Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડૉક્ટર ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરી રહ્યા હતા અને અચાનક તેમણે જોયું..!

જ્યારે ડૉક્ટરે સોનોગ્રાફી કરી, ત્યારે તેમણે વિચાર્યું કે ગર્ભમાં એક બાળક છે, પરંતુ તે જ સમયે તેમણે ધ્યાનથી જોયું તો તેઓ ચોંકી ગયા. ડૉક્ટરે તેમના જીવનમાં ક્યારેય નહીં જોયું હોય તેવું તેમણે આ દિવસે જોયું.
ડૉક્ટર ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરી રહ્યા હતા અને અચાનક તેમણે જોયું
Advertisement
  • બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં ચોંકાવી દેતી ઘટના
  • બુલઢાણામાં ગર્ભવતી મહિલા અને ગર્ભમાં બીજું બાળક!
  • ગર્ભમાં ગર્ભ આશ્ચર્યજનક દ્રશ્ય: એક અસામાન્ય તબીબી ઘટના
  • બુલઢાણામાં 'Fetus in Feto' ની ઘટના
  • પ્રસૂતિ વિભાગમાં ચોંકાવનારી ઘટના: ગર્ભવતીના પેટમાં બીજું બાળક!
  • ગર્ભમાં ગર્ભની અસાધારણ ઘટના: તબીબોને પણ ચોંકાવી

બુલઢાણા (Buldhana) ની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા (Pregnant Woman) ની સોનોગ્રાફી (Sonography) દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના ઘટી હતી. જ્યારે ડૉક્ટરે સોનોગ્રાફી કરી, ત્યારે તેમણે વિચાર્યું કે ગર્ભમાં એક બાળક છે, પરંતુ તે જ સમયે તેમણે ધ્યાનથી જોયું તો તેઓ ચોંકી ગયા. ડૉક્ટરે તેમના જીવનમાં ક્યારેય નહીં જોયું હોય તેવું તેમણે આ દિવસે જોયું. ડૉક્ટરો જોયું કે, આ બાળકના પેટમાં બીજું બાળક દેખાતું હતું. આ અજીબ અને આશ્ચર્યજનક ઘટના અત્યારે ખૂબ જ ચર્ચામાં આવી છે.

બાળકના પેટમાં પણ બાળક..!

બુલઢાણા જિલ્લાની મોતાલા તાલુકાના એક ગામથી 9 મહિના ગર્ભવતી 32 વર્ષીય મહિલા સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યાં ડોક્ટર પ્રસાદ અગ્રવાલે તેની સોનોગ્રાફી કરી હતી. સોનોગ્રાફી દરમિયાન, ડૉ. અગ્રવાલે મહિલાના પેટમાં એક બાળક જોઈને આશ્ચર્ય ચકિત થયા, પરંતુ વધુ તપાસમાં તેમને આ બાળકના પેટમાં બીજું બાળક પણ જોવા મળ્યું. ડૉ. અગ્રવાલે આ તપાસ ત્રણ વાર કરી. આ જોયા બાદ તેમના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. તેમણે ક્યારેય આવી કલ્પના પણ કરી નહીં હોય. ડૉ. અગ્રવાલે આ વાત તેમના ઉપરી અધિકારીઓને કહી. પ્રસૂતિ દરમિયાન કોઈ જટિલતા ન થાય તે માટે તેમના ઉપરી અધિકારીએ ગર્ભવતી મહિલાને સંભાજીનગર મોકલી દીધી.

Advertisement

ડૉ. ભાગવત ભુસારીએ શું કહ્યું?

સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. પ્રસાદ અગ્રવાલે જણાવ્યું કે, ગર્ભવતી મહિલાને કોઈ પણ ગંભીર સમસ્યા નહીં થાય. તેમ છતાં, તેમણે ચેતવણી આપી કે જો જન્મેલા બાળકની તાકીદથી સારવાર ન કરવામાં આવી, તો તેનો વિકાસ ખોરવાઈ શકે છે. આથી, તબીબી ધ્યાન અને સંભાળ મહત્વપૂર્ણ છે. દરમિયાન, સિવિલ સર્જન ડૉ. ભાગવત ભુસારીએ કહ્યું કે, આ ઘટનાને તબીબી ભાષામાં "ગર્ભમાં ગર્ભ" (fetus in feto) કહેવાય છે. તેમણે આગળ કહ્યું કે, આવી ઘટના દુનિયામાં બહુ દુર્લભ છે. તેમણે જણાવ્યું કે આજ સુધીમાં વિશ્વમાં આ પ્રકારના લગભગ 200 કેસ નોંધાયા છે, જેમાંથી 15 થી 20 કેસ માત્ર ભારતમાં નોંધાયા છે.

Advertisement

ગર્ભમાં ગર્ભ એક ખૂબ જ અસામાન્ય ઘટના : ડૉક્ટર

ડૉક્ટરના જણાવ્યા અનુસાર, માનવ ગર્ભ વિકાસમાં ગર્ભમાં ગર્ભ એક ખૂબ જ અસામાન્ય ઘટના છે. આમાં, ગર્ભ વિકાસ દરમિયાન, કોઈ અજાણ્યા કારણોસર, એક ગર્ભ બીજા ગર્ભની અંદર વિકાસ કરવાનું શરૂ કરે છે, બરાબર પરોપજીવી તરીકે. માતાના ગર્ભમાં અલ્ટ્રાસાઉન્ડ દ્વારા તે શોધી શકાય છે, જોકે મોટાભાગના કિસ્સાઓમાં તે જન્મ પછી જ શોધી શકાય છે.

આ પણ વાંચો :  Mahakumbh : રડતા રડતા એક મહિલાએ કહ્યું, કેટલાક લોકો ધક્કામુક્કી કરતા સમયે હસી રહ્યા હતા

Tags :
Advertisement

.

×