શું CM Rekha Gupta પર થઇ રહી હતી રેકી? CCTV માં સામે આવ્યું ષડયંત્ર!
- દિલ્હીના મુખ્યમંત્રી Rekha Gupta પર હુમલો, CCTVમાં ખુલ્યું ષડયંત્ર?
- રેખા ગુપ્તા પર કાયરતાપૂર્ણ હુમલો, રાજેશ ખીમજી સાકરિયાની ધરપકડ
- જનસુનાવણી દરમિયાન રેખા ગુપ્તા પર હુમલો, માથામાં ઈજા
- શાલીમાર બાગ નિવાસસ્થાને હુમલો, CCTV માં મળી મહત્વની માહિતી
Rekha Gupta attack Video : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલો હુમલો કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ એક સુનિયોજિત કાવતરાનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ હુમલો શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં થયો હતો, જ્યાં જનસુનાવણી ચાલી રહી હતી. CCTV ફૂટેજમાં હુમલાખોરના હલનચલનથી સ્પષ્ટ થાય છે કે તેણે ઓછામાં ઓછા 24 કલાક અગાઉથી આખી યોજના બનાવીને આ હુમલો કર્યો હતો.
CCTV ફૂટેજમાં ખુલાસો
પોલીસને સોંપાયેલા ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે આરોપીએ મુખ્યમંત્રીના નિવાસની અનેક વાર રેકી કરી હતી. તે સ્થળના વીડિયો પણ બનાવ્યા હતા અને હુમલા માટે જરૂરી તૈયારી પણ કરી હતી. આ બધું દર્શાવે છે કે હુમલો અચાનક નહોતો થયો, પરંતુ પૂર્વ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યો હતો. હાલ આ મુદ્દે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
Delhi: CCTV footage from Chief Minister Rekha Gupta’s Shalimar Bagh residence shows the attacker had planned the assault at least 24 hours earlier, conducting a recce and recording videos before attempting the strike. The footage, dated August 19, has been handed over to police,… pic.twitter.com/0wayLhYA7q
— IANS (@ians_india) August 20, 2025
Rekha Gupta કરી રહ્યા હતા જનસુનાવણી
ઘટના ત્યારે બની જ્યારે રેખા ગુપ્તા પોતાના નિવાસસ્થાને સામાન્ય જનતાની અરજીઓ સાંભળી રહ્યા હતા. ત્યાં રાજેશ ખીમજી સાકરિયા (ઉંમર 41 વર્ષ) નામનો વ્યક્તિ કાગળો આપવા આવ્યો. કાગળો આપ્યા બાદ અચાનક તેણે મુખ્યમંત્રી પર હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરે પહેલા થપ્પડ માર્યો અને પછી વાળ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો. આ ગડબડમાં રેખા ગુપ્તાનું માથું ટેબલના ખૂણામાં વાગ્યું, જેના કારણે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
આરોપી કોણ?
હાલ ધરપકડ કરાયેલા રાજેશ ખીમજી સાકરિયા ગુજરાતના રાજકોટના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમના એક સંબંધી હાલમાં જેલમાં છે. રાજેશ ખીમજી તે સંબંધીને મુક્ત કરાવવા માટે અરજી લઈને મુખ્યમંત્રી પાસે પહોંચ્યા હતા. પરંતુ આ અરજી આપ્યા બાદ પરિસ્થિતિ અચાનક હિંસાત્મક બની ગઈ. હાલ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. સાથે જ દિલ્હી પોલીસે વધુ વિગતો મેળવવા માટે ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો છે જેથી આરોપીના પૂર્વવર્તી રેકોર્ડ્સ અને પૃષ્ઠભૂમિ જાણી શકાય.
રેખા ગુપ્તાની તબિયત અંગે અપડેટ
આ ઘટનાને લઈને દિલ્હીના ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે, જનસુનાવણી દરમિયાન અચાનક આ હંગામો સર્જાયો. હુમલાખોરે મુખ્યમંત્રીનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો, જેના કારણે થોડો ધક્કામુક્કીનો માહોલ બન્યો. સદભાગ્યે, મુખ્યમંત્રીની હાલત સ્થિર છે. ડોક્ટરોએ તેમની તપાસ કર્યા બાદ જણાવ્યું છે કે માત્ર હળવી ઈજા થઈ છે. વીરેન્દ્ર સચદેવા મુજબ, રેખા ગુપ્તા ખૂબ જ મજબૂત મહિલા છે અને નાની ઈજાને લીધે તેઓ પોતાની જનસુનાવણી અટકાવવાના મૂડમાં નથી. તેઓ સામાન્ય રીતે જનતા સાથેની બેઠક ચાલુ રાખશે.
આ પણ વાંચો : પોલીસ બંદોબસ્ત વચ્ચે CM Rekha Gupta પર હુમલાએ ઘણા સવાલો કર્યા ઉભા!


