ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

2027માં DIGITAL CENSUS: બે તબક્કામાં થશે વસ્તી ગણતરી, 11,718 કરોડના બજેટને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે આ મેગા પ્રોજેક્ટ માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ પહેલીવાર હશે જ્યારે દેશભરમાં આટલી મોટી સંખ્યામાં ડિજિટલ સેન્સસને લાગુ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી ડિજિટલ ડિઝાઈન ખાસ કરને ડેટા સુરક્ષાની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વસ્તી ગણતરીના કાર્યોને સંચાલિત કરવા માટે કુલ 30 લાખ કર્મચારીઓની તેનાતી કરવામાં આવશે.
06:53 PM Dec 12, 2025 IST | Anand Shukla
કેન્દ્રીય કેબિનેટે આ મેગા પ્રોજેક્ટ માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ પહેલીવાર હશે જ્યારે દેશભરમાં આટલી મોટી સંખ્યામાં ડિજિટલ સેન્સસને લાગુ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી ડિજિટલ ડિઝાઈન ખાસ કરને ડેટા સુરક્ષાની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વસ્તી ગણતરીના કાર્યોને સંચાલિત કરવા માટે કુલ 30 લાખ કર્મચારીઓની તેનાતી કરવામાં આવશે.
census2027_gujarat_first_news

. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ કરાશે
. બીજા તબક્કામાં દેશમાં વસ્તી ગણતરી કરાશે
. 30 લાખ જેટલા કર્મચારીઓની કરાશે તેનાતી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 2027માં થનારી રાષ્ટ્રીય વસ્તીગણતરી માટે તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આગામી વસ્તીગણતરી બે તબક્કામાં થશે. વૈષ્ણવે જણાવ્યું છે કે કેબિનેટ બેઠકમાં ઘણાં મહત્વના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. તેમાં વસ્તી ગણતરી માટે બજેટ ફાળવણી પણ સામેલ છે. પહેલીવાર દેશણાં સંપૂર્ણપણે ડિજિટલ સેન્સસ થશે. આ ડેટા સુરક્ષા અને ગુપ્તતાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ છે કે પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ સામેલ હશે. આ તબક્કો એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે પૂર્ણ થશે. તેના પછી જાન્યુઆરી-2027થી બીજો તબક્કો થશે, જેમાં વસ્તી ગણતરી કરવામાં આવશે.


11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે આ મેગા પ્રોજેક્ટ માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ પહેલીવાર હશે જ્યારે દેશભરમાં આટલી મોટી સંખ્યામાં ડિજિટલ સેન્સસને લાગુ કરવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી ડિજિટલ ડિઝાઈન ખાસ કરને ડેટા સુરક્ષાની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, વસ્તી ગણતરીના કાર્યોને સંચાલિત કરવા માટે કુલ 30 લાખ કર્મચારીઓની તેનાતી કરવામાં આવશે. સરકારી કર્મચારી પોતપોતાના ક્ષેત્રોમાં ઘરેઘરે જઈને જાણકારી એકત્રિત કરશે. વસ્તી ગણતરીમાં ઉપયોગમાં લેવાનારા સોફ્ટવેર પણ નવા સ્વરૂપમાં વિકસિત કરવામા આવશે, જેથી આંકડાઓની સુરક્ષાઅને ઝડપથી તેને પ્રોસેસ કરી શકાશે. અશ્વિની વૈષ્ણવે આ દરમિયાન ભારતમાં વધતી આત્મનિર્ભરતાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો.

ભારતની વસ્તી ગણતરી (DIGITAL CENSUS) દુનિયાના સૌથી મોટા પ્રશાસનિક સર્વેક્ષણોમાંથી એક છે. તેમાં દેશી કુલ વસ્તી, જનસાંખ્યિકીય પ્રોફાઈલ, સામાજિક-આર્થિક સ્થિતિ અને સંસાધનોના વિતરણથી જોડાયેલી વિસ્તૃત જાણકારી એકત્રિત કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ગૃહ મંત્રાલયને આધિન રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

સરકારે કહ્યું છે કે વસ્તી ગણતરી મોબાઈલ એપ દ્વારા થશે અને લોકો ચાહે તો એક વેબ પોર્ટલ પર ખુદ પણ જાણકારી ભરી શકશે. સંપૂર્ણ કામ રિયલ ટાઈમમાં Census Management and Monitoring System (CMMS) દ્વારા મોનિટર કરવામાં આવશે.

સેન્સસની પ્રક્રિયામાં પરિવર્તન (DIGITAL CENSUS 2027)

ડિજિટલ સેન્સસ હેઠળ દરેક ઈમારતને જિયો ટેગ કરવામાં આવશે. એપમાં અંગ્રેજી, હિંદી સહીતની 16થી વધારે ભાષાઓના વિકલ્પ હશે. સરકારે કહ્યું છે કે આ વખતે પ્રવાસ સાથે જોડાયેલા વિસ્તૃત સવાલો પુછવામાં આવશે, જેવા કે જન્મસ્થાન, ગત નિવાસ, કેટલા સમયથી વર્તમાન સ્થાન પર રહ્યા છો અને સ્થાન બદલવાનું કારણ શું છે. સૌથી મહત્વપૂર્ણ વાત 1931 બાદ પહેલીવાર સમુદાયોની જાતિ સાથે જોડાયેલા આંકડા પણ આવશે, તે માત્ર એસસી કે એસટી સુધી મર્યાદીત નહીં રહે.

DIGITAL CENSUS નો લાભ

ડિજિટલ સેન્સસ થવાને કારણે ગણતરી અને રિપોર્ટ તૈયાર કરવાનું ઝડપી બનશે. હવે ડેટા રિયલ ટાઈમ અપલોડ થશે અને અનુમાન છે કે પ્રારંભિક આંકડા 10 દિવસમાં અને આખરી રિપોર્ટ 6થી 9 માસમાં મળી જશે. પહેલા પેપર ફોર્મના કારણે આ પ્રક્રિયા કેટલાક વર્ષનો સમય લેતી હતી.

ઝડપી અને ચોક્કસ આંકડાથી 2029ની નવી લોકસભા બેઠકોના નિર્ધારણ, ફંડ વિતરણ અને સરકારી યોજનાઓની રૂપરેખા બનાવવામાં મદદ મળશે. સિસ્ટમમાં ઓટો-ચેક, જિયો ટેગિંગ અનેલોકોને ખુદ જાણકારી ભરવાના વિકલ્પ હોવાને કારણે ભૂલો અને બાકી રહેલા ઘરોની સંખ્યા ઓછી હશે.

આના માટે સરકારે ટેબલેટ ખરીદવાની જરૂરત નહીં રહે, કારણ કે ગણતરી કર્મચારી પોતાના સ્માર્ટફોન દ્વારા કરશે. આનાથી ખર્ચ ઓછો થશે અને લગભગ 2.4 કરોડ વ્યક્તિ દિવસનો અસ્થાયી રોજગાર પણ મેળવી શકશે. જ્યાં નેટવર્ક કમજોર છે, ત્યાં બેકઅપ તરીકે પેપર ફોર્મ પણ વાપરી શકાશે.

પડકાર

ભારત જેવા મોટા અને ડિજિટલ સ્વરૂપે અસમાન દેશને કારણે પડકારો પણ છે. દેશમાં હાલ 65 ટકા વસ્તી ઓનલાઈન છે. પહાડી, જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્ક ઘણું નબળું છે. આવા સ્થાનો પર યોગ્ય ડેટા એકઠો કરવામાં ગરીબ અને પછાત લોકો ગણતરીમાંથી છૂટી જાય તેવું જોખમ છે.

ડિજિટલ સાક્ષરતા પણ સમસ્યા છે. વસ્તીગણતરી (DIGITAL CENSUS) કરનારા લગભગ 30 લાખ કર્મચારીઓમાં મોટાભાગે શિક્ષકોને એપ ચલાવવાની સારી ટ્રેનિંગ આપવી પડશે. ઘણાં વૃદ્ધ, ગ્રામીણ મહિલાઓ અને પ્રવાસી મજદૂર મોબાઈલ એપ જોઈને ખચકાટ અનુભવી શકે છે.

આ વખતે જાતિ, માઈગ્રેશન જેવી સંવેદનશીલ જાણકારી મોબાઈલ નેટવર્ક દ્વારા મોકલી શકાશે. માટે સાઈબર સુરક્ષા અને ડેટા પ્રાઈવસ ઘણી મોટી ચિંતા છે અને સરકારને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવી પડશે.

આ પણ વાંચો:સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ આપતી Starlink ભારતમાં સેવા આપવા તૈયાર

Tags :
Ashwini Vaishnavcensus 2027digital censusdigital census 2027gujaratfirst news
Next Article