Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ED Raid: ડરીશું નહી કે ઝૂકીશું પણ નહી, પુત્રની ધરપકડ મુદ્દે બોલ્યા ભૂપેશ બઘેલ

છત્તીસગઢના ભિલાઇથી ઇડીના દરોડા પૂર્વ સીએમ પુત્ર ચૈતન્ય બઘેલની  ધરપકડ લીકર સ્કેમમાં ધરપકડ કરવામાં આવી ED Raid : છત્તીસગઢના ભિલાઇથી ઇડી (ED Raid)દ્વારા પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના (Bhupesh Baghel)પુત્ર ચૈતન્ય બઘેલની (chhattisgarh) લીકર સ્કેમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી...
ed raid  ડરીશું નહી કે ઝૂકીશું પણ નહી  પુત્રની ધરપકડ મુદ્દે બોલ્યા ભૂપેશ બઘેલ
Advertisement
  • છત્તીસગઢના ભિલાઇથી ઇડીના દરોડા
  • પૂર્વ સીએમ પુત્ર ચૈતન્ય બઘેલની  ધરપકડ
  • લીકર સ્કેમમાં ધરપકડ કરવામાં આવી

ED Raid : છત્તીસગઢના ભિલાઇથી ઇડી (ED Raid)દ્વારા પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના (Bhupesh Baghel)પુત્ર ચૈતન્ય બઘેલની (chhattisgarh) લીકર સ્કેમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર મુજબ લીકર સ્કેમ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરાઇ છે. ત્યારે આ અંગે ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા સામે આવી છે.

પુત્રની ધરપકડ પર શું બોલ્યા ભૂપેશ બઘેલ?

ભૂપેશ બઘેલએ કહ્યું કે આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે. ગૃહમાં અદાણીનો ઝાડ કાપવાનો મુ્દો ઉઠાવવાનો હતો. જેથી ભિલાઇ નિવાસમાં ઇડીને મોકલી દીધી. વિધાનસભા જતી વખતે ભૂપેશ બઘેલે કહ્યું કે ગઇ વખતે મારા જન્મ દિવસે ઇડીને મોકલી હતી. આ વખતે મારા દિકરાના જન્મ દિવસે મોકલી. સાથે જ કહ્યું કે ભૂપેશ બઘેલ ન ડરશે કે ન ઝૂકશે. મારા દિરકાને ટાર્ગેટ બનાવાયો છે. અમે ડરનારા નથી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - PM મોદીની સભાના અતિ સુરક્ષિત ઝોન D એરિયા ઘૂસ્યા ત્રણ શંકાસ્પદ; ધરપકડ કરીને પૂછપરછ

કથિત દારૂ કૌભાંડ

કથિત દારૂ કૌભાંડ બાબતે ઘણા સમયથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય પર ચાલી રહેલ કાર્યવાહીના ભાગરૂપે આજે EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને આ દરમિયાન, કેન્દ્રીય એજન્સીએ ચૈતન્ય બઘેલની ધરપકડ પણ કરી છે.

આ પણ  વાંચો - 'INDIA' ગઠબંધનથી AAPનો સંબંધ તૂટ્યો, શું સંસદમાં નબળી પડશે વિપક્ષની એકજૂટ અવાજ?

કેસમાં નવા પુરાવા મળ્યા

કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના કેસમાં ઘણા સમયથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય પર એક કાર્યવાહી ચાલી રહી હતી . ત્યારે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કથિત દારૂ કૌભાંડને લગતા નવા પુરાવા મળતા આ કેસની કડીઓ પાકી બની હોવાથી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય પર કડક કાર્યવાહી કરવાના ઇરાદાથી શુક્રવારે સવારે ED એ દારૂ કૌભાંડ સંદર્ભે રાયપુરમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ સામે કાર્યવાહી કરીને ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×