Chaitanynanand Saraswati biography: કોણ છે ધર્મગુરુ ચૈતન્યાનંદ સરસ્વતી? જેના પર લાગ્યા છે યૌન શોષણના આરોપ
- દિલ્હીમાં નામાંકિત આશ્રમમાં વિદ્યાર્થિનીઓની છેડતી (Chaitanynanand Saraswati biography)
- 17 વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણીની કરી ફરિયાદ
- આરોપી સ્વામી ચૈતન્યાનંદ ઉર્ફે ડૉ.પાર્થસારથી ફરાર
- 164 અંતર્ગત કોર્ટમાં વિદ્યાર્થિનીઓના નિવેદન નોંધાયા
- આરોપીની નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી કાર જપ્ત
Chaitanynanand Saraswati biography : દેશની રાજધાની દિલ્હીમાં એક કથિત ધર્મગુરુ, જે પોતાની ભવ્ય જીવનશૈલી અને વૈભવી કારો માટે જાણીતો છે, તેના પર ગંભીર યૌન શોષણના આરોપો લાગ્યા છે. આ સ્વયંભૂ 'ગૉડમૅન' ચૈતન્યાંનંદ સરસ્વતી, જેનું અસલી નામ પાર્થ સારથી છે, તે એક શૈક્ષણિક સંસ્થાનો નિર્દેશક હોવાનો દાવો કરે છે. જોકે, તેની પાછળ છુપાયેલું સત્ય ચોંકાવનારું છે.
આ મામલામાં અત્યાર સુધી 32 વિદ્યાર્થીનીઓમાંથી 17એ પોલીસ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા છે. આ વિદ્યાર્થીનીઓ PGDM કોર્સમાં અભ્યાસ કરતી હતી અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ની શિષ્યવૃત્તિ હેઠળ શિક્ષણ લઈ રહી હતી. પીડિતાઓનો આરોપ છે કે ચૈતન્યાંનંદ સરસ્વતી તેમની સાથે અયોગ્ય વર્તન કરતો હતો, અશોભનીય ભાષાનો ઉપયોગ કરતો હતો અને વૉટ્સઍપ તેમજ SMS દ્વારા અશ્લીલ સંદેશાઓ મોકલતો હતો.
આ ગુનાઓને અંજામ આપવા માટે તે કથિત 'આધ્યાત્મિક શક્તિ'નો ઉપયોગ કરીને ભય અને દબાણનો સહારો લેતો હતો. વધુમાં, વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે સંસ્થાના કેટલાક શિક્ષકો અને વહીવટી અધિકારીઓ પણ આ ધર્મગુરુની સાથે સંકળાયેલા હતા. તેઓ વિદ્યાર્થીનીઓ પર આ ગુરુની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ કરતા હતા.
બનાવટી નંબર પ્લેટ અને વૈભવી કાર
જેમ-જેમ પોલીસની તપાસ આગળ વધી, તેમ આ કથિત ધર્મગુરુનો અસલી ચહેરો સામે આવ્યો. પોલીસે સંસ્થાના બેઝમેન્ટમાંથી એક વૉલ્વો કાર જપ્ત કરી, જેના પર બનાવટી ડિપ્લોમેટિક નંબર પ્લેટ (39 UN 1) લગાવેલી હતી. આ કારનો ઉપયોગ ચૈતન્યાંનંદ દ્વારા કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે તેની સામે છેતરપિંડી અને જાલસાજીનો અલગ કેસ નોંધાયો છે.
Delhi | One Swami Chaitanyananda Saraswati @ Parth Sarthy, manager of Sri Sharda Institute of Indian Management, has been accused of allegedly molesting girl students pursuing PGDM courses under EWS scholarship at the institute. Statements of 32 girl students were recorded, out… pic.twitter.com/6cHceeXyTQ
— ANI (@ANI) September 24, 2025
સંસ્થાએ કર્યો સંબંધથી ઇનકાર (Chaitanynanand Saraswati biography)
શ્રી શ્રી જગદગુરુ શંકરાચાર્ય મહાસંસ્થાનમ્, દક્ષિણામ્નાય શ્રી શારદા પીઠમે આ મામલે સ્પષ્ટતા કરી છે કે પાર્થ સારથીનો તેમની સંસ્થા સાથે કોઈ જોડાણ નથી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું કે તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે તેની સાથેના તમામ સંબંધો સમાપ્ત કરવામાં આવ્યા છે.
પોલીસની ઝપટથી બચીને ફરાર (Chaitanynanand Saraswati biography)
વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં 4 ઓગસ્ટના રોજ પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારથી પોલીસ સતત દરોડા પાડી રહી છે અને CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. સંસ્થામાંથી મળેલા મહત્વના દસ્તાવેજો અને ડિજિટલ સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે.
ઢોંગી બાબા હાલ પોલીસ પકડથી દૂર
અનેક પ્રયાસો છતાં ચૈતન્યાંનંદ સરસ્વતી હજુ પણ પોલીસની પકડથી બહાર છે. તેના પર યૌન શોષણ, છેડછાડ, છેતરપિંડી અને જાલસાજીના ગંભીર આરોપો નોંધાયા છે. પોલીસનું કહેવું છે કે તે ટૂંક સમયમાં તેને પકડી લેશે.
આ પણ વાંચો : દિલ્હીના પ્રતિષ્ઠિત આશ્રમમાં સનસનીખેજ ઘટના! Swami Chaitanyananda Saraswati પર 17 વિદ્યાર્થિનીઓની છેડતીનો આરોપ


