Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi-NCR ગત રાતથી ભારે વરસાદે મચાવી તબાહી , હજૂ વધુ 7 દિવસની આગાહી કરાઈ

ગત રાતથી Delhi-NCR માં ભારે વરસાદ પડી રહ્યો છે. દેશની રાજધાનીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાંચો વિગતવાર
delhi ncr ગત રાતથી ભારે વરસાદે મચાવી તબાહી   હજૂ વધુ 7 દિવસની આગાહી કરાઈ
Advertisement
  • દેશની રાજધાની દિલ્હીને ભારે વરસાદે ઘમરોળી કાઢી
  • ગત રાતથી Delhi-NCR માં ભારે વરસાદ પડી રહ્યો છે
  • દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા

Delhi-NCR : દેશની રાજધાની દિલ્હીની સાથે એનસીઆરમાં બુધવારે રાત્રે 10 કલાકથી ભારે વરસાદ (Heavy Rain) ચાલુ છે. દેશની રાજધાનીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં IMD અનુસાર આગામી 7 દિવસ સુધી દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ યથાવત રહેવાની ધારણા છે.

અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

બુધવારે રાત્રે 10 કલાકથી Delhi-NCRમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દિલ્હીના મયુર વિહાર, આઈટીઓ, મંડી હાઉસ, લક્ષ્મી નગર, પટેલ નગર, મથુરા રોડ, બદરપુર અને દક્ષિણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યારે નોઈડાના સેક્ટર-12, 16, 62 અને 18 સહિત ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.

Advertisement

Advertisement

વધુ 7 દિવસની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી કલાકોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર આગામી 7 દિવસ સુધી દિલ્હીમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. જુલાઈ મહિનામાં દિલ્હીમાં અત્યાર સુધીમાં 235.2 મીમી વરસાદ પડ્યો છે. જે સામાન્ય સરેરાશ 209.7 મીમી કરતા વધુ છે. 1 જૂનથી અત્યાર સુધીમાં કુલ 337.2 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે સામાન્ય આંકડો 270.1 મીમી છે. આ વખતે દિલ્હીમાં ચોમાસુ જૂનના અંતમાં શરુ થયું હતું.

આ પણ વાંચોઃ Jaisalmerમાં હડપ્પા સંસ્કૃતિના 4500 વર્ષ જૂના અવશેષો મળ્યા

ભારે વરસાદને કારણે પારો ગગડ્યો

ઉલ્લેખનીય છે કે 30 જુલાઈ, બુધવારના રોજ દિલ્હીના ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સફદરજંગ હવામાન મથકે સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી 15 મીમી વરસાદ ખાબક્યો હતો. પાલમમાં 28.3 મીમી, લોધી રોડ પર 7.7 મીમી અને આયાનગરમાં 1.6 મીમી વરસાદ પડ્યો હતો. બુધવારે મહત્તમ તાપમાન 32.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી ઓછું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ પણ વાંચોઃ ‘આપણી પાસે પાકિસ્તાનને નષ્ટ કરવાના સાધનો નથી, ચીન 6ઠ્ઠી પેઢીના એરક્રાફ્ટ લાવી રહ્યું છે’: કપિલ સિબ્બલ

Tags :
Advertisement

.

×