Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Emergency Landing : એર ઈન્ડિયાની દિલ્હી જતી ફ્લાઈટ ચેન્નાઈમાં ડાયવર્ટ કરાઈ, કેસી વેણુગોપાલ સહિત સાંસદો હતા સવાર

તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયા (Air India) ની ફ્લાઈટ AI2455 નું ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાયું. આ ફ્લાઈટમાં સાંસદો સવાર હતા. વાંચો વિગતવાર.
emergency landing   એર ઈન્ડિયાની દિલ્હી જતી ફ્લાઈટ ચેન્નાઈમાં ડાયવર્ટ કરાઈ  કેસી વેણુગોપાલ સહિત સાંસદો હતા સવાર
Advertisement
  • Air India ની ફ્લાઈટ AI2455 નું ચેન્નાઈમાં Emergency Landing કરાયું
  • તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 100 મુસાફરો હતા
  • આ મુસાફરોમાં કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલ પણ હતા
  • Air India એ આ ઘટના અંગે મુસાફરોની માફી માંગી હતી

Emergency Landing : એર ઈન્ડિયાની ફ્લાઈટને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના છાશવારે બનતી જાય છે. ગતરોજ આવી જ એક ઘટના તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 સાથે બની હતી. આ ફ્લાઈટ દિલ્હી જઈ રહી હતી ત્યારે ટેકનિકલ ખામીઓ અને હવામાનની સ્થિતિને કારણે સાવચેતીના પગલા તરીકે ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદો મુસાફરી કરી રહ્યા હતા.

Advertisement

એર ઈન્ડિયાએ માફી માંગી

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 તિરુવનંતપુરમથી દિલ્હી જઈ રહી હતી. આ મુસાફરી દરમિયાન ટેકનિકલ ખામીઓ અને હવામાનની સ્થિતિને કારણે સાવચેતીના પગલા તરીકે ચેન્નાઈ ડાયવર્ટ કરવી પડી હતી. ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) સફળ રહ્યું હતું. આ વિમાનમાં કુલ 100 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. મુસાફરોને સહી સલામત વિમાનમાંથી ઉતારી લેવાયા હતા. જો કે એર ઈન્ડિયાએ આ ઘટના અંગે મુસાફરોની માફી માંગી હતી.

Advertisement

આ પણ વાંચોઃ ‘શિક્ષણ અને સારવાર સામાન્ય લોકોની પહોંચથી દૂર’, મોહન ભાગવતે વ્યક્ત કરી ચિંતા

કેસી વેણુગોપાલ સહિત અનેક સાંસદો હતા સવાર

તિરુવનંતપુરમથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2455 નું ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ (KC Venugopal) પણ હતા. તેમના સિવાય અન્ય સાંસદો સહિત કુલ 100 લોકો દિલ્હીનો પ્રવાસ કરી રહ્યા હતા. ચેન્નાઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ સફળ રહેતા એર ઈન્ડિયા, મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈમરજન્સી લેન્ડિંગ બાદ સત્વરે વિમાનના ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ તમામ મુસાફરોની માફી માંગી હતી અને તેમના પ્રવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા Anand Sharma એ પાર્ટીના વિદેશ વિભાગમાંથી આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×