Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : અમિત શાહે 'ઓપરેશન મહાદેવ'માં સામેલ જવાનોનું કર્યુ સન્માન, ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠાને સલામ

પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશ મહાદેવ (Operation Mahadev) હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં સામેલ જવાનોનું આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ સન્માન કર્યુ છે. વાંચો વિગતવાર.
delhi   અમિત શાહે  ઓપરેશન મહાદેવ માં સામેલ જવાનોનું કર્યુ સન્માન  ઉત્કૃષ્ટ ફરજ નિષ્ઠાને સલામ
Advertisement
  • અમિત શાહે Operation Mahadev માં સામેલ જવાનોનું કર્યુ સન્માન
  • પહેલગામ હુમલાના આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશ મહાદેવ હાથ ધરાયું હતું
  • આતંકવાદીઓ ભારતને નુકસાન પહોંચાડ્યા બાદ છટકી શકશે નહીં - Amit Shah

Delhi : આજે દિલ્હીમાં 'ઓપરેશન મહાદેવ' (Operation Mahadev) માં સામેલ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) હાજર રહ્યા હતા. તેમણે ઓપરેશન મહાદેવમાં ઉત્કૃષ્ટ ફરજ બજાવવા બદલ જવાનોનું સન્માન કર્યુ હતું. પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશ મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં 28 મી જુલાઈએ દાચીગામમાં 3 આતંકવાદીઓને ઠાર મરાયા હતા.

Operation Mahadev માં સામેલ જવાનોનું સન્માન

આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે Operation Mahadev માં સામેલ જવાનોનું સન્માન કર્યુ હતું. અમિત શાહે આ ઓપરેશનમાં સામેલ જવાનો સાથે ઉષ્માસભર મુલાકાત કરી હતી. અમિત શાહે જવાનોને શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતું. જવાનોને મોમેન્ટો પણ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલા (Pahalgam Terrorist Attack) માં સામેલ આતંકવાદીઓને ઠાર મારવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનોએ બહાદુરી દાખવી હતી. આપણા બહાદૂર જવાનોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય જવાનોનું મનોબળ વધાર્યુ હતું.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Jammu Kashmir માં ભારે વરસાદથી પૂરની સંભાવના, ઝેલમ નદીએ વટાવી ભયજનક સપાટી

આતંકવાદીઓ ભારતને નુકસાન પહોંચાડ્યા બાદ છટકી શકશે નહીં - Amit Shah

દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભારતીય જવાનોનું સન્માન કર્યુ હતું. આ એ જવાનો છે જેમને ઓપરેશન મહાદેવમાં બહાદૂરી પૂર્વક પોતાની ફરજ બજાવી હતી. ઉલ્લેખનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓને ઠાર કરવા માટે ઓપરેશ મહાદેવ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં 3 આતંકવાદીઓને ઠાર મરાયા હતા. આ કાર્યક્રમમાં અમિત શાહે જવાનો સાથે ઉષ્માભેર મુલાકાત કરી અને જવાનોનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે અમિત શાહે સૂચક સંબોધન પણ કર્યુ હતું. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર (Operation Sindoor) અને ઓપરેશન મહાદેવે આતંકવાદી આકાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ સંદેશ એ છે કે, ભારતીય નાગરિકોના જીવ સાથે રમવાના ભયંકર પરિણામો ભોગવવા પડશે. આપણા સૈનિકોએ દુનિયાને બતાવ્યું કે, આતંકવાદીઓ ગમે તે રણનીતિ અપનાવે, તેઓ ભારતને નુકસાન પહોંચાડ્યા પછી છટકી શકશે નહીં. ઓપરેશન સિંદૂરથી લોકોને સંતોષ મળ્યો, જેને ઓપરેશન મહાદેવે વિશ્વાસમાં પરિવર્તિત કર્યો.

આ પણ વાંચોઃ Vaishno Devi Yatra Route Landslides: 31 લોકોના મોત, જમ્મુ-કટરા હાઇવે બંધ તથા 22 ટ્રેનો પણ રદ

Tags :
Advertisement

.

×