ECI :‘જૂની બોટલમાં નવો દારૂ’,રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ
- હુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ (EC)
- તેમની વાતો જૂની બોટરમાં નવા દારૂ જેવી છે
- વેબસાઈટમાંથી ડેટા ડાઉનલોડ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા
- કોર્ટમાં રજૂ કરતાં સુપ્રીમ કોર્ટે તેમની અરજી રદ કરી
ECI : કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi)ઘણા સમયથી ચૂંટણી પંચ (ECI)પર અનેક આક્ષેપ કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર બનાવટી સરનામું, ઈલેક્ટ્રોનિક ડેટા ન આપવાનો, મતદાર યાદી ગોટાળા, મતદાન ટકાવારીમાં અચાનક વધારો થવાનો, ભાજપની મદદ કરવાનો અને બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાના અનેક આક્ષેપ કર્યા છે. ત્યારે હવે ચૂંટણી પંચે રાહુલના સવાલ અને આક્ષેપોનો જવાબ આપ્યો છે.
ચૂંટણી પંચે રાહુલ ગાંધીના આક્ષેપોનો જવાબ આપ્યો (ECI)
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીના જવાબ પર પ્રતિક્રિયા આપી છે. પંચે કહ્યું કે, ‘રાહુલ ગાંધીની સ્ક્રીપ્ટ જૂની છે. તેઓ એકની એક વાત કહી રહ્યા છે, તેમની વાતો જૂની બોટરમાં નવા દારૂ જેવી છે. પંચે કહ્યું કે, રાહુલ દ્વારા જે આક્ષેપો કરી રહ્યા છે, તેવા આક્ષેપો 2018માં કોંગ્રેસના તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે પણ કર્યા હતા. તે વખતે કમલનાથે ખાનગી વેબસાઈટમાંથી ડેટા ડાઉનલોડ કરીને સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા હતા. સાચી વાત એ છે કે, જે ખામીઓની વાત કરવામાં આવી છે, તેનો ચાર મહિના પહેલા નિકાલ કરી દેવાયો છે અને પાર્ટીને તેની કોપી અપાઈ છે.
આ પણ વાંચો -Bihar : ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાને 'ભ્રામક અને તથ્યહીન' કેમ ગણાવ્યા?
ECએ રાહુલનો આક્ષેપની કમલનાથના આરોપ સાથે સરખામણી કરી (ECI)
કમલનાથે 2018માં ‘સર્ચેબલ પીડીએફ’ મતદાર યાદીની માંગને આધાર બનાવ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કરતાં સુપ્રીમ કોર્ટે તેમની અરજી રદ કરી દીધી હતી. ચૂંટણી પંચે કહ્યું કે, ‘હવે 2025માં રાહુલને ખબર છે કે, તેમનો જૂનો દાવ નહીં ચાલે, તેથી તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા માટે મીડિયા દ્વારા આક્ષેપ કરી રહ્યા છે કે, એક જેવા નામ અનેક સ્થળોએ મતદાર યાદીમાં નોંધાયેલા છે.
આ પણ વાંચો -India Russia : બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત
‘રાહુલ સુપ્રીમ કોર્ટનું સન્માન કરતા નથી’
ચૂંટણી પંચે કહ્યું કે, જે આદિત્ય શ્રીવાસ્તવના નામે દાવો કરવામાં આવ્યો છે, તે નામથી ત્રણ રાજ્યોમાં મતદાર કાર્ડ બન્યા છે, જેને ત્રણ મહિના પહેલા સુધારી લેવાઈ છે. પંચે કહ્યું કે, કમલનાથના કેસમાં સુપ્રીમ કોર્ટે જે નિર્ણય સંભળાવ્યો હતો, તે કાયદા દ્વારા બનાવાયેલી સ્થિતિ છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા વારંવાર તેવા સવાલો ઉઠાવવા યોગ્ય નથી. તેઓ જે કરી રહ્યા છે, તેનાથી એવું લાગી રહ્યું છે કે, તેઓ સુપ્રીમ કોર્ટનું સન્માન કરતા નથી.