગ અને ડિઝાઇન ક્ષમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ યુદ્ધ જહાજોમાં લાંબા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલો, સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલો, સ્વદેશી રોકેટ લોન્ચર્સ, ટોર્પિડો લોન્ચર્સ, યુદ્ધ પ્રબંધન પ્રણાલી અને અગ્નિ નિયંત્રણ પ્રણાલીઓ જેવી અત્યાધુનિક સુવિધાઓ છે. આ બંને યુદ્ધ જહાજો સમુદ્રમાં ખતરનાક મિશનોમાં 'ગેમ-ચેન્જર' સાબિત થશે.
#WATCH | Visakhapatnam, Andhra Pradesh: Raksha Mantri Rajnath Singh says, "... INS Tamal was the last foreign order for the Indian Navy. We have decided that no future ship for the Indian Navy will be built abroad; we will build our ships in India... This is a very decisive step… pic.twitter.com/mFl9Z36wAa
— ANI (@ANI) August 26, 2025
આ પણ વાંચો -PM પ્રવાસી પક્ષીની જેમ માત્ર ચૂંટણી સમયે જ બંગાળ આવે છે, મમતા બેનર્જીનો વળતો પ્રહાર
હિંદ મહાસાગરમાં મજબૂત હાજરી જરૂરી
સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘હિંદ મહાસાગર ક્ષેત્રના વધતા ભૌગોલિક-રાજકીય તણાવના કારણે આ વિસ્તારમાં અનેક દેશોના હિતો ટકરાઈ રહ્યા છે, જેના કારણે ત્યાં સતત શક્તિ પ્રદર્શન ચાલતા રહે છે. આવી સ્થિતિમાં ભારત માટે પોતાની દરિયાઈ તૈયારીઓને મજબૂત રાખવી અત્યંત જરૂરી છે. ભારતીય નૌકાદળે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન વિશ્વને બતાવ્યું છે કે તે જરૂરિયાતના સમયે કેવી રીતે કાર્ય કરી શકે છે.’ દેશમાં જ યુદ્ધ જહાજ બનાવવાના નિર્ણયથી સંરક્ષણ ક્ષેત્રના ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે, નવી નોકરીઓનું સર્જન થશે. ભારતને સંરક્ષણ સાધનોના આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદ થશે.


