ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Robert Vadra વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, હરિયાણા લેન્ડ ડિલ કેસમાં ચાર્જશીટ દાખલ

મની લૉન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રા ED ની કાર્યવાહી  11 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચાર્જશીટ દિલ્હી PMLA કોર્ટમાં દાખલ કરવામાં આવી Robert Vadra : EDએ હરિયાણાના શિખોપુર લેન્ડ ડિલ (Robert Vadra In Land Grab Case)સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં...
04:07 PM Jul 17, 2025 IST | Hiren Dave
મની લૉન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રા ED ની કાર્યવાહી  11 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચાર્જશીટ દિલ્હી PMLA કોર્ટમાં દાખલ કરવામાં આવી Robert Vadra : EDએ હરિયાણાના શિખોપુર લેન્ડ ડિલ (Robert Vadra In Land Grab Case)સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં...
Robert Vadra In Land Grab Case

Robert Vadra : EDએ હરિયાણાના શિખોપુર લેન્ડ ડિલ (Robert Vadra In Land Grab Case)સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રા સહિત 11 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ (Chargesheet Filed)દાખલ કરી છે. આ ચાર્જશીટ દિલ્હી PMLA કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રોબર્ટ વાડ્રા લાંબા સમયથી તપાસના દાયરામાં છે. આ ઘટના 2008માં ગુરૂગ્રામના શિખોપુર (હવે સેક્ટર 83)માં થયેલા એક વિવાદાસ્પદ જમીન સૌદા સાથે જોડાયેલી છે.

કોમર્શિયલ કોલોની માટે લાઇસન્સ જારી કર્યું

EDના જણાવ્યા અનુસાર, વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે 2008માં ઓંકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 3.53 એકર જમીન 7.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી. થોડા મહિના પછી, હરિયાણા સરકારે આ જમીન પર કોમર્શિયલ કોલોની માટે લાઇસન્સ જારી કર્યું, જેના કારણે તેની કિંમત લગભગ 700 ટકા વધી ગઈ. રાજ્યમાં ભૂપિન્દર સિંહ હુડ્ડાના નેતૃત્ત્વ હેઠળની કોંગ્રેસ સરકારનું શાસન હતું. સપ્ટેમ્બર 2012માં, સ્કાયલાઇટે આ જમીન DLFને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી. 2012માં, તત્કાલીન IAS અધિકારી અશોક ખેમકાએ આ સોદાને ગેરકાયદેસર ગણાવ્યો અને પરિવર્તન રદ કર્યું, ત્યારબાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો.

આ પણ  વાંચો-Ladakh : એર ડિફેન્સ સિસ્ટમ ક્ષેત્રે ભારતે મેળવી મહત્વની સિદ્ધિ, આકાશ પ્રાઈમનું સફળ પરિક્ષણ કરાયું

નફાને કથિત રીતે મની લૉન્ડ્રિંગ દ્વારા ફેરવવામાં આવ્યા

EDએ વાડ્રાને એપ્રિલ 2025માં ત્રણ દિવસ સુધી પૂછપરછ માટે બોલાવ્યા હતા જ્યાં તેમના નિવેદન PMLA હેઠળ દર્જ છે. તપાસમાં સામે આવ્યું કે આ સોદામાં થયેલા નફાને કથિત રીતે મની લૉન્ડ્રિંગ દ્વારા ફેરવવામાં આવ્યા હતા. આ ચાર્જશીટ અન્ય 10 આરોપીઓ વિરૂદ્ધ પણ છે જેમના નામ સાર્વજનિક કરવામાં આવ્યા નથી. આ ઘટનામાં કોર્ટે આગામી સુનાવણીની તારીખ નક્કી કરી છે.

Tags :
ed chargesheetgurugram land parcel caseRobert Vadrarobert Vadra trouble increase
Next Article