Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Earthquake in Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના કારગિલમાં આવ્યો ભૂકંપ, લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ

Earthquake in Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના કારગિલની ધરતી ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. મળતી વિગતો પ્રમાણે કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ભૂંકપના...
earthquake in jammu and kashmir  જમ્મુ કાશ્મીરના કારગિલમાં આવ્યો ભૂકંપ  લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ
Advertisement

Earthquake in Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના કારગિલની ધરતી ભૂકંપથી ધ્રૂજી ઉઠી હતી. મળતી વિગતો પ્રમાણે કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે, ભૂંકપના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, લોકોએ તેને આકાશ સુધી ફરતો જોયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં સવારે લગભગ 7.15 વાગે ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપના કારણે લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા

નોંધનીય છે કે, ભૂંકપના કારણે અહીં લોકોના ઘરો અને દરવાજાઓ અને પંખા હલવા લાગ્યા હતા. ભૂકંપના કારણે લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. નોંધનીય છે કે, ભૂકંપના કારણે જોરદાર ગડગડાટ પણ સંભળાઈ હતી. કારગિલમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતું. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી, પરંતુ લોકોમાં ગભરાટનો માહોલ સર્જાઈ ગયો છે. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરે ભૂકંપની પુષ્ટિ કરી અને તેની તીવ્રતાનો અંદાજ લગાવ્યો.

Advertisement

Advertisement

છેલ્લા 2 મહિલામાં 4 વખત ભૂકંપના આંચકા આવ્યા

તમને જણાવી દઇએ કે, જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 2 મહિલામાં 4 વખત ભૂકંપના આંચકા આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે ગત 1 મેના રોજ કિશ્તવાડમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે આવેલા ભૂકંપ આવવાથી લોકો ધ્રૂજી ઉઠ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 આસપાસ માપવામાં આવી હતી, પરંતુ આ ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે જાનહાનિ થઈ નથી. આ સાથે 19 એપ્રિલે પણ કારગિલ અને લદ્દાકમાં ભૂકંપ આવ્યો હતો. આ સાથે 18મી એપ્રિલે કિશ્તવાડમાં પણ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4 હતી. કારગિલ સેક્ટરમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકાએ ભૂસ્તરશાસ્ત્રીઓની ચિંતા વધારી દીધી છે, કારણ કે કારગિલ દેશના સંવેદનશીલ વિસ્તારોમાંથી એક છે.

આ પણ વાંચો: Bijapur Naxal Encounter: છત્તીસગઢના જંગલમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન, 12 નક્સલવાદીઓેને કરાયા ઠાર

આ પણ વાંચો: CM Arvind Kejriwal: મેં કહ્યું હતું કે ને હું જલ્દી બહાર આવીશ, દિલ્હીના CM નો હુંકાર

આ પણ વાંચો: Brij Bhushan Singh: બ્રિજભૂષણ સિંહને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટો ઝટકો, 21 મેના રોજ થશે આગામી સુનાવણી

Tags :
Advertisement

.

×