Entertainmen: લોકસભામાં વંદે માતરમ પર 10 કલાક સુધી બબાલ, સિંગરે કહ્યું દેશની સમસ્યાઓ સોલ્વ થઈ ગઈ!
- લોકસભામાં Vande Mataram પર ચર્ચાને લઈને સિંગરનો કટાક્ષ
- Singer વિશાલ દદલાનીએ Social media માં નીકાળી ભડાસ
- 10 કલાકની ચર્ચા, દેશની સમસ્યાઓનું સમાધાન થઈ ગયુંઃ દદલાની
- "વાયુ પ્રદૂષણ, બેરોજગારી અને ઈન્ડિગોની સમસ્યા સમાપ્ત થઈ ગઈ"
Entertainmen: લોકસભામાં રાજનેતાઓ દેશની વર્તમાન સમસ્યાઓને છોડીને વંદે માતરમ ગીત પર વાદ-વિવાદ કરી રહ્યા છે. ત્યારે બોલીવુડ (Bollywood) સિંગરે આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. ગાયક કલાકાર અને મ્યૂઝિક કંપોઝર (Music composer) વિશાલ દદલાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને સરકાર પર કટાક્ષ કરે છે.
Entertainmen: વિશાલ દદલાનીએ કટાક્ષ કર્યો
વિશાલ દદલાનીએ એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે. જેમાં તે પહેલા તો લોકોને સંબોધીને ખુશખબરી આપે છે. અને કહે છે કે, આપણી લોકસભામાં સાંસદોએ વંદે માતરમ ગીત પર 10 કલાક સુધી ચર્ચા કરી છે. વંદે માતરમ જે દેશનું રાષ્ટ્રીય ગાન છે. આ ગીતને બંકિમચંદ્ર ચેટર્જી (Bankim Chandra Chatterjee) એ લખ્યું હતું. આ ગીત પર ઘણો બધો વિવાદ થયો. વિશાલે આગળ કહ્યું કે, આ ચર્ચાનું કારણ હું બતાવું છું. દેશમાં બેરોજગારીની સમસ્યા દૂર થઈ ગઈ છે. ઈન્ડિગોવાળી પ્રોબ્લેમ (Problem) પણ સોલ્વ થઈ ગઈ છે. વાયુ પ્રદૂષણ દૂર થઈ ગયું છે. વિચારો 10 કલાક સુધી એક કવિતા પર ચર્ચા કરવામાં આવી છે. પણ દેશની મુખ્ય સમસ્યાઓનો ઉલ્લેખ નથી કરાયો. પણ હવે આ બધી સમસ્યા એક ગીત પર ચર્ચા કરવાથી સમાપ્ત થઈ ગઈ છે. વધુમાં વિશાલ દદલાનીએ કહ્યું કે, આ લોકસભા (Lok Sabha) ની ચર્ચા માટે તમારા જ ટેક્સના રૂપિયાનો ખર્ચ થાય છે. પાર્લામેન્ટ (Parliament) ની કામગીરીમાં એક મિનિટ પાછળ અઢી લાખ રૂપિયા ખર્ચાય છે. 10 કલાક મતલબ 600 મિનિટનો સમય થયો. હવે તમે જ હિસાબ કરી લો કેટલા રૂપિયાનો ખર્ચો થયો હશે.
View this post on Instagram
Vishal Dadlani ના કટાક્ષને લોકોએ સમર્થન આપ્યું
વિશાલ દદલાનીએ કરેલી આ પોસ્ટ પર લોકોએ ભરી ભરીને રિએક્શન (Reaction) આપ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, 100 કલાક સુધી ચર્ચા કરશે તો, ભારત ત્રણથી આગળ નીકળી જશે?, અન્યએ લખ્યું કે, જુદા જ પ્રકારની રોસ્ટિંગ (Roasting) છે. અન્ય યુઝરે કોમેન્ટ કરી, મત કર લાલા મત કર. તો અન્યએ એવુ લખ્યું કે, સર તમે દેશદ્રોહી બની જશો. જ્યારે બીજા વ્યક્તિએ વિશાલને કહ્યું કે, કોઈએ તો બોલવાની હિંમત કરી.
આ પણ વાંચો- ગર્લફ્રેન્ડ માહિકા શર્માને કારણે હાર્દિક પંડ્યા પેપરાઝી પર ભડક્યો, શું છે મામલો?
શું છે રાષ્ટ્રીય ગાન પર ચર્ચાનો વિવાદ?
બંકિમચંદ્ર ચેટર્જીએ લખેલા વંદે માતરમ ગીતને લઈને હાલ રાજનેતાઓમાં વિવાદ છંછેડાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કહ્યું હતું કે, વંદે માતરમ ભારતની સ્વતંત્રતા સંગ્રામમાં અવાજ બન્યું હતું. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા કહ્યું હતું કે, વર્ષ 1937માં આ ગીતમાં છેડછાડ કરવામાં આવી હતી. બસ ત્યારબાદથી રાષ્ટ્રીય ગાન વિવાદનો મુદ્દો બની ગયું છે. અને લોકસભામાં 10 કલાક સુધી ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો- અક્ષય ખન્નાનો વાયરલ ડાન્સ સ્ટેપ: શું 36 વર્ષ જૂનો વિનોદ ખન્નાનો લૂક થયો કોપી?


