ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પંજાબ-હરિયાણાના ખેડૂતો NASA ને પણ બનાવી રહ્યા છે ઉલ્લુ, સેટેલાઇટ પસાર થયા બાદ કરે છે કાંડ...

ભુંસુ સળગાવવા અંગે પંજાબ અને હરિયાણાના ખેડૂત NASA ના સેટેલાઇટને પણ ઉલ્લુ બનાવે છે. કોરિયન સેટેલાઇટના રેડિએશન ડેટા અને ઇમેજનરીથી માહિતી મળી.
01:52 PM Nov 19, 2024 IST | KRUTARTH JOSHI
ભુંસુ સળગાવવા અંગે પંજાબ અને હરિયાણાના ખેડૂત NASA ના સેટેલાઇટને પણ ઉલ્લુ બનાવે છે. કોરિયન સેટેલાઇટના રેડિએશન ડેટા અને ઇમેજનરીથી માહિતી મળી.
Farmers are smarter than NASA scientists

નવી દિલ્હી : ભુંસુ સળગાવવા અંગે પંજાબ અને હરિયાણાના ખેડૂત NASA ના સેટેલાઇટને પણ ઉલ્લુ બનાવી રહ્યા છે. કોરિયન સેટેલાઇટના રેડિએશન ડેટા અને ઇમેજનરીથી માહિતી મળે છે કે, નાસા સેટેલાઇટના ઓવરપાસ થયા બાદ ખેડૂતો એક સાથે પરાલીને સળગાવી રહ્યા છે.

દિલ્હી-NCR ગેસ ચેમ્બર બની ચુક્યું છે

વાયુ પ્રદૂષણની સ્થિતિ એવી છે કે, દિલ્હી-NCR પર ગેસ ચેમ્બર બની જવાના કારણે ખતરો પેદા થયો છે. સ્થિતિ બગડવાના કારણે સુપ્રીમ કોર્ટે શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. શાળાઓ ઓનલાઇન મોડ પર ચાલી રહી છે. આ અંગે પંજાબ અને હરિયાણાથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આંકડાઓમાં આ વર્ષે પરાલી સળગાવવાની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ નિષ્ણાંતોનો એક વર્ગ ચિંતિત છે કે ઉત્તર પશ્ચિમ ભારતના ખેડૂત પરાલી સળગાવવા માટે નાસાની સેટેલાઇટથી બચીને નિકળી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot મનપાની જનરલ બોર્ડની બેઠકમાં જામ્યું શાબ્દિક યુદ્ધ, જુઓ આ Video

NASA ને પણ ઉલ્લુ બનાવી રહ્યા છે ખેડૂતો

જેનું માનવું છે કે, ખેડૂતોએ નાસાને ચકમો આપવાની પદ્ધતી શોધી લીધી છે. કોરિયન સેટેલાઇટે તેના પુરાવા પણ રજુ કર્યા છે. બીજી તરફ સોમવારે માત્ર પંજાબમાં જ 1251 પરાલી સળગાવવાની ઘટનાઓ નોંધાઇ છે. મુક્તસર જિલ્લો પરાલી સળગાવવાની 247 ઘટનાઓની સાથે રાજ્યમાં ટોપ પર રહ્યું. જ્યારે મોગામાં 149 ઘટનાઓ થઇ. ફિરોઝપુરમાં પરાલી સળગાવવાની 130 ઘટનાઓ, બઠિંડા 129, ફાજિલ્કામાં 94, ફરીદકોટમાં 88, તરનતારનમાં 77 અને ફિરોઝપુરમાં 73 ઘટનાઓ નોંધાઇ છે.

આ પણ વાંચો : Tirupati: બિન હિન્દુ કર્મચારીઓ બદલી કરાવી દે કાં VRS લઇ લે...

નાસાને કઇ રીતે ઉલ્લુ બનાવી રહ્યા છે ખેડૂત

પંજાબના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓ ઓછી રિપોર્ટિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ખેતરમાં આગ લાગવાની ઘટનાઓ પર નજર રાખનારા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે અનેક ખેડૂતો બપોર બાદ અનાજના અવશેષોને આગ લગાવી રહ્યા છે, જેથી સેટેલાઇટથી બચી શકાય. બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે દાવો કર્યો કે, ગત્ત વર્ષની તુલનામાં ખેતરોમાં આગ લાગવાની ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે, જો કે બપોરે 3 વાગ્યા બાદ આ ઘટનાઓ ઝડપથી થઇ રહી છે. કોરિયન સેટેલાઇટના રેડિએશન ડેટા અને ઇમેજનરી પરથી માહિતી મળે છે કે નાસા સેટેલાઇટના ઓવરપાસ થયા બાદ પરાલી સળગાવાઇ રહી છે.

આ પણ વાંચો : દિલ્હીમાં થશે Artificial rain? મંત્રી ગોપાલ રાયે કેન્દ્ર પાસે માંગી મદદ

શું કહી રહ્યા છે નાસાના અધિકારી

નાસા ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના એક વરિષ્ઠ અધિકારી હિરેન જેઠવાએ 25 ઓક્ટોબરના રોજ એક્સ પર લખ્યું કે, શું ઉત્તર-પશ્ચિમ ભારત અને પાકિસ્તાનના ખેડૂતો પરાલી સળગાવવા માટે સેટેલાઇટને ચકમો આપી રહ્યા છે? GEO-KIMPSAT 2A સેટેલાઇટ તસ્વીરોની બારીકીઓથી નિરીક્ષણ કરવાથી માહિતી મળી કે બપોરે ત્રણ વાગ્યા બાદ આ વિસ્તારમાં ધુમાડાઓના ગુબ્બારો જોવા મળે છે. જમીની સ્તર પર તેની તપાસ જરૂરી છે.

આ પણ વાંચો : G20 Family Photoમાંથી જો બાઇડેન કેમ ગાયબ..? અમેરિકા ગુસ્સામાં

સેટેલાઇટ પસાર થયા બાદ સળગાવે છે પરાલી

નાસાના એક્વા સેટેલાઇટ અને નાસા એનઓએએના સુઓમી એનપીપી સેટેલાઇટ ભારત અને પાકિસ્તાન ઉપર બપોરે 1.30 થી 2 વાગ્યાની આસપાસ પસાર થાય છે. નાસાના વૈજ્ઞાનિકોને આશંકા છે ત્યાર બાદ પરાલી સળગાવવાની ઘટનાઓ ઘટી રહી છે. એક કોરિયન સેટેલાઇટના તેનું પ્રમાણ પણ અપાયું છે. આ સેટેલાઇટ દર 10 મિનિટમાં તે જ વિસ્તારમાંથી પસાર થાય છે. કોરિયાના જિયોસ્ટેશનરી સેટેલાઇટ GEO-KOMPSAT-2A (GK2A) થી શોર્ટવેટ ઇંફ્રારેડ રેડિએશન ડેટા અને ઇમેજનરી દેખાય છે કે નાસા એનઓએએ સેટેલાઇટ ઓવરપાસ થયા બાદ ધુમાડો ચાલુ જ રહે છે.

આ પણ વાંચો : 50 Sexiest Asian Men ની યાદીમાં Vivian Dsena ટોપ પર

Tags :
air pollution in punjabAir Pollution Newsdelhi ncr pollutionfarm firesNasaખેડૂતનાસાના વૈજ્ઞાનિકપરાલી સળગાવવીભુંસુ સળગાવવું
Next Article