Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વોટચોરીના આરોપો વચ્ચે મતગણતરીના નિયમોમાં મોટો ફેરફાર, જાણો શું છે નવો નિયમ?

ચૂંટણી પંચે મતગણતરીની પારદર્શિતા વધારવા માટે આ નવો નિયમ લાગુ કર્યો છે. જાણો આ ફેરફારની મતગણતરી પર શું અસર થશે અને શા માટે આ નિર્ણય લેવાયો.
વોટચોરીના આરોપો વચ્ચે મતગણતરીના નિયમોમાં મોટો ફેરફાર  જાણો શું છે નવો નિયમ
Advertisement
  • ચૂંટણીપંચે મતગણતરીની પ્રક્રિયામાં કર્યો ફેરફાર (EVM Postal Ballot Counting)
  • EVM અને VVPATના મત ગણતરીમાં ફેરફાર
  • હવે VVPATની ગણતરી બાદ જ EVMના મતની ગણતરી થશે
  • સમગ્ર પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ભૂલરહિત બનાવવાનો

ભારતના ચૂંટણી પંચે મતગણતરીની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવેથી, EVM અને VVPATના મતોની ગણતરી ફક્ત ત્યારે જ શરૂ થશે જ્યારે પોસ્ટલ બેલેટની ગણતરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ પહેલાં, EVMની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી સાથે-સાથે અથવા તેના પૂર્ણ થયા પહેલાં પણ ચાલુ રાખી શકાતી હતી.

ચૂંટણી પંચનું કહેવું છે કે આ પગલું મતગણતરીમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા લાવવા માટે લેવામાં આવ્યું છે. આ નવા નિયમનો હેતુ સમગ્ર પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને ભૂલરહિત બનાવવાનો છે.

Advertisement

શું છે નવો નિયમ? (EVM Postal Ballot Counting)

મતદાનના દિવસે, પોસ્ટલ બેલેટની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થાય છે, જ્યારે EVMની ગણતરી સવારે 8:30 વાગ્યે શરૂ થાય છે. નવા નિયમ અનુસાર, હવે પોસ્ટલ બેલેટના મતોની ગણતરી સંપૂર્ણપણે પૂરી થયા પછી જ EVMની ગણતરીનો બીજો તબક્કો શરૂ થશે.

Advertisement

આ નિયમ લાગુ થવાથી, પોસ્ટલ બેલેટ અને EVMના મતોનો રેકોર્ડ અલગ-અલગ રાખવામાં આવશે, જેનાથી ભૂલ થવાની શક્યતા ઓછી થશે. આ નિર્ણયથી રાજકીય પક્ષો અને ઉમેદવારોનો મતગણતરી પ્રક્રિયા પરનો વિશ્વાસ વધશે.

આ પણ વાંચો : કર્ણાટક હાઈકોર્ટનો X(Twitter)ને આદેશ: ભારતમાં રહેવું હોય તો કાયદા પાળો

શા માટે આ ફેરફાર કરવામાં આવ્યો? (EVM Postal Ballot Counting)

તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન, રાજકીય પક્ષો દ્વારા પોસ્ટલ બેલેટ અને EVMની ગણતરીની પદ્ધતિ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ વિવાદોને ટાળવા અને મતગણતરીની પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચે આ નવો નિયમ અમલમાં મૂક્યો છે.

નિયમનું પાલન કરવા કડક આદેશ

ચૂંટણી પંચે તમામ મતગણતરી કેન્દ્રોને આ નિયમનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ ફેરફાર ખાસ કરીને તે કેન્દ્રો પર લાગુ પડશે જ્યાં પોસ્ટલ બેલેટની મોટી સંખ્યામાં ગણતરી થવાની છે. તેનાથી મતગણતરીની વિશ્વસનીયતામાં વધારો થશે અને તમામ મતોની સાચી ગણતરી સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો :   Bihar ચૂંટણીને લઈ BJP ની મોટી જાહેરાત, સી.આર.પાટીલને અપાઈ મહત્વની જવાબદારી

Tags :
Advertisement

.

×