Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Karnataka માં ડબલ મર્ડર, બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા, આરોપીઓની શોધખોળ ચાલુ

કર્ણાટકમાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. બે બાઇક સવારોના મોત બાદ પોલીસે વિશેષ ટીમો બનાવી છે. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલ પોલીસે આરોપીઓને શોધવા શોધખોળ આદરી છે.
karnataka માં ડબલ મર્ડર  બાઇક સવાર બે લોકોને ઘેરીને માર્યા  આરોપીઓની શોધખોળ ચાલુ
Advertisement
  • કર્ણાટકમાં ડબલ મર્ડરનો મામલો
  • આરોપીઓને પકડવા પોલીસે વિશેષ ટીમો બનાવી
  • આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ

Double murder in Karnataka : કર્ણાટકમાં ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે. યાદગીર જિલ્લાના શાહપુર વિસ્તારમાં આવેલા સદ્યાપુરા ગામ પાસે રવિવારે સવારે કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે ડબલ મર્ડરની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકોની ઓળખ માપન્ના (52) અને અલીસાબા (55) તરીકે થઈ છે. જ્યારે તેઓ સવારે 8 વાગ્યે શાહપુરથી બાઇક પર તેમના ગામ પરત ફરી રહી હતા ત્યારે તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.

પોલીસે ગુનેગારોને પકડવા માટે વિશેષ ટીમો બનાવી

પ્રાપ્ત માહિતી મુજબ, હત્યા પાછળ આરોપીનો હેતુ શું હતો? તે વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. પોલીસ કેસનો ઉકેલ લાવવા કામે લાગી છે. શાહપુર પોલીસે ગુનેગારોને પકડવા માટે વિશેષ ટીમો બનાવી છે અને તેમને શોધી રહી છે. આ ઘટના અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.

Advertisement

આ પણ વાંચો : Delhi ના જંતર-મંતર પર મુસ્લિમો કરશે હલ્લાબોલ, વકફ સુધારા બિલને લઈને વિરોધ પ્રદર્શન

Advertisement

ગયા વર્ષે પણ ડબલ મર્ડરની ઘટના બની હતી

કર્ણાટકમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો હતો. બે લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. મહિલાને મેસેજ કરવાને લઈને વિવાદ થયો હતો. આ કેસમાં પોલીસે 2 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના બેંગલુરુના યેલાહંકા વિસ્તારમાં બની હતી. મૃતકોમાંથી એક મૂળ નેપાળનો હતો અને તેની ઓળખ વિક્રમ સિંહ (21) તરીકે થઈ હતી, જ્યારે બીજા વ્યક્તિ છોટુ તુરી (33) બિહારનો રહેવાસી હતો. વિક્રમ એક ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. આરોપીઓની ઓળખ સમર અને સંગમ તરીકે થઈ છે, બંને નેપાળી મૂળના છે. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકે એક આરોપીની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હતો. આ કારણે દલીલ થઈ.

આ પણ વાંચો :  Maharana Pratap ના વંશજ અરવિંદ સિંહ મેવાડનું 80 વર્ષની વયે નિધન

Tags :
Advertisement

.

×