Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં ડોલ્ફિન સેન્સસ: દેશની મુખ્ય નદીઓમાં 6,327 ડોલ્ફિન મોજૂદ

ભારતમાં નદી ડોલ્ફિનની વસ્તીના પ્રથમ અંદાજમાં જાણવા મળ્યું છે કે ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદી પ્રણાલીઓમાં 6,327 ડોલ્ફિન છે. તાજેતરના સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશમાં લગભગ 2397 ડોલ્ફિનની હાજરીની પુષ્ટિ થઈ છે.
ભારતમાં ડોલ્ફિન સેન્સસ  દેશની મુખ્ય નદીઓમાં 6 327 ડોલ્ફિન મોજૂદ
Advertisement
  • ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદી પ્રણાલીઓમાં 6,327 ડોલ્ફિન
  • ઉત્તર પ્રદેશમાં લગભગ 2397 ડોલ્ફિનની હાજરીની પુષ્ટિ
  • ડોલ્ફિન એક સંવેદનશીલ જળચર છે
  • ગુજરાતમાં કચ્છના દરિયા કિનારે ડોલ્ફિન જોવા મળે છે
  • ગંગા નદીમાં ડોલ્ફિન્સની સંખ્યા વધી છે

અમદાવાદઃ ભારત દેશની નદીઓમાં રહેતા વિવિધ જળચર પ્રાણીઓની સંખ્યા જાણવા માટે પ્રકૃતિ પ્રેમીઓ, પર્યાવરણ વિદો, એનિમલ લવર્સ અને અનવાયરોમેન્ટિસ્ટ હંમેશા આતૂર હોય છે. ધરતી પર વસતા પ્રાણીઓની જેમ પાણીના સ્ત્રોત(નદી, દરિયો વગેરે)માં રહેતા જળચર જીવોની વસ્તી ગણતરી પણ પર્યાવરણ સુરક્ષા માટે એટલી જ અગત્યની છે. હવે દેશની નદીઓમાં ડોલ્ફિનની વસ્તી કેટલી છે તેનો પ્રાથમિક અંદાજ કાઢવામાં આવ્યો છે. જેમાં દેશની મહત્વની નદીઓ ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુમાં 6,327 ડોલ્ફિન હોવાનું માલૂમ પડ્યું છે.

દેશની મુખ્ય નદીઓમાં 6,327 ડોલ્ફિન, ગંગા નદીમાં ડોલ્ફિન્સ વધી

એક સરકારી અહેવાલ મુજબ, ભારતમાં ડોલ્ફિનની વસ્તીના પ્રથમ અંદાજમાં જાણવા મળ્યું છે કે ગંગા, બ્રહ્મપુત્રા અને સિંધુ નદી પ્રણાલીઓમાં 6,327 ડોલ્ફિન છે. તાજેતરના સર્વેક્ષણમાં ઉત્તર પ્રદેશમાં લગભગ 2397 ડોલ્ફિનની હાજરીની પુષ્ટિ થઈ છે. જે સૂચવે છે કે ડોલ્ફિનને બચાવવા અને તેના સંવર્ધન માટે જે અભિયાનો હાથ ધરવામાં આવે છે તે સફળ રહેતા ગંગા નદીમાં ડોલ્ફિનની સંખ્યા વધી છે.

Advertisement

પ્રથમ વખત એક વ્યાપક સર્વે

સમગ્ર ભારત દેશની નદીઓમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી માટે પ્રથમ વખત વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. 'પ્રોજેક્ટ ડોલ્ફિન'ના ભાગ રૂપે 8 રાજ્યોમાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ રાજ્યોમાં યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ અને પંજાબનો સમાવેશ થાય છે. દેશમાં ડોલ્ફિનની વસ્તીનો અંદાજ કાઢવા માટે પ્રથમ વખત એક વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચોઃ  Waqf Billને લઈને પ્રશાંત કિશોરે નીતીશ કુમારને ઘેર્યા, કહ્યું- ઈતિહાસમાં તેમને દોષિત ઠેરવવામાં આવશે

ગુજરાત અને ડોલ્ફિન

જો ગુજરાતની વાત કરવામાં આવે તો કચ્છના મુન્દ્રા, જખૌ પોર્ટ વિસ્તારમાં અને કોરીક્રીક વિસ્તારના છીછરા પાણીમાં ડોલ્ફિન વધુ જોવા મળતી હોય છે. કચ્છના અદાણી પોર્ટના આસપાસના વિસ્તારમાં અગાઉ પણ ડોલ્ફિન જોવા મળી છે અને સોશિયલ મીડિયામાં પણ તેના વીડિયો વાયરલ થયા છે. સૌથી વધારે અબડાસાના નલિયા વિસ્તારમાંના દરિયાકાંઠાઓ પીંગલેશ્વર, સિંધોડી, સુથરી,જખૌ, મોહાડી સહિત દરિયાઈ પટ્ટામાં ડોલ્ફિન માછલીઓની હાજરી નોંધાઈ ચૂકી છે.

સંવેદનશીલ જળચર

ઉલ્લેખનીય છે કે ડોલ્ફિન એક સંવેદનશીલ જળચર છે. ડોલ્ફિન મનુષ્ય તરફથી મળતા સંકેતોને સહેલાઈથી અને ઝડપથી સમજી શકે છે. આ ઉપરાંત ડોલ્ફિન માછલી માનવીની જેમ જ હોંશિયાર, આનંદી અને રમતીયાળ હોય છે. આ માછલીઓનું ઝુંડ અવારનવાર જળસપાટી ઉપર આવીને કૂદકો મારે છે. સામાન્ય રીતે ડોલ્ફિન 5 થી 7 ફુટ સુધીની લંબાઈ ધરાવે છે અને ડોલ્ફિનમાં પણ વિવિધ જાતો જોવા મળે છે.

આ પણ વાંચોઃ  Waqf Bill : જૂની મસ્જિદો સાથે કોઈ છેડછાડ નહીં, બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યામાં વધારો

Tags :
Advertisement

.

×