Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi Air Pollution News: AQI 443 પર, શ્વાસ લેવો પણ જોખમી! 18 વિસ્તારો 'ગેસ ચેમ્બર' બન્યા.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટ મુજબ દિલ્હી-NCRની હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક બની છે, જ્યાં AQI 400ને પાર કરી ગયો છે. વઝીરપુર, નરેલા સહિત લગભગ 18 વિસ્તારો 'ડાર્ક રેડ ઝોન'માં છે. નોઇડા અને ગાઝિયાબાદમાં પણ AQI 420+ છે. ઝેરી ધુમ્મસને કારણે ગળા અને શ્વાસની તકલીફો વધી છે. ડોક્ટરોએ બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.
delhi air pollution news  aqi 443 પર  શ્વાસ લેવો પણ જોખમી  18 વિસ્તારો  ગેસ ચેમ્બર  બન્યા
Advertisement
  • દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: AQI 400ને પાર, રેડ ઝોન એલર્ટ
  • દિલ્હીનો AQI (હવાની ગુણવત્તા) 400થી ઉપર, સ્વાસ્થ્ય માટે ખતરનાક
  • વઝીરપુર, નરેલા સહિત 18 વિસ્તારોમાં પ્રદૂષણનો 'ડાર્ક રેડ ઝોન'
  • નોઇડા, ગાઝિયાબાદમાં પણ સ્થિતિ ગંભીર, AQI 420+ નોંધાયો
  • ઝેરી ધુમ્મસને કારણે ગળા અને શ્વાસની સમસ્યાઓમાં વધારો

Delhi Aqi 400 Risk : દિલ્હી-એનસીઆરની આબોહવા દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી છે. જે ડિસેમ્બર મહિનામાં સામાન્ય ધૂંધ (Fog) દેખાવી જોઈએ, ત્યાં સર્વત્ર ઝેરી ધુમ્મસ (Smog) છવાયેલું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

સવારે 6 વાગ્યે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર નોંધાયો છે, જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.

Advertisement

દિલ્હીના 18 વિસ્તારો 'ડાર્ક રેડ ઝોન'માં

દિલ્હીના ઘણા વિસ્તારો ખરાબ AQI ને કારણે જાણે 'ગેસ ચેમ્બર' બની ગયા છે. CPCBના અહેવાલ મુજબ, દિલ્હીના વઝીરપુરમાં AQI 443, નરેલામાં 425, જહાંગીરપુરીમાં 439, બાવનામાં 424 અને અશોક વિહારમાં 431 નોંધાયો છે. બુરાડી, ITO, લોધી રોડ, પંજાબી બાગ, ચાંદની ચોક જેવા વિસ્તારોમાં પણ AQI 410+ છે. લગભગ 18 વિસ્તારો પ્રદૂષણના 'ડાર્ક રેડ ઝોન'માં છે. દિલ્હીનો એકંદરે AQI 387 નોંધાયો છે.

Advertisement

Delhi AQI 400 Risk : એનસીઆરની સ્થિતિ પણ ગંભીર

દિલ્હીને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે. નોઇડાનો AQI 422, ગ્રેટર નોઇડાનો AQI 418 અને ગાઝિયાબાદનો AQI 422 નોંધાયો છે. આ ત્રણેય વિસ્તારો પણ 'રેડ ઝોન' કેટેગરીમાં આવે છે. દિલ્હી સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી હોવાનો દાવો કરી રહી છે, પરંતુ રાજધાનીમાં હજુ પણ ઝેરી ધુમ્મસની પરત છવાયેલી છે.

Delhi AQI 400 Risk : બાળકો અને વૃદ્ધો માટે જોખમ

ઝેરી હવા લોકોના સ્વાસ્થ્યને બગાડી રહી છે. ગળામાં ખરાશ, શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવા કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય નિષ્ણાતોએ બાળકો, વરિષ્ઠ નાગરિકો અને શ્વાસના દર્દીઓને વધુ સાવધ રહેવા જણાવ્યું છે. તેમણે ખુલ્લામાં કસરત ન કરવાની સલાહ આપી છે.

ડોકટરોની સલાહ છે કે:

  • બહાર વોક કે રનિંગ કરવાનું ટાળો.
  • ઘરની બહાર નીકળતી વખતે માસ્કથી તમારા ચહેરાને ઢાંકો.
  • શક્ય હોય ત્યાં સુધી બાળકો અને વૃદ્ધો ઘરમાં જ રહે.

આ પણ વાંચો : 2027માં DIGITAL CENSUS: બે તબક્કામાં થશે વસ્તી ગણતરી, 11,718 કરોડના બજેટને મંજૂરી

Tags :
Advertisement

.

×