ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ED arrests: 3558 કરોડના કૌભાંડનો માસ્ટરમાઇન્ડ દેશ છોડે એ પહેલા EDએ દબોચ્યો!

ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ માસ્ટરમાઇન્ડ ઝડપાયો દિલ્હી એરપોર્ટ પર આરોપીની કરી ધરપકડ રોકાણકારો સાથે રૂ. 3558 કરોડની છેતરપિંડી Cloud Particle Scam: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 3,558 કરોડ રૂપિયાના કૌભાંડનો કથિત માસ્ટર માઇન્ડ સુખવિંદર...
01:47 PM Mar 02, 2025 IST | Hiren Dave
ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ માસ્ટરમાઇન્ડ ઝડપાયો દિલ્હી એરપોર્ટ પર આરોપીની કરી ધરપકડ રોકાણકારો સાથે રૂ. 3558 કરોડની છેતરપિંડી Cloud Particle Scam: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 3,558 કરોડ રૂપિયાના કૌભાંડનો કથિત માસ્ટર માઇન્ડ સુખવિંદર...
Cloud Particle Scam

Cloud Particle Scam: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI એરપોર્ટ) પરથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 3,558 કરોડ રૂપિયાના કૌભાંડનો કથિત માસ્ટર માઇન્ડ સુખવિંદર સિંહ ખારુર અને ડિમ્પલ ખારુરની ધરપકડ કરી છે. તે બંને દેશ છોડીને ભાગી જવાના ફિરાકમાં હતા. પરંતુ લુક આઉટ સર્ક્યુલર (LoC) ના કારણે તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા અને હાલમાં તેમની અટકાયત કરી છે.

જલંધરની કોર્ટે ED કસ્ટડીમાં ખસેડાયો

ED અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ધરપકડ વ્યૂનાઉ માર્કેટિંગ સર્વિસીસ લિમિટેડ (Vuenow Marketing Services Ltd.)અને તેની સંલગ્ન કંપનીઓ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે કરવામાં આવી છે. ધરપકડ બાદ બંને આરોપીઓને વધુ તપાસ માટે જલંધરની કોર્ટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પણ  વાંચો -Agra Accident:બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત!

ક્લાઉડ પાર્ટિકલ કૌભાંડ શું છે?

આ કૌભાંડ 'ક્લાઉડ પાર્ટિકલ સ્કેમ' તરીકે ઓળખવામાં આવે છે. જેમાં રોકાણકારોને ખોટા 'સેલ એન્ડ લીઝ-બેક' (SLB) મોડેલ દ્વારા છેતરવામાં આવ્યા હતા. એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર નોઈડા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર બાદ EDએ તેની તપાસ શરૂ કરી હતી. ED ની તપાસમાં સામે આવ્યું છે કે, ViewNow ગ્રુપના CEO અને સ્થાપક સુખવિંદર સિંહ ખારુરે તેમના સહયોગીઓ સાથે મળીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.

આ પણ  વાંચો -જાદવપુર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રી પર હુમલો! TMC ના SFI પર ગંભીર આરોપ

રોકાણકારો સાથે રૂ. 3558 કરોડની છેતરપિંડી થઈ

EDના જણાવ્યા પ્રમાણે ક્લાઉડ પાર્ટિકલ ટેક્નોલોજીના નામે રોકાણકારો પાસેથી મોટી રકમ એકઠી કરવામાં આવી હતી, પરંતુ તેના અસલી વ્યાપારનું તો કોઈ અસ્તિત્વ જ ન હતું અને રોકાણકારોને ગેરમાર્ગે દોરી તેને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવ્યું હતું. EDએ કહ્યું, 'આ ફર્જી રોકાણ યોજના દ્વારા રોકાણકારો પાસેથી લગભગ 3,558 કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ બિન-વાણિજ્યિક હેતુઓ માટે કરવામાં આવ્યો હતો.'

Tags :
airportCloud Particle ScamCrimeDelhi IGI airportedEnforcement Directorate
Next Article