EC : ચૂંટણી પંચે પવન ખેડાને આપી નોટિસ, 2 EPIC નંબરને લઇને કાર્યવાહી
- રાહુલ ગાંધી સતત ભાજપ પર વોટ ચોરીના મુદ્દે ઘેરી (EC)
- પવન ખેડા પાસે બે EPIC નંબર હોવાનો ભાજપનો દાવો
- ચૂંટણી પંચે પવન ખેડાને નોટિસ ફટકારી
EC : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત ભાજપ પર વોટ ચોરીના મુદ્દે ઘેરી રહ્યા છે. હવે ભાજપે કોંગ્રેસ(Congress) નેતા પવન ખેડા (Pawan Khera)પર બે વોટર ID કાર્ડ (2 voter IDs)રાખવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે ( Election Commission) પવન ખેડાને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
પવન ખેડા પાસે બે EPIC નંબર હોવાનો ભાજપનો દાવો
મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલના પ્રમુખ અમિત માલવીયે વોટ ચોરી પર કોંગ્રેસ પર પલટવાર કરતા પવન ખેડા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. અમિત માલવીયાએ દાવો કર્યો હતો કે પવન ખેડાએ બે ચૂંટણી વિસ્તારમાં મતદાર યાદીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી રાખ્યુ છે આ સાથે પવન ખેડાના બે ઓળખ પત્ર નંબર પણ શેર કરવામાં આવ્યા છે જેમાંથી એક નંબર જંગપુરા વિધાનસભા વિસ્તાર અને બીજો નવી દિલ્હી વિધાનસભા વિસ્તારમાં છે.
આ પણ વાંચો -Maratha Andolan : મહારાષ્ટ્ર સરકારને આખરે ઝૂકવું પડ્યું! પ્રતિનિધિમંડળે મરાઠા આંદોલનની માંગણીઓ સ્વીકારી
તેજસ્વી યાદવ સહિતના નેતાઓ પાસે બે EPIC નંબરને લઇને થયો હતો વિવાદ
ચૂંટણી પંચે પ્રથમ વખત કોઇને નોટિસ ફટકારી નથી. આ પહેલા તેજસ્વી યાદવ, વિજય કુમાર સિન્હા, રેણુ દેવી જેવા નેતાઓ પાસે પણ બે-બે વોટર આઇડી કાર્ડ મળ્યા હતા. ચૂંટણી પંચે આ તમામ લોકોને નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો. Representation of Peoples Act 1951, Section 62, Subclause 2 એમ કહે છે કે કોઇ પણ વ્યક્તિ એક કરતા વધારે વિધાનસભામાં મત નાખી શકતો નથી. જેના લઈને ફરી વિવાદમાં આવ્યા છે.
આ પણ વાંચો -Bihar Bandh : NDAની 4 સપ્ટેમ્બરે બિહાર બંધની જાહેરાત, મહિલા કાર્યકર્તાઓ સંભાળશે મોરચો
કોંગ્રેસ નેતાએ વાતચીતમાં કહ્યું, જે અનુરાગ ઠાકુરે કર્યું, અમિત માલવિયાએ પણ એ જ કર્યું. બંને અમને નિશાન બનાવવા માંગતા હતા. પરંતુ અંતે તેમણે ચૂંટણી પંચ પર હુમલો કર્યો. અમે આ મુદ્દો ઉઠાવી રહ્યા છીએ, રાહુલ ગાંધી આ જ કહી રહ્યા છે. હવે હું જાણવા માંગુ છું કે શું દિલ્હીમાં મારા મતનો દુરુપયોગ થયો અને તે ભાજપને ગયો.મને આના CCTV ફૂટેજ જોઈએ છે.