મુંબઇમાં ડીઝલ અને પેટ્રોલ ગાડીઓ પર લાગશે પ્રતિબંધ! ફડણવીસ સરકારે લીધો મોટો નિર્ણય
- મહારાષ્ટ્ર હાઇકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કઢાઇ
- મુંબઇમાં માત્ર સીએનજી અને ઇલેક્ટ્રીક વાહનો અંગે વિચારણા
- મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમિતી બનાવીને મામલે અરજી મંગાવાઇ
મુંબઇ : સરકારી આદેશ અનુસાર રિટાયર્ડ આઇએએસ અધિકારી સુધીર કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતાની કમિટી પ્રદૂષણ અંગે અભ્યાસ કરીને 3 મહિનામાં પોતાની ભલામણ સાથેનો વિસ્તૃત અહેવાલ રજુ કરશે.
મુંબઇમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અંગે પ્રદેશની દેવેન્દ્ર ફડણવીસ સરકાર ગંભીર છે. મહારાષ્ટ્ર સરકારે ખરાબ થઇ રહેલી વાયુ ગુણવત્તાને ધ્યાને રાખીને cમુંબઇ મહાનગર ક્ષેત્રમાં પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ પર પ્રતિબંધની વ્યવહાર્યતાનો અભ્યાસ માટે 7 સભ્યોની કમિટીની રચના કરી છે. 22 જા્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ અનુસાર રિટાયર્ડ આઇએએસ અધિકારી સુધીર કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતાની સમિતી આ અંગે અભ્યાસ કરીને ત્રણ મહિના અંદર પોતાની ભલામણો સાથેનો અહેવાલ રજુ કરશે.
આ પણ વાંચો : વિશ્વમાં મ્યુઝિક કોન્સર્ટથી થતી કમાણી જોઈને PM મોદીએ ભારતમાં મ્યુઝિક કોન્સર્ટને પ્રોત્સાહન આપવા અપીલ કરી
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચાયેલી કમિટીમાં કોણ કોણ
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર, મુંબઇના જોઇન્ડ પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર ટ્રાફીક, મહાનગર ગેસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર, મહારાષ્ટ્ર વિદ્યુત વિતરણ કંપનીના પ્રબંધક, સોસાયટી ઓપ ઇન્ડિયન ઓટો મોબાઇલ મેન્યુફેક્ચરરના અધ્યક્ષ અને સંયુક્ત પરિવહન આયુક્ત નો સમાવેશ થાય છે.
મુંબઇ હાઇકોર્ટે વ્યક્ત કરી હતી ચિંતા
જીઆરના અનુસાર કમિટીના ક્ષેત્રમાં એક્સપર્ટને ફેલો સભ્ય તરીકે સમાવેશ કરવા અને તેમની પાસેથી ફીડબેક લેવાના અધિકાર આપવામાં આવ્યા છે. એમએમઆરમાં ઠાણે, રાયગઠ અને પાલઘર જિલ્લાના ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. બોમ્બે હાઇખોર્ટે 9 જાન્યુઆરીએ સ્વત સંજ્ઞાન વાળી એક જનહિત અરજી પર સુનાવણી કરતા મુંબઇના વધતા યાતાયાત અને વધતા પ્રદૂષથી જીવન પર દુષ્પ્રભાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : Rajkot : ગોંડલ હાઇવે પર મુસાફરોથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત
બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટે કહ્યું હતું કે વાહનોમાંથી નીકળતું ઉત્સર્જન વાયુ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે અને મુંબઈમાં વાહનોની વધતી સંખ્યા અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના હાલના પગલાં અપૂરતા સાબિત થઈ રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં લઈને, રાજ્ય સરકારે એમએમઆરમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની અને ફક્ત સીએનજી અને 'ઇલેક્ટ્રિક' વાહનોને મંજૂરી આપવાની શક્યતાનો અભ્યાસ કરવા અને અહેવાલ રજૂ કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી.
કોર્ટે પેટ્રોલ ડિઝલના વાહનો બંધ કરવા અંગે સુચનો મંગાવ્યા
કોર્ટે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનોને તબક્કાવાર બંધ કરવા યોગ્ય રહેશે કે કેમ તે અંગે સંપૂર્ણ અભ્યાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કોર્ટે બીએમસી અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી) ને નિર્દેશ આપ્યો કે લાકડા અને કોલસાનો ઉપયોગ કરતી શહેરની બેકરીઓ છ મહિનાની અંદર ગેસ અથવા અન્ય લીલા બળતણ પર સ્વિચ કરે તેની ખાતરી કરે, સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત એક વર્ષની સમયમર્યાદાને બદલે. તેનો ઉપયોગ શરૂ કરો.
આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર BJP માં વધુ એક લેટરબોમ્બ! હવે આ જાણીતા નેતા સામે થયાં ગંભીર આરોપ


