Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી કાર બ્લાસ્ટ પર PM મોદીનો ભૂટાનથી કડક સંદેશ, 'કોઈ ષડયંત્રકારીને નહીં છોડાય'

10 નવેમ્બરે દિલ્હીમાં કાર બ્લાસ્ટમાં 9 લોકોનાં મોત થતાં PM મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ભૂટાન યાત્રા દરમિયાન તેમણે જણાવ્યું કે, ષડયંત્રકારીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે અને તપાસ એજન્સીઓ સતત કાર્યરત છે. તેમણે ભૂટાન માટે ₹10,000 કરોડના યોગદાનનો ઉલ્લેખ કર્યો. વધુમાં, પીએમ મોદીએ ગેલેફૂમાં નવી ચેકપોઇન્ટ અને ભારત-ભૂટાન વચ્ચે UPI સુવિધાના વિસ્તરણની મહત્વની જાહેરાતો પણ કરી.
દિલ્હી કાર બ્લાસ્ટ પર pm મોદીનો ભૂટાનથી કડક સંદેશ   કોઈ ષડયંત્રકારીને નહીં છોડાય
Advertisement
  • દિલ્હી બ્લાસ્ટમાં 9નાં મોત; PM મોદીએ શોક વ્યક્ત કર્યો (PM MODI DELHI BLAST)
  • વડાપ્રધાને કહ્યું: 'ષડયંત્રકારીઓને બક્ષવામાં નહીં આવે'
  • ભૂટાનમાં ગેલેફૂ નજીક ભારત બનાવશે નવી ચેકપોઇન્ટ
  • ભારત-ભૂટાન વચ્ચે UPI પેમેન્ટ સુવિધાનો કરાશે વિસ્તાર
  • PM મોદીએ રાતભર તપાસ એજન્સીઓ સાથે સંપર્ક જાળવ્યો

PM MODI DELHI BLAST : 10 નવેમ્બરની સાંજે દિલ્હીમાં એક કારમાં થયેલા જોરદાર વિસ્ફોટે સૌ કોઈને આઘાત પહોંચાડ્યો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાના સમાચાર છે. રાષ્ટ્રીય રાજધાની અને લાલ કિલ્લા જેવા સંવેદનશીલ વિસ્તારની નજીક બનેલી આ ઘટનાને કારણે મામલો ખૂબ જ ગંભીર બની ગયો છે.

દિલ્હી કાર બ્લાસ્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડું શોક વ્યક્ત કર્યું છે અને આ દુર્ઘટના પાછળના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ ઘટનાના ષડયંત્રકારીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. તમામ જવાબદાર લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે.

Advertisement

વડાપ્રધાન મોદી બે દિવસની રાજકીય યાત્રા માટે પાડોશી દેશ ભૂટાન ગયા છે. 11 નવેમ્બરે તેમણે ભૂટાનની રાજધાની થિમ્પુમાં લોકોને સંબોધિત કર્યા. આ દરમિયાન, ભારત-ભૂટાનના સંબંધો પર વાત કરતા, પીએમ મોદીએ દિલ્હીના કાર બ્લાસ્ટનો પણ ખાસ ઉલ્લેખ કર્યો.

Advertisement

ખૂબ દુઃખી હૃદય સાથે ભૂટાન આવ્યો: PM Modi on Delhi Blast

પીએમ મોદીએ સંબોધિત કરતા કહ્યું કે, "આજે હું ખૂબ જ દુઃખી હૃદય સાથે અહીં (ભૂટાન) આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી આ ભયાનક ઘટનાએ સૌને ખૂબ દુઃખી કર્યા છે. હું અસરગ્રસ્ત પરિવારોનું દુઃખ સમજી શકું છું. સંપૂર્ણ દેશ આજે તેમની સાથે ખભે ખભા મિલાવીને ઊભો છે."

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

તેમણે વધુમાં કહ્યું કે, "હું ગઈકાલે રાતભર આ ઘટનાની તપાસ કરી રહેલી તમામ એજન્સીઓના સતત સંપર્કમાં હતો. આપણી એજન્સીઓ આ ષડયંત્રની જડ સુધી પહોંચશે. આ ઘટના પાછળના કાવતરાખોરોને બક્ષવામાં નહીં આવે અને તમામ જવાબદાર લોકોને કાયદા સમક્ષ રજૂ કરવામાં આવશે."

ગેલેફૂમાં ચેકપોઇન્ટ બનાવવાની જાહેરાત: India Bhutan Relations

પીએમ મોદીએ ભૂટાનમાં આ મંચ પરથી એક અન્ય મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી. તેમણે કહ્યું કે, "નજીકના ભવિષ્યમાં ભારત ગેલેફૂ પાસે એક નવી ચેકપોઇન્ટ ચોકી પણ બનાવશે, જેથી મુલાકાતીઓ અને રોકાણકારોને વધુ સુવિધા મળી શકે."

વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને ભૂટાનની પ્રગતિ અને સમૃદ્ધિ એકબીજા સાથે જોડાયેલી છે. આ ભાવનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ગયા વર્ષે ભૂટાનની પંચવર્ષીય યોજના માટે રૂ.10,000 કરોડના યોગદાનની જાહેરાત કરી હતી. આ રકમનો ઉપયોગ રસ્તાઓથી લઈને કૃષિ, ફાઇનાન્સથી લઈને આરોગ્ય સેવાઓ સુધીના દરેક ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યો છે, જે ભૂટાનના નાગરિકોના જીવનને સરળ બનાવવામાં મદદ કરી રહ્યો છે.

અતીતમાં પણ, ભારતે ભૂટાનના લોકોને આવશ્યક વસ્તુઓનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે અનેક પહેલ કરી છે. હવે અહીં UPI પેમેન્ટ સુવિધાનો પણ વિસ્તાર થઈ રહ્યો છે. ભારત એ દિશામાં પણ કામ કરી રહ્યું છે કે જ્યારે ભૂટાનના નાગરિકો ભારત આવે, ત્યારે તેમને પણ UPIની સુલભતા મળે.

આ પણ વાંચો : Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટમાં ફરીદાબાદ આતંકી મૉડ્યૂલ!

Tags :
Advertisement

.

×