Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'દુબઈ ટ્રીપ, ફ્લેટ, કાર અને રૂપિયા 25 લાખ' Baba Siddiqueની હત્યા કરવા આરોપીઓને મળી હતી લાલચ!

બાબા સિદ્દીકી હત્યા કેસ: હત્યારાઓને 25 લાખ, કાર અને ફ્લેટનું વચન બાબા સિદ્દીકી હત્યા કેસમાં નવા ઘટસ્ફોટ: દુબઈ ટ્રીપ, 25 લાખ રૂપિયા અને ફ્લેટની લાલચ અત્યાર સુધીમાં આ કેસમાં 18 લોકોની ધરપકડ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા...
 દુબઈ ટ્રીપ  ફ્લેટ  કાર અને રૂપિયા 25 લાખ  baba siddiqueની હત્યા કરવા આરોપીઓને મળી હતી લાલચ
Advertisement
  • બાબા સિદ્દીકી હત્યા કેસ: હત્યારાઓને 25 લાખ, કાર અને ફ્લેટનું વચન
  • બાબા સિદ્દીકી હત્યા કેસમાં નવા ઘટસ્ફોટ: દુબઈ ટ્રીપ, 25 લાખ રૂપિયા અને ફ્લેટની લાલચ
  • અત્યાર સુધીમાં આ કેસમાં 18 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી (Baba Siddique) ની હત્યા કેસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મુંબઈ પોલીસે (Mumbai Police) અત્યાર સુધીમાં આ કેસમાં 18 લોકોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં જાણવામાં આવ્યું કે આ આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા બદલ કેટકેટલું આપવામાં આવવાનું છે તેનું વચન અપાયું હતું.

હત્યારાઓને આપેલી લાલચ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે 18માંથી 4 આરોપીઓને બાબા સિદ્દીકીની હત્યા બદલ 25 લાખ રૂપિયા, એક નવી કાર, એક ફ્લેટ અને દુબઈની ટ્રીપ આપવાનું વચન અપાયું હતું. એક મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા એક આરોપી રામફૂલચંદ કનોજિયાએ અન્ય 4 યુવાન શૂટરોને આ તમામ વસ્તુઓ આપવાનો વાયદો કર્યો હતો અને કહ્યું હતું કે તે આ બધી રકમ ઝીશાન અખ્તર પાસેથી મેળવશે.

Advertisement

હત્યારાઓને શું વચન અપાયું હતું

ઓક્ટોબરમાં ધરપકડ કરાયેલા રામફૂલચંદ કનોજિયાએ આરોપી રૂપેશ મોહોલ (22), શિવમ કોહર (20), કરણ સાલ્વે (19) અને ગૌરવ અપુને (23)ને સુપારીમાં દુબઈની ટ્રીપ, 25 લાખ રૂપિયા રોકડા, એક ફ્લેટ અને એક કાર આપવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીએ પોલીસને જણાવ્યું કે કનોજિયાએ આરોપી જીશાન અખ્તર (23) પાસેથી પૈસા લેવાના હતા.

Advertisement

ઝીશાન અખ્તર ફરાર

જીશાન અખ્તર હજુ ફરાર છે. તે પંજાબના જલંધરનો રહેવાસી છે અને તેના પર હત્યા સાથે જોડાયેલા લગભગ 10 બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાનો આરોપ છે. હત્યાને અંજામ આપવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓને તેણે કથિત રીતે રૂ. 4 લાખથી વધુ મોકલ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ચારેય આરોપીઓ ગરીબ પરિવારમાંથી આવતા હતા અને શૂટરમાંથી એકે પુણે નજીકના ખડકવાસલામાં ટ્રેનિંગ લીધી હતી. શરૂઆતમાં એવું નક્કી થયું હતું કે હત્યા માટે વધુ શૂટર્સ લેવામાં આવશે, પરંતુ બાદમાં સંખ્યા ઘટાડીને ત્રણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:  "ગામમાં ટ્રાન્સફોર્મર નહીં બદલાય જ્યાં સુધી..!" BJP MLA નો વિચિત્ર આદેશ

Tags :
Advertisement

.

×