Delhi New CM: મુખ્યમંત્રીની પસંદગી કરવા આ બે નેતાને સોંપાઈ જવાબદારી
- દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવશે.
- દિલ્હી ધારાસભ્ય દળના નેતા નક્કી કરશે
- ભાજપે આ બે નેતાઓને જવાબદારી સોંપી છે
Delhi New CM: દિલ્હીના નવા મુખ્યમંત્રી ( Delhi New CM) કોણ બનશે? આ સસ્પેન્સ આજે સમાપ્ત થઇ જશે. ભાજપ દિલ્હીના મુખ્યમંત્રીના નામ પર મોહર લગાવશે.દિલ્હી ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટે ભાજપે આ બે નેતાઓને જવાબદારી સોંપી છે. બંને નેતાઓ ભાજપ મુખ્યાલય પહોંચીને તમામ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.
દિલ્હી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા અર્થાત ધારાસભ્ય દળના નેતા નક્કી કરવા માટે ભાજપ કેન્દ્રીય કમિટિએ રવિશંકર પ્રસાદ, ઓપી ધનખડને પર્યવેક્ષક બનાવવામાં આવ્યા છે. સાંજે 7 વાગ્યા સુધીમાં નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરશે. રવિશંકર પ્રસાદ પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપરાંત પૂર્વાંચલથી આવ્યા છે. દિલ્હીની તમામ 10 જાટ સીટો જીતી છે તો જાટ અથવા તો પૂર્વાંચલથી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થઈ શકે છે.
જરીવાલ-આતિશીને આપવામાં આવ્યું શપથગ્રહણનું આમંત્રણ
દિલ્હીના મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારંભમાં નેતાઓ અને ફિલ્મસ્ટાર સિવાય કેટલાક ખાસ મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શપથગ્રહણ સમારંભ માટે આમંત્રણ મોકલ્યું છે. કેજરીવાલની સાથે આતિશીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
Swearing-in ceremony of the Chief Minister and new cabinet of Delhi will be held at Ramlila Maidan tomorrow, 20th Feb. The ceremony will begin at 11 am. Lt Governor VK Saxena will administer the oath to office to CM-designate and the cabinet at 12.35 pm.
PM Narendra Modi, Union… pic.twitter.com/XmImPXGH1w
— ANI (@ANI) February 19, 2025
આ પણ વાંચો - મહાકુંભ 26મી તારીખે સમાપ્ત થશે, પ્રયાગરાજ DMએ મેળાની તારીખ લંબાવવાનો ઇનકાર કર્યો
દિલ્હી ભાજપ ઓફિસમાં લાગ્યા પોસ્ટર
દિલ્હીના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપની સંસદીય બોર્ડની બેઠક સમાપ્ત થઇ છે. આ પહેલા દિલ્હીમાં ભાજપની ઓફિસમાં કેટલાક મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં દિલ્હીમાં ભાજપ સરકાર લખેલુ છે.
આ પણ વાંચો - કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા અકસ્માત, ફટાકડા ફોડતાં 25 થી વધુ દર્શકો દાઝ્યા
કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી?
દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે સસ્પેન્સ સાંજે 7 વાગ્યે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં ખુલશે. ભાજપ દિલ્હીના નવા મુખ્યમંત્રીનું સરપ્રાઇઝ નામ જાહેર કરી શકે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા તેના મોટા ઉદાહરણ છે.
આ પણ વાંચો - Jharkhand : ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ, તેને ખાનારા કે વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ નામ ચર્ચામાં
પ્રવેશ વર્મા, વીજેન્દ્ર ગુપ્તા, સતીશ ઉપાધ્યાય,મોહનસિંહ બિષ્ટ, રેખા ગુપ્તા, આશીષ સૂદ
ગુજરાતની જેમ જ સરપ્રાઇઝ એન્ટ્રી થઇ શકે
ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ગુજરાત, હરિયાણા, રાજસ્થાનની જેમ જ સરપ્રાઇઝ નામ જાહેર કરી શકે છે. ગુજરાતમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી જીતેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને ચોંકાવી દીધા હતા. રાજસ્થાનમાં પણ ભજનલાલ શર્મા પર દાંવ લગાવ્યો હતો. હરિયાણામાં પણ નાયબસિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવી ભાજપ હાઇકમાન્ડે ચોંકાવી દીધા હતા.
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સરપ્રાઇઝ નામ આવી શકે
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ભાજપ હાઇકમાન્ડ સરપ્રાઇઝ નામ જાહેર કરી શકે છે. ગુજરાત, હરિયાણા, રાજસ્થાનની જેમ જ હવે દિલ્હીમાં પણ ભાજપ મુખ્યમંત્રી તરીકે નવું જ નામ જાહેર થઇ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સતીશ ઉપાધ્યાયનું નામ પણ ચર્ચામાં છે. માલવીય નગરના 62 વર્ષના ધારાસભ્ય દિલ્હી ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે. સેન્સર બોર્ડના સભ્ય રહ્યાં છે અને નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાઇસ ચેરમેન રહી ચુક્યા છે.દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે બીજુ એક નામ આશીષ સૂદનું છે. જે 58 વર્ષના છે અને જનકપુરી બેઠકના ધારાસભ્ય છે. તે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની નજીકના ગણાય છે અને ગોવાના પ્રભારી છે. પંજાબી નેતા અને સંઘના નજીકના માનવામાં આવે છે.


