Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Babri Masjid Vivad: ‘મમતા દીદી’ પર વરસ્યા ભાજપ નેતા, કહ્યું, બંગાળને બાંગ્લાદેશ બનાવવાનું કાવતરું છે!

પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણનો વિવાદ વકરી રહ્યો છે. મસ્જિદના નિર્માણને લઈને ભાજપ નેતાઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહારો કરી રહ્યા છે. ત્યારે ભાજપ નેતા દિલીપ ઘોષે પણ આરોપ લગાવ્યો છે કે, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. દિલીપ ઘોષે સવાલ કર્યો કે, મસ્જિદ બનાવવી ખોટી નથી, પરંતુ મસ્જિદ બાબરના નામ પર કેમ બનાવવામાં આવી રહી છે.
babri masjid vivad  ‘મમતા દીદી’ પર વરસ્યા ભાજપ નેતા  કહ્યું  બંગાળને બાંગ્લાદેશ બનાવવાનું કાવતરું છે
Advertisement
  • Babri Masjid Vivad: બંગાળમાં બાબરી મસ્જિદનો વિવાદ
  • ભાજપ નેતા દિપીલ ઘોષે મમતા દીદી પર કર્યા પ્રહાર
  • મમતા બેનર્જીનું બંગાળને બાંગ્લાદેશ બનાવવાનું કાવતરુંઃ દિલીપ ઘોષ
  • બાબરના નામે મસ્જિદ કેમ બનાવવામાં આવી રહી છેઃ દિલીપ ઘોષ

Babri Masjid Vivad: પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ટીએમસી (TMC) ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીર (Humayun Kabir) એ મસ્જિદનો શિલાન્યાસ કર્યા પછી વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક પછી એક ભાજપ નેતાઓ બંગાળના મુખ્યમંત્રી (Chief Minister) પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. તેવામાં હવે ભાજપ નેતા દિલીપ ઘોષે (BJP leader Dilip Ghosh) આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "જો દેશમાં ક્યાંય બાબરી મસ્જિદ નથી, તો બંગાળમાં તે નામથી મસ્જિદ કેમ બનાવવામાં આવી રહી છે? કારણ કે અહીં બાંગ્લાદેશ બનાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. અને આ મમતા બેનર્જી (Mamata Banerjee) ની ભેટ છે. મસ્જિદ બનાવવી ખોટી નથી. પરંતુ બાબરના નામે કેમ બનાવી રહ્યા છો? બાબર એક જુલમી, આક્રમણખોર હતો."

Babri Masjid Vivad 01_GUJARAT_FIRST

Advertisement

Babri Masjid Vivad:મસ્જિદ બનાવવી ખોટી નથીઃ દિલીપ ઘોષ

પશ્ચિમ બંગાળ (West Bengal) માં ભારતીય જનતા પાર્ટીના નેતા દિલીપ ઘોષે કહ્યું કે, બાબરી મસ્જિદનો ખ્યાલ અહીંના લોકોએ સ્પષ્ટ કરી દીધો છે. કોર્ટના આદેશથી રામ મંદિર બન્યું. પરંતુ બંગાળમાં બાબરી મસ્જિદ કેમ બનાવવામાં આવી રહી છે? બંગાળને બાંગ્લાદેશ (Bangladesh) બનાવવાનું કાવતરું ચાલી રહ્યું છે. આ સમગ્ર નાટકનો પર્દાફાશ થઈ ગયો છે. સમગ્ર મામલામાં મમતા બેનર્જીની સંડોવણી પણ સ્પષ્ટ થઈ ગઈ છે. આ જ કારણ છે, કે લોકોનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે. દિલીપ ઘોષે કહ્યું, મસ્જિદ બનાવવામાં કોઈ વાંધો નથી. હાલમાં, જે જમીન પર મસ્જિદ બનાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. મસ્જિદ બનાવો, પણ બાબરના નામે નહીં. બાબર આપણા દેશનો કોણ છે? તે એક જુલમી અને ત્રાસ આપનાર હતો. તમે મસ્જિદને તેની સાથે કેમ જોડી રહ્યા છો? તેને સ્થાનિક સમાજ સાથે જોડો. મસ્જિદ બનાવો, તમારા ધર્મનું પાલન કરો, તમને કોણ રોકી રહ્યું છે?

Advertisement

Babri Masjid Vivad 02_GUJARAT_FIRST

દિલીપ ઘોષે મોહન ભાગવત (Mohan Bhagwat) ના શબ્દોને સમર્થન આપ્યું

RSS વડા મોહન ભાગવતના શબ્દોને સમર્થન આપતા તેમણે કહ્યું કે નાગરિકોએ રાષ્ટ્રીય હિતમાં જીવવું જોઈએ. રાષ્ટ્ર પહેલા આવવો જોઈએ. શુક્રવારે RSS વડા મોહન ભાગવતે વીર સાવરકરને તેમની દેશભક્તિ માટે યાદ કરતા દેશવાસીઓને કહ્યું હતુ, કે હવે રાષ્ટ્ર માટે જીવવાનો સમય છે. ભાજપના નેતા દિલીપ ઘોષે પણ આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે વડા વારંવાર દેશવાસીઓને 'રાષ્ટ્ર પહેલા' ની યાદ અપાવે છે. નાગરિકોએ રાષ્ટ્રીય હિતમાં જીવવું જોઈએ. RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે મોહન ભાગવત પોતે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. આનાથી સમગ્ર દેશમાં સકારાત્મક વાતાવરણ (Positive atmosphere) બનશે. જેનાથી એક મજબૂત અને 'વિકસિત રાષ્ટ્ર' બનાવવામાં મદદ મળશે.

મમતા બેનર્જી હંમેશા ધમકી આપે છેઃ દિલીપ ઘોષ

દિલીપ ઘોષે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે મમતા બેનર્જી સતત ધમકીઓ આપી રહ્યા છે. તેમની ધમકીઓના કારણે ઘણા બૂથ લેવલ ઓફિસરો (BLO) આત્મહત્યા કરી ચૂક્યા છે. બેનર્જી પોલીસ અને વહીવટી અધિકારીઓને ધમકી આપે છે. તો બોગસ મતદારો અંગે તેમણે કહ્યુ, કે અત્યાર સુધીમાં મતદાર યાદીમાંથી આશરે 5.8 મિલિયન નકલી મતદારોને દૂર કરવામાં આવ્યા છે. લગભગ એટલા જ નકલી મતદારોને અંતિમ યાદીમાંથી દૂર કરવામાં આવશે. આ જ વાત મમતા બેનર્જીને ડરાવે છે. જોકે, પશ્ચિમ બંગાળના લોકો સતર્ક છે. શાસક પક્ષની ખોટી માહિતી છતાં લોકોએ તેમના ફોર્મ સબમિટ કર્યા છે.

આ પણ વાંચો- કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ભાજપની જીત પર શુભકામનાઓ પાઠવી, જાણો શું લખ્યું

આ પણ વાંચો- Delhi: સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 24મી વરસી, PM મોદી સહિત રાજનેતાઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલી

Tags :
Advertisement

.

×