ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Uttrakashi Cloudbrust: જાણો ક્યાં આવ્યુ છે ધરાલી ગામ, જે મહાપ્રલયથી થઈ ગયુ તહસનહસ

માત્ર 30 સેકન્ડમાં ધારાલી ગામમાં વિનાશ, અનેક વધુ લાપતા. કુદરતી સૌંદર્યથી ભરેલું પ્રવાસી સ્થળ હવે કાટમાળનો ઢગલો બની ગયું છે.
08:32 AM Aug 06, 2025 IST | Mihir Solanki
માત્ર 30 સેકન્ડમાં ધારાલી ગામમાં વિનાશ, અનેક વધુ લાપતા. કુદરતી સૌંદર્યથી ભરેલું પ્રવાસી સ્થળ હવે કાટમાળનો ઢગલો બની ગયું છે.

Uttrakashi Cloudbrust: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. આ ઘટનામાં ડઝનબંધ હોમસ્ટે, હોટેલ અને મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા છે, અને 50થી વધુ લોકો લાપતા છે. મંગળવારે બપોરે માત્ર 30 સેકન્ડમાં આખું ગામ  ઓળખાઈ નહી તેવુ બની ગયું. આખું વર્ષ પ્રવાસીઓથી ધમધમતું રહેતું ધારાલી ગામ હવે માત્ર કાટમાળનો ઢગલો બની ગયું છે.

એક સમયે કુદરતી સૌંદર્ય, પર્યટન અને રોજગાર માટે જાણીતું ધારાલી ગામ આખા હર્ષિલ ઘાટીમાં સૌથી સમૃદ્ધ ગામ માનવામાં આવતું હતું. પરંતુ વાદળ ફાટવાની આ કુદરતી આફતે ગામને એવી સ્થિતિમાં લાવી દીધું છે કે તેને સામાન્ય થવામાં ઘણો સમય લાગશે.

જાણીતું પ્રવાસી સ્થળ

ઉત્તરકાશી જિલ્લામાં આવેલું ધારાલી ગામ ગંગોત્રી ધામ તરફ જતા નેશનલ હાઈવે પરનું મુખ્ય પડાવ છે. ગંગોત્રી પહેલાં અહીં એક જ માર્કેટ છે, જ્યાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે રોકાય છે. સમુદ્ર સપાટીથી 8,000 ફૂટથી વધુની ઊંચાઈ પર આવેલું આ ગામ તેની કુદરતી સુંદરતા, શાંત વાતાવરણ અને એડવેન્ચર એક્ટિવિટીઝ માટે પ્રખ્યાત હતું.

કાટમાળમાં ફેરવાયું ગામ

વર્ષભર પ્રવાસીઓ ધારાલી ગામની મુલાકાત લેતા હતા, ખાસ કરીને તેના સફરજનના બગીચાઓ અને બરફવર્ષા વચ્ચેનો સમય વિતાવવા માટે. હર્ષિલની નજીક હોવાથી પણ તે એક પ્રખ્યાત પ્રવાસી સ્થળ બની ગયું હતું. પહેલાં, મા ગંગાના શિયાળુ નિવાસ મુખ્ય માર્ગ મુખબા ગામથી થઈને ધારાલી ગામમાંથી જ જતો હતો. જોકે, હવે હર્ષિલથી પણ મોટર માર્ગ બની ગયો છે, છતાં ઘણા લોકો હજુ પણ ધારાલી થઈને મુખબા જાય છે. પરંતુ આ જળપ્રલયે હવે આખું બજાર અને ગામને કાટમાળમાં ફેરવી દીધું છે.

ધાર્મિક મહત્વ

ધરાલી ગામ માત્ર તેની કુદરતી સુંદરતા માટે જ નહીં, પણ ધાર્મિક મહત્વ માટે પણ જાણીતું છે. ગામથી લગભગ 6 કિલોમીટર દૂર હર્ષિલ આવેલું છે. ધારાલીમાં કૈલાશેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર છે. એવી માન્યતા છે કે આ વિસ્તારમાં તપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં ઋષિ-મુનિઓએ તપસ્યા કરી હતી, તેથી તેને આધ્યાત્મિક દૃષ્ટિએ પવિત્ર માનવામાં આવે છે. અહીં સોમેશ્વર ભગવાનની પાલખી પણ છે, જેની ગ્રામીણો પૂજા કરે છે.

Tags :
CloudBurstCloudburst in tourist villageDharaliDharali flash floodDharali village destructionFlash flood 2025Gangotri route disruptionHindu pilgrimage routeIndia Weather NewsNatural DisasterTourist village destroyedUttarakhand floodsUttarakhand natural disasterUttarkashiUttarkashi cloudburst
Next Article