Delhi Air Pollution : દિલ્હીમાં શિયાળાની શરૂઆત સાથે પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં!
- Delhi Air Pollution : દિલ્હીમાં ઠંડી સાથે વધ્યું પ્રદૂષણનું સંકટ
- NCRમાં ધુમ્મસ અને ઝેરી હવામાં વધારો
- દિલ્હીમાં AQI 400 પાર, હવા બની ઝેરી
- ઠંડી વધતા દિલ્હીમાં હવા વધુ પ્રદૂષિત
- દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસ અને પ્રદૂષણનો ડબલ પ્રહાર
Delhi Air Pollution : દેશની રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. તાપમાન સતત ઘટી રહ્યું છે અને સવારના સમયે હળવું ધુમ્મસ છવાઈ રહ્યું છે, જે કડકડતી શિયાળાના આગમનનો સંકેત આપે છે. પરંતુ આ ઠંડી સાથે એક વધુ ગંભીર ચિંતા પણ વધી રહી છે – પ્રદૂષણનું વધતું સ્તર.
તાપમાનમાં ઘટાડો, હળવું ધુમ્મસ અને ઠંડીની શરૂઆત
હવામાન વિભાગના આંકડા મુજબ, દિલ્હીમાં બુધવારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મોસમી સરેરાશ કરતા આશરે 4.6 ડિગ્રી ઓછું હતું. લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભેજનું સ્તર સાંજે 5:30 વાગ્યે 79 ટકા સુધી પહોંચ્યું હતું. IMD અનુસાર, આગામી કેટલાક દિવસોમાં દિલ્હીમાં હળવું ધુમ્મસ યથાવત રહેશે અને 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી ધુમ્મસની તીવ્રતા વધવાની શક્યતા છે. આ હવામાન પરિવર્તનથી સ્પષ્ટ થાય છે કે દિલ્હીવાસીઓ હવે ધીમે ધીમે શિયાળાની ઠંડી અનુભવી રહ્યા છે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયાથી લોકો સ્વેટર અને જેકેટ બહાર કાઢશે એવી શક્યતા છે.
Air Pollution નું સ્તર ફરી ગંભીર શ્રેણીમાં
હવામાનની આ બદલાતી સ્થિતિ વચ્ચે પ્રદૂષણ (Pollution) ની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. બુધવારની સરખામણીએ ગુરુવારે દિલ્હીમાં હવામાં ઝેરનું પ્રમાણ વધુ નોંધાયું હતું. સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા હોવા છતાં હવા ગુણવત્તામાં સુધારો દેખાતો નથી. પાણીનો છંટકાવ, બાંધકામ પર નિયંત્રણ, અને લાલ બત્તીઓ પર વાહન બંધ રાખવા જેવી સૂચનાઓ છતાં પ્રદૂષણ (Pollution) સતત વધી રહ્યું છે. સરકાર દ્વારા કૃત્રિમ વરસાદ લાવવા માટે યોજનાઓ પણ ઘડાઈ હતી, પરંતુ તે સફળ થઈ ન શકી. પરિણામે, પ્રદૂષણથી રાહત મેળવવામાં નિષ્ફળતા મળી છે.
#WATCH | Delhi | The AQI at the Akshardham and the surrounding areas was recorded at 409 in the 'Severe' category as per the CPCB pic.twitter.com/SwLXlST6Mo
— ANI (@ANI) October 30, 2025
CPCB ના આંકડા ચોંકાવનારા
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, દિલ્હીના અનેક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400ને વટાવી ગયો છે. આનંદ વિહાર અને અક્ષરધામ જેવા વિસ્તારોમાં AQI 409 નોંધાયો છે, જે "ગંભીર" શ્રેણીમાં આવે છે. ઇન્ડિયા ગેટ આસપાસનો વિસ્તાર પણ AQI 319 સાથે "ખૂબ જ ખરાબ" કેટેગરીમાં છે.
દિલ્હીમાં Air Pollution નું વધતું સંકટ
દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર (AQI) સતત ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં શહેરના અનેક વિસ્તારો 'ખૂબ જ ખરાબ' (Very Poor) શ્રેણીમાં પહોંચી ગયા છે. CPCBની SAMEER એપ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દિલ્હીના 38 મોનિટરિંગ સ્ટેશનોમાંથી 19 સ્ટેશનો પર AQI 300થી ઉપર નોંધાયો છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ સૂચવે છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં આનંદ વિહાર (409), અશોક વિહાર (385), બાવાના (382), દ્વારકા (367), અને જહાંગીરપુરી (385) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વઝીરપુર (347), વિવેક વિહાર (339), અને રોહિણી (337) જેવા વિસ્તારોમાં પણ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઊંચું રહ્યું છે, જ્યારે વ્યસ્ત વિસ્તાર ગણાતા ITO (365) અને લોધી રોડ (325) પર પણ હવા ગંભીર બની છે. આ પરિસ્થિતિ દિલ્હીના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ ધકેલી રહી છે.
પ્રદૂષણના કારણો અને પ્રભાવ
દિલ્હીમાં આ વધતા પ્રદૂષણ માટે ઘણા પરિબળ જવાબદાર છે. શિયાળાની શરૂઆતમાં હવા ધીમી થવાને કારણે પ્રદૂષક તત્ત્વો વાતાવરણમાં જ અટકી જાય છે. સાથે જ પરાલી સળગાવવી, વાહનવ્યવહાર, બાંધકામની ધૂળ અને ઔદ્યોગિક ધુમાડો સ્થિતિને વધુ ખરાબ બનાવે છે. આ ઝેરી હવા શ્વાસ સંબંધિત બીમારીઓ, આંખમાં ચુબારા અને એલર્જી જેવા આરોગ્ય જોખમો ઉભા કરે છે. ખાસ કરીને બાળકો, વયસ્કો અને દમના દર્દીઓ માટે સ્થિતિ વધુ જોખમી બની રહી છે.
આ પણ વાંચો : દિલ્હીમાં પ્રદૂષણ પર 'કૃત્રિમ વરસાદ'નો પ્રયોગ નિષ્ફળ! 14 ફ્લેયર્સ શા માટે કામ ન કર્યા?


