મત ખરીદનારા ભાજપને મત ન આપશો! અરવિંદ કેજરીવાલે આપ્યું મોટું નિવેદન
- અરવિંદ કેજરીવાલે કહ્યું ગમે તેને મત આપો ભાજપને ન આપશો
- ભાજપ કોઇ પક્ષ નહી પરંતુ દેશને બરબાદ કરનાર ગદ્દારોનું જુથ છે
- ભાજપના પૈસા જરૂર લઇલો પરંતુ મત દેશભક્ત પાર્ટીને આપજો
Delhi Election 2025 : આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મતખરીદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, જે લોકો વોટના બદલે પૈસા આપે છે તો તે લોકશાહી માટે ખતરો છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે શાબ્દિક ટપાટપી
દિલ્હી વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી વધતી જઇ રહી છે. શુક્રવારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. સાથે જ આરોપ લગાવ્યો કે, ભાજપ દિલ્હીમાં મત ખરીદી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જેને મરજ્યી હોય મત આપો પરંતુ તેમને મત ન આપશો જે તમારા મત ખરીદવા માંગે છે.
આ પણ વાંચો : શ્રીલંકામાં ADANI ગ્રૂપને મોટો ઝટકો,એગ્રીમેન્ટ કેન્સલ કર્યાનો મોટો દાવો
ખુલ્લેઆમ ભાજપના લોકો પૈસા વહેંચી રહ્યા છે મત ખરીદી રહ્યા છે
એક વીડિયો બહાર પાડતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હી આ ચૂંટણી ખુબ જ અલગ થઇ રહી છે. ખુલ્લેઆમ ભાજપના લોકો પૈસા વહેંચી રહ્યા છે અને આ પોલીસના સંરક્ષણાં થઇ રહ્યું છે. આ દેશ માટે ખુબ જ ખતરનાક છે. બોલાચાલી અને કેટલાક નેતાઓ ખુલ્લેઆમ પૈસા વહેંચી રહ્યા છે.
जो आपका वोट पैसे या तोहफ़ों से खरीदना चाहे, उसे कभी वोट न दें। आपका वोट आपकी आवाज़ है, इसे पैसे या लालच में न बेचें। @ArvindKejriwal जी LIVE https://t.co/hfjUnryieN
— Aam Aadmi Party Delhi (@AAPDelhi) January 24, 2025
વોટ વેચવા ન દેશો
આ તેમનો ભ્રષ્ટાચારનો પસો છે તેમની પાસેથી પૈસા જરૂર લઇ લેજો પરંતુ મત જરા પણ વેચાવા ન દેતા. તેમની પાસે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે તે તો તમે જાણો છો. તેણે તમારા બધાના જ લુટેલા પૈસા કમાયા હવે પૈસા વહેંચી રહ્યા છે.
આ પણ વાંચો : Botad : માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી થતી કપાસની ખરીદીને લઈ મોટા સમાચાર, ખેડૂતોને અપીલ
મત ખરીદનારાઓ ગદ્દાર
પૂર્વ મુખ્યમંત્રીએ વીડિયોમાં કહ્યું કે, આ ભાજપવાળા 1100 રૂપિયામાં તમારા મત ખરીદવા માંગે છે. યાદ રાખો કે જેવી તમારી મરજી હોય મત આપજો. મને આપો કે ન આપો પરંતુ કોઇ અન્યને આપી દેજો પરંતુ બિલ્કુક તેવા લોકોને મત ન આપતા જે તમારા મત ખરીદવા માંગે છે. એવા લોકો દેશના ગદ્દાર છે. દેશના જનતંત્ર માટે ખતરો છે.
એક સાડી માટે મત વહેંચતા નહીં
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, તમને મતદાનનો અધિકાર બાબા સાહેબે અપાવ્યો અને તેના કિંમતી મતે એક સાડીમાં તમારો મત વેચી દેવો ન જોઇએ. હાલ આ લોકો વધારે પૈસા આપશે. આ પૈસા માટે જો તમે મત વેચી દીધો તો માની લેજો કે તમે દેશ વેચી દીધો.
તેમણે આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં ખુલ્લેઆમ પૈસા અને અન્ય સામાન વહેંચવામાં આવી રહ્યો છે. પોલીસના સંરક્ષણમાં આ બધુ જ વહેંચવામાં આવી રહ્યું છે. દેશ માટે આ ખુબ જ ખતરનાક તેમાંથી બધા જ પૈસા, સામાન લઇ લો પરંતુ ક્યારેય પણ તમારો મત વેચતા નહીં.
આ પણ વાંચો : ટ્રમ્પ વહીવટીતંત્રની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી, અનેક શહેરોમાં દરોડા


