અત્યંત દારૂણ! ગર્ભવતિ મહિલાને આવ્યો હાર્ટએટેક, મા અને બાળક બંન્નેનું મોત
- મહિલાને પ્રસવપીડા થતા હોસ્પિટલ લઇ જવાઇ હતી
- આદિવાસી મહિલાને હાર્ટ એટેક આવતા બંન્નેના મોત
- ડોક્ટરોએ બાળકને બચાવવા માટે અનેક પ્રયાસો કર્યા
પાલઘર : જિલ્લાની એક હોસ્પિટલમાં પ્રસવ દરમિયાન 31 વર્ષીય એક મહિલાનું મોત થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલાને હાર્ટ એટેક આવ્યો હતો અને આ દરમિયાન બાળકનું પણ મોત નિપજ્યું હતું.
મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં બની ઘટના
મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર પાલઘર જિલ્લામાં એક હોસ્પિટલમાં પ્રસવ દરમિયાન 31 વર્ષીય એક મહિલાનું મોત થઇ ગયું હતું. એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર પાલઘર જિલ્લાની એક હોસ્પિટલમાં પ્રસવ દરમિયાન 31 વર્ષીય એક મહિલાનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : તપોભૂમિ ગ્રંથનું આજે વિમોચન : ગુજરાતની આદ્યાત્મિક વિરાસતનાં થશે સચિત્ર દર્શન
મહિલા અને બાળકને બચાવવાનો પ્રયાસ કરાયો
વિક્રમગઢ તાલુકાના ગલટારે ગામની કુંતા વૈભવ પદવલેને પ્રસવ પીડા થયા બાદ મંગળવારે રાત્રે સ્થાનિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ત્યાર નવ મહિનાની ગર્ભવતી મહિલાને જવાહરની સરકારી પતંગશાહ કોટેજ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી. જો કે પ્રસવ દરમિયાન તેની મૃત્યુ થઇ ગઇ.
મહિલા એકદમ સ્વસ્થય હતી અને અચાનક એટેક આવ્યો
જવાહર હોસ્પિટલના ચિકિત્સા અધીક્ષક ભરત મહાલેએ કહ્યું કે, આદિવાસી મહિલા એકદમ સ્વસ્થય હતી જો કે પ્રસવ દરમિયાન તેને અચાનક હૃદય હુમલો આવ્યો હતો. જેના કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. તેમણે કહ્યું કે, ડોક્ટરે બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને બચાવી શક્યા નહોતા. તેમણે જણાવ્યું કે, શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયું છે.
આ પણ વાંચો : Delhi ના રહેવાસીઓને PM મોદીની ભેટ, 1675 નવા ફ્લેટનું લોકાર્પણ
સેંકડો લોકોને હાર્ટએટેક આવ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત દિવસોમાં ઓછી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે. અનેક મામલા સામે આવ્યા છે જ્યાં કોઇ ઓફીસમાં ભોજન લેતા લેતા હાર્ટ એટેકનો શિકાર બન્યો તો કોઇ જીમમાં વર્કઆઉટ કરતા અનેક લોકો તો લગ્નમાં નાચતા નાચતા કેટલાક લોકોને હાર્ટ એેક આવ્યો અને તેમણે જીવ ગુમાવ્યો.
આ પણ વાંચો : Surat : સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો! વધુ 6 Bogus Doctors ઝડપાયા