Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ECI : વોટ ચોરીના આરોપો વચ્ચે આવતીકાલે પત્રકાર પરિષદ કરશે ચૂંટણી પંચ

ECI : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જાહેરાત કરી છે કે તે 17 ઓગસ્ટ રવિવારના રોજ બપોરે 3 વાગ્યે નવી દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ માહિતી ચૂંટણીપંચ ના ડાયરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવી છે....
eci   વોટ ચોરીના આરોપો વચ્ચે આવતીકાલે પત્રકાર પરિષદ કરશે ચૂંટણી પંચ
Advertisement

ECI : ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જાહેરાત કરી છે કે તે 17 ઓગસ્ટ રવિવારના રોજ બપોરે 3 વાગ્યે નવી દિલ્હીના રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ માહિતી ચૂંટણીપંચ ના ડાયરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીઓ મહત્વપૂર્ણ જાહેરાતોની સાથે વોટર સંબંધિત અપડેટ્સ શેર કરી શકે છે. ચૂંટણીપંચની આ પ્રેસ કોન્ફરન્સ આગામી ચૂંટણીઓ અને મતદાર યાદી સુધારણા સાથે સંબંધિત હોઈ શકે છે.

વોટ ચોરી'ના આરોપોથી ઘેરાયેલું ચૂંટણી પંચ (ECI)

જણાવી દઈએ કે,છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી (Rahul Gandhi)સહિત વિપક્ષી નેતાઓએ ચૂંટણીપંચ ઉપર 'વોટ ચોરી'નો ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારે આવા ગંભીર આરોપોથી ઘેરાયેલું ભારતીય ચૂંટણી પંચ હવે આ આરોપો પર પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે. હકીકતમાં આ પ્રેસ કોન્ફરન્સ એવા સમયે થઈ રહી છે જ્યારે વિપક્ષી પક્ષો ખાસ કરીને કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં કથિત હેરાફેરી અને 'વોટ ચોરી'નો આરોપ લગાવીને પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.

Advertisement

'મત ચોરી'ના આરોપોનો ક્રમ (ECI)

છેલ્લા કેટલાક મહિનાઓથી ખાસ કરીને 2024ની લોકસભા ચૂંટણી (ECI) અને ત્યારબાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓ પછી વિરોધી પક્ષોએ મતદાર યાદીમાં વ્યાપક ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, કર્ણાટકની બેંગલુરુ મધ્ય લોકસભા બેઠકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારનું વિશ્લેષણ કરીને લગભગ 1,00,250 મતોની ચોરી થયાનો આરોપ લગાવ્યો છે.તેમણે મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારો,નકલી સરનામાં અને એક જ સરનામા હેઠળ અનેક નામ ધરાવતા મતદારો સહિતના ગંભીર આરોપ લગાવ્યા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જો આવા ગોટાળા ન થયા હોત,તો કોંગ્રેસ કર્ણાટકમાં 16 લોકસભા બેઠકો જીતી શકી હોત, પરંતુ તેને ફક્ત 9 બેઠકો મળી.

Advertisement

આ પણ  વાંચો -Trump-Putin Meet : ટ્રમ્પ અને પુતિનની મુલાકાત અંગે ભારતનું મોટું નિવેદન

પ્રેસ કોન્ફરન્સની સત્તાવાર માહિતી જાહેર નથી કરાઇ

જોકે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે, ચૂંટણી પંચ કોંગ્રેસ પક્ષ દ્વારા લગાવવામાં આવેલા 'વોટ ચોરી'ના આરોપોનો જવાબ આપી શકે છે.

આ પણ  વાંચો -Belagavi : મુંબઈ જતી ફ્લાઈટમાં સર્જાઈ ટેકનિકલ ખામી, કરવું પડ્યું ઇમર્જન્સિ લેન્ડિંગ!

65 લાખ મતદારોની વિગતો આપો : કોર્ટ

જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારની મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માં પારદર્શિતા વધારવા માટે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા 65 લાખ મતદારોની વિગતો પ્રકાશિત કરવા અને તેમને શામેલ ન કરવાના કારણો પણ આપવાનો ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદીના SIR કરવાના ચૂંટણી પંચના 24 જૂનના નિર્ણયને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.જે લોકો મૃત્યુ પામ્યા અથવા સ્થળાંતર કરી ચૂક્યા છે અથવા અન્ય મતવિસ્તારમાં ગયા હોય તેમના નામની યાદી પંચાયત સ્તરની કચેરી અને જિલ્લા સ્તરના ચૂંટણી અધિકારીઓની કચેરીમાં કારણો સાથે પ્રદર્શિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×