Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : કેજરીવાલ બાદ હવે આતિશીને નોટિસ આપવા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ

Delhi : દિલ્હી (Delhi )ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને પાંચ કલાક સુધી ચાલેલા નાટકીય ડ્રામા બાદ નોટિસ આપી હતી. કેજરીવાલ બાદ આજે દિલ્હી (Delhi) પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ નોટિસ આપવા શિક્ષણ મંત્રી આતિષીના...
delhi   કેજરીવાલ બાદ હવે આતિશીને નોટિસ  આપવા પહોંચી ક્રાઇમ બ્રાન્ચ
Advertisement

Delhi : દિલ્હી (Delhi )ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈ હતી અને પાંચ કલાક સુધી ચાલેલા નાટકીય ડ્રામા બાદ નોટિસ આપી હતી. કેજરીવાલ બાદ આજે દિલ્હી (Delhi) પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ નોટિસ આપવા શિક્ષણ મંત્રી આતિષીના ઘરે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આતિશી દિલ્હીની બહાર હતા એટલે આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને નોટિસ આપવા આવી છે.

Advertisement

દિલ્હી પોલીસે કેજરીવાલ પાસે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો

Advertisement

દિલ્હી ( Delhi) પોલીસે આદમી પાર્ટીના સાત ધારાસભ્યો અંગે ભાજપ પર કરવામાં આવેલા આરોપો પર કેજરીવાલ પાસે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે. આ પહેલા દિલ્હી પોલીસે મુખ્યમંત્રી ઓફિસને નોટિસ પાઠવી હતી અને તેમાં ત્રણ સવાલોના જવાબ માંગ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું છે કે લગાવેલા આરોપોના પુરાવા આપો, સાત ધારાસભ્યોના નામ જણાવો અને તમારી પાસે જે પણ પુરાવા છે તે આપો જેથી તપાસ થઈ શકે.

કેજરીવાલે આ આક્ષેપો કર્યા હતા

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે AAPના સાત ધારાસભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમાંથી દરેકને પક્ષપલટા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કથિત લીકર કૌભાંડમાં તેમની ધરપકડ કરવા અને દિલ્હીમાં તેમની સરકારને તોડી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

આ  પણ  વાંચો - Chhagan Bhujbal : મને કાઢવાની જરૂર નથી,મેં મારું રાજીનામું આપી દીધું છે: છગન ભુજબલ

Tags :
Advertisement

.

×