Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi : એક સાથે 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ

આજે સતત 4 થા દિવસે દિલ્હીની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) મળી છે. આ વખતે એક સાથે 20 સ્કૂલોને ધમકી મળતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
delhi   એક સાથે 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ
Advertisement
  • સતત 4 થા દિવસે Delhi ની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
  • આ ધમકીમાં 20 સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે
  • દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Atishi એ સત્તા પક્ષ પર કર્યા આકરા વાકપ્રહાર

Delhi : ભારતની રાજધાનીની 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા 3 દિવસથી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) બાદ આજે 4 થા દિવસે પણ ધમકી મળતા હડકંપ મચી ગયો છે. રોહિણી સેક્ટર 3ની અભિનવ પબ્લિક સ્કૂલ (Abhinav Public School) ની સાથે ઘણી અન્ય શાળાઓને ધમકીભર્યો મેઈલ મળ્યો છે. સતત 4 થા દિવસે આ પ્રકારની ધમકી મળતા પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી ઉપરાંત બેંગલુરુની કેટલીક શાળાઓને પણ આવી જ ધમકીઓ મળી છે.

દિલ્હીનું રાજકારણ ગરમાયું

દેશની રાજધાની દિલ્હીની ઘણી શાળાઓને બોમ્બ ધમકીઓ મળી રહી છે. આ ઘટના મુદ્દે દિલ્હીનું રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી (Atishi)એ આ મુદ્દે એક પોસ્ટ કરીને સત્તા પક્ષ પર આકરા વાકપ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, ફરી એકવાર ઘણી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી છે. જરા વિચારો કે આ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેમના માતા-પિતા પર શું અનુભવી રહ્યા છે. અત્યારે ભાજપ સરકારના ચારેય એન્જિનને પોતાના નિયંત્રણમાં રાખીને બેઠી છે પરંતુ તેમ છતાં તે શાળાના બાળકોને કોઈ સુરક્ષા પૂરી પાડી શકતી નથી આ ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ Bihar : વડાપ્રધાન મોદીનો બિહાર પ્રવાસ રહેશે ખાસ, અનેક વિકાસકાર્યોની આપશે ભેટ

ચાર દિવસથી સતત ધમકીઓ

ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીનો આ વાકપ્રહાર પ્રાસંગિક છે કારણ કે, છેલ્લા 4 દિવસથી સતત દિલ્હીની ઘણી શાળાઓ અને કોલેજોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે. છેલ્લા 3 દિવસમાં કુલ 11 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી હતી, પરંતુ હવે એક દિવસમાં 20 થી વધુ શાળાઓને આવા મેઈલ મળ્યા છે. દિલ્હી સરકારે હજુ સુધી આ વિશે કંઈ કહ્યું નથી, પરંતુ વિપક્ષ સતત હુમલો કરી રહ્યો છે. હવે બાળકોના માતા-પિતા પણ આવી ધમકીઓથી ગુસ્સે છે અને તેઓ ખૂબ ચિંતિત દેખાઈ રહ્યા છે. દિલ્હી સરકાર પાસેથી સુરક્ષાની ગેરંટી માંગવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ED Raid Bhupesh baghel: પૂર્વ મુખ્યમંત્રીના ઘરે EDનો દરોડો, ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત

Tags :
Advertisement

.

×