Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અધધ 1 કરોડ કેસ અને 80 લાખના સોના સાથે કરોડોની સંપત્તિ ED એ કરી જપ્ત

ED Raid: ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહના નજીકના સંબંધીઓ પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જમીન કૌભાંડ મામલે ED ની બુધવારથી રેડ ચાલી રહી છે. 17 થી વધુ સ્થળોએ દરોડા પાડીને એજન્સીને 1 કરોડ 10 લાખ રૂપિયા રોકડા, 1.3 કિલો...
અધધ 1 કરોડ કેસ અને 80 લાખના સોના સાથે કરોડોની સંપત્તિ ed એ કરી જપ્ત
Advertisement

ED Raid: ઉત્તરાખંડના પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહના નજીકના સંબંધીઓ પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જમીન કૌભાંડ મામલે ED ની બુધવારથી રેડ ચાલી રહી છે. 17 થી વધુ સ્થળોએ દરોડા પાડીને એજન્સીને 1 કરોડ 10 લાખ રૂપિયા રોકડા, 1.3 કિલો સોનાના દાગીના, 10 લાખ રૂપિયાનું વિદેશી ચલણ, બેંક લોકર, ડિજિટલ ઉપકરણો અને કરોડોની સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. એજન્સી દ્વારા ઉત્તરાખંડ, દિલ્હી અને હરિયાણામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.

ED એ બૃજ બિહારી શર્મા, કિશન ચંદ્ર અને અન્ય સામે આઈપીસી, વન સંરક્ષણ અધિનિયન, વાઇલ્ડ લાઇફ (પ્રોટેક્શન) એક્ટ અને પીસી એક્ટ, 1988 ની અનેક ધારાઓ અંતર્ગત તકેદારી વિભાગ દેહરાદૂન દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

Advertisement

વિવિધ જગ્યાઓ પર રેડ પાડી હતી

ઉલ્લેખનીય છે કે, ઈડીએ આ રેડ પૂર્વ મંત્રી હરક સિંહ રાવતના નજીકના સંબંધીઓ બિજેન્દ્ર સિંહ કંડારી, બ્રિજ બિહારી શર્મા અને કિશન ચંદ્ર તથા બીજી પણ ધણી જગ્યાઓ પર રેડ પાડી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી વીરેન્દ્ર સિંહ કંડારી જે હરક સિંહ રાવતના નજીકના સંબંધી છે અને નરેન્દ્ર કુમાર વાલિયાએ હરત સિંહ રાવત સાથે ગુનાહિત કાવતરામાં એક જમીન માટે બે પાવર ઓફ એટર્ની નોંધવામાં આવી હતી.

Advertisement

ગેરકાનૂની જમીન પર કરી દીધું બાંધકામ

મળતી વિગતો પ્રમાણે આરોપીઓએ અવૈધ રૂપે તે જમીનને હરત રાવતની પત્ની દીપ્તી રાવત અને લક્ષ્મી સિંહને વેચી દીધી હતી. જેના પર દૂન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દેહરાદૂનનું નિર્માણ શ્રીમતી પૂર્ણા દેવી મેમોરિયલ ટ્રસ્ટ હેઠળ કરવામાં આવ્યું છે. ઈડીએ રેડ દરમિયાન આરોપી તત્કાલિન ડીએફઓ કિશન ચંદ અને તત્કાલીન ફોરેસ્ટ રેન્જર બ્રિજ બિહારી શર્માએ અન્ય અમલદારો અને તત્કાલિન વન મંત્રી હરકસિંહ રાવતે સાથે મળીને ગુનાહિત કાવતરું રચીને સરકારી નિયમોની અવગણના કરીને વધુ ટેન્ડર બહાર પાડીને 163 વૃક્ષો સામે ગેરકાયદેસર રીતે 6000થી વધુ વૃક્ષોનું નિકંદન કર્યું હતું.

આ પણ વાંચો: કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! પંજાબમાં AAP એ તોડ્યો ગઠબંધનો સાથ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×