Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Liquor Policy : મનીષ સિસોદિયાને કોર્ટમાંથી રાહત નહીં, 11 ડિસેમ્બર સુધી કસ્ટડી લંબાવાઇ

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને હજી પણ કોર્ટથી રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી છે. હાલમાં તેઓ તિહાડ જેલમાં બંધ છે. મળતી માહિતી અનુસાર કોર્ટે કેસની વિગતવાર સુનાવણી કરી...
delhi liquor policy   મનીષ સિસોદિયાને કોર્ટમાંથી રાહત નહીં   11 ડિસેમ્બર સુધી કસ્ટડી લંબાવાઇ
Advertisement

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને હજી પણ કોર્ટથી રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવી છે. હાલમાં તેઓ તિહાડ જેલમાં બંધ છે.

મળતી માહિતી અનુસાર કોર્ટે કેસની વિગતવાર સુનાવણી કરી અને કહ્યું કે ED દ્વારા આરોપીઓ વિરુદ્ધ ઘણા દસ્તાવેજો દાખલ કરવાના બાકી છે. જે દરમિયાન કોર્ટે વકીલો સાથે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે 207 સીઆરપીસીનું પાલન શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી સુનાવણી શરૂ થઈ શકે. કોર્ટે EDને પણ નોટિસ પાઠવી છે. બેનૉય બાબુની વચગાળાની જામીન અરજી પર ચર્ચા માટે 24 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.

Advertisement

મનીષ સિસોદિયાને SCનો ઝટકો, જામીન અરજી ફગાવી દીધીદિલ્હી : મનીષ સિસોદિયાને SCનો ઝટકો, જામીન અરજી ફગાવી દીધી
સુપ્રીમે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી, મનોજ તિવારીએ આપી પ્રતિક્રિયાસુપ્રીમે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી, મનોજ તિવારીએ આપી પ્રતિક્રિયા.

Advertisement

અગાઉ પણ scનો કર્યો હતો સંપર્ક

આ પહેલા મનીષ સિસોદિયાએ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી. તેમની જામીન અરજી પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તપાસ એજન્સી રૂ. 338 કરોડની લેવડદેવડ સ્થાપિત કરવામાં સક્ષમ નથી, તેથી મનીષ સિસોદિયાને જામીન આપી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે જો નીચલી કોર્ટમાં કેસ 6 મહિનામાં પૂરો ન થાય તો સિસોદિયા ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.

શું છે મામલો?

કથિત દારૂ કૌભાંડ સમયે મનીષ સિસોદિયા દિલ્હીના આબકારી મંત્રી હતા..તેમની સીબીઆઈ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પણ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.બંને કેસમાં નીચલી અદાલત અને હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. નીચલી અદાલતે કહ્યું હતું કે તેણે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરીને કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. દિલ્હી હાઈકોર્ટે પણ સિસોદિયા સામેના આરોપોને ગંભીર ગણીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

આ  પણ  વાંચો -રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3000 લોકોએ કરી અરજી, ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવી રહ્યા છે આ સવાલ…

Tags :
Advertisement

.

×