Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dharali Village Flood : 34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા

ઉત્તરાખંડના ધરાલી જિલ્લામાં વાદળ ફાટતા 4 લોકોના મોત જ્યારે 50થી વધુ લોકો ગુમ થયા છે.
dharali village flood   34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું  લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા
Advertisement

Dharali Village Flood: ઉત્તરાખંડ (#Uttarakhand)ના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં (Dharali Village Flood)મંગળવારે વાદળ ફાટતાં 34 સેકન્ડમાં જ આખુ ગામ પાણીના પ્રવાહમાં તણાઈ ગયું હતું. જેમાં અનેક ઘર, દુકાનો અને હોટલ તણાઈ હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોની મોત થઈ છે. જ્યારે 50થી વધુ લોકો ગુમ છે. આભ ફાટતાં ધરાલી ગામની નજીક આવેલી ભાગીરથી નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં ગામનું બજાર કાદવ-કીચડમાં દબાઈ ગયુ હતું. અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

Advertisement

સ્થાનિક લોકોનું કહેવું છે કે, 10-12 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા છે. જ્યારે 20-25 હોટલ અને હોમસ્ટે તણાઈ ગયાં.

Advertisement

દુર્ઘટનાની જાણ થતાં ઉત્તરાખંડ પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકાર વચ્ચે રાહત કાર્યોમાં અડચણો નડી રહી છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ કુદરતી આફત વિશે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે, અમે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. એસડીઆરએફ, એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.


કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ મુખ્યમંત્રી ધામી સાથે વાત કરી ઘટનાની જાણકારી મેળવી છે. તેમજ કેન્દ્ર તરફથી સંભવિત તમામ મદદ કરવાની ખાતરી આપી છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.

Heavy rain

પહાડી વિસ્તારોમાં મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. લોકોને નદીઓ-તળાવો તેમજ નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, ગંગોત્રી ધામના રસ્તા પર સ્થિત ધરાલી ગામ પર્યટક સ્થળ છે. વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અપીલ કરી છે. બચાવ ટીમ ગુમ લોકોની શોધ કરી રહી છે. પ્રભાવિત પરિવારોને મદદ પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે.

PM Modiએ વ્યક્ત કર્યુ દુઃખ

પીએમએ ટ્વીટ કરતા કહ્યું કે ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ પીડિતો જલ્દી સ્વસ્થ થાય તેની પ્રાર્થના કરુ છું.મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો દરેક શક્ય પ્રયાસમાં રોકાયેલી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.

Tags :
Advertisement

.

×