Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Election 2024: પુરી, કન્યાકુમારી કે વારાણસી... ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે મોદી?

Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ જોરદાર તૈયારી કરી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2024ની ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ કેન્દ્રમાં જીત મેળવી હૈટ્રીક લગાવી શકે છે. રામ મંદિરનું ઉદ્ઘાટન બીજેપી માટે ફાયદાકારણ સાબિત થઈ શકે...
election 2024  પુરી  કન્યાકુમારી કે વારાણસી    ક્યાંથી લોકસભાની ચૂંટણી લડશે મોદી
Advertisement

Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ જોરદાર તૈયારી કરી રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2024ની ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ કેન્દ્રમાં જીત મેળવી હૈટ્રીક લગાવી શકે છે. રામ મંદિરનું ઉદ્ઘાટન બીજેપી માટે ફાયદાકારણ સાબિત થઈ શકે છે. ફેબ્રુઆરીના અંતમાં લોકસભાની ચૂંટણીના તારીખો જાહેર થઈ શકે છે. આ સાથે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, પ્રધાનમંત્રી 2024ની લોકસભાની ચૂંટણી કઈ બેઠક પરથી લડવાના છે? 2019ની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલા આવી ચર્ચાઓ ચાલી રહી છે કે, પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી પોતાના વારાણસી સંસદીય ક્ષેત્ર સિવાય કોઈ બીજી બેઠક પરથી ચૂંટણી લડશે કે નહીં? અને જો કોઈ અન્ય બેઠક પરથી ચૂંટણી લડશે તો એ કઈ બેઠક હશે?

આ પણ વાંચો: જાન્યુ. માં જાહેર થશે ઉમેદવારોનું લિસ્ટ, આ નેતાઓની કપાઈ શકે ટિકિટ

Advertisement

કન્યાકુમારીથી લઈને પુરીનું નામ ચર્ચામાં

2024ની લોકસભાની ચૂંટણી લડવા માટે પ્રધાનમંત્રી પાછળ કન્યાકુમારીથી લઈને પુરી લોકસભા બેઠકનું નામ ચર્ચાઈ રહ્યું છે. કોઈ એવું પણ કહીં રહ્યું છે કે, દક્ષિણ વિસ્તારમાં બીજેપીનો વ્યાપ વધારવા માટે પ્રધાનમંત્રી જો કોઈ બેઠક પસંદ કરશે તો તે ઓરિસ્સામાં સંદેશ આપવા માટે પુરી બેઠક પરથી લડી શકે છે. પરંતુ બીજેપીના નેતાઓ આ ચર્ચાઓ પ્રત્યે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી રહ્યા નથી. તેઓ કહીં રહ્યા છે કે, પ્રધાનંત્રી મોદી કોઈ બીજી બેઠક પરથી ચૂંટણી લડશે કે કેમ, તે બાબતે અત્યારે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. કારણ કે,આ બાબતે કોઈને પણ કોઈ માહિતી નથી! તે નિર્ણય પ્રધાનમંત્રી ખુદ જ લેવાના છે. જો કે, 2019માં પણ આવી ચર્ચાઓ ચાલી હતી કે, પ્રધાનમંત્રી કોઈ બીજી બેઠક પરથી ચૂંટણી લડવાના છે.

Advertisement

વારાણસીથી ચૂંટણી લડ્યા હતા નરેન્દ્ર મોદી

2019માં અનેક ચર્ચાઓ બાદ અંતમાં પીએમ મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડ્યા હતા. 2014માં તેમણે બે સીટો પરથી ચૂંટણી લડી હતી. ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતી અને બરોડા સીટ પરથી પણ ચૂંટણી લડ્યા હતા. પછી તેઓ તે સીટ છોડીને વારાણસીના સાંસદ બન્યા હતા. જોકે, પ્રધાનમંત્રી 2024ની લોકસભા ચૂંટણી કઈ બેઠક પરથી લડવાના છે તેની અધિકારીક કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે, પ્રધાનમંત્રી જ્યાથી પણ ચૂંટણી લડશે તે રાજ્ય સાથે સાથે આજુબાજુના સંસદીય વિસ્તારને પણ અસર પડશે. મતલબ કે, આજુબાજુની બેઠકો પરથી પણ બીજેપીની જીપ થઈ શકે છે.

Tags :
Advertisement

.

×