પુત્રીની તબિયત જાણવા પિતા પહોંચ્યા હાઇકોર્ટ, સરકારે કહ્યું- શહજાદીને ગયા મહિને દુબઈમાં ફાંસી આપવામાં આવી હતી
- ભારતીય મહિલા શહજાદી ખાનને ફાંસી આપવામાં આવી
- અંતિમ સંસ્કાર 5 માર્ચે કરવામાં આવશે
- 4 મહિનાના બાળકનું ગળું દબાવવાનો હતો આરોપ
Indian woman Shahzadi Khan : વિદેશ મંત્રાલયે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી છે કે UAEમાં મૃત્યુદંડની સજા ભોગવી રહેલી ભારતીય મહિલા શહજાદી ખાનને ફાંસી આપવામાં આવી છે અને તેના અંતિમ સંસ્કાર 5 માર્ચે કરવામાં આવશે.
પિતાએ કર્યો દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક
યુપીના બાંદા જિલ્લાના રહેવાસી શહજાદી ખાનના પિતાએ શનિવારે (1 માર્ચ, 2025) દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે વિદેશ મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ પાસેથી સૂચનાઓ માંગી હતી જેથી કરીને તેમની પુત્રીની વર્તમાન કાયદાકીય સ્થિતિ અને સુખાકારી વિશે સાચી માહિતી મેળવી શકાય.
શહજાદી ખાનને ફાંસી આપવામાં આવી
33 વર્ષીય શહજાદી ખાન, યુએઈના અબુ ધાબીમાં મૃત્યુદંડનો સામનો કરી રહી હતી. શહઝાદી ખાન હાલમાં અબુ ધાબીની અલ વાથબા જેલમાં કેદ હતી અને તેણીની સંભાળ હેઠળના બાળકના મૃત્યુના કેસમાં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના જવાબ બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું કે શહજાદી ખાનને ગયા મહિને 15 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : ડાકુ કુસુમા નાઈનના મોતથી આ ગામમાં દિવાળી, 41 વર્ષ પહેલા કર્યો હતો ભયંકર નરસંહાર
શહજાદી વિઝા લઈને અબુ ધાબી ગઈ હતી
શહજાદી ખાનને 4 મહિનાના બાળકનું ગળું દબાવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવી હતી. તે ડિસેમ્બર 2021 માં વિઝા લઈને અબુ ધાબી ગઈ હતી અને ઓગસ્ટ 2022 માં એક પરિવારમાં બાળકની સંભાળ રાખવા માટે નિમણૂક કરવામાં આવી હતી. બાળકને 7 ડિસેમ્બર, 2022 ના રોજ રસી આપવામાં આવી હતી, પરંતુ તે જ દિવસે બાળકનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ કરાવવાની ભલામણ હોવા છતાં, માતા-પિતાએ તેને નકારી કાઢી અને તપાસ અટકાવવા સંમતિ ફોર્મ પર સહી કરી દીધી.
બાળકની હત્યાની કબૂલાત
ફેબ્રુઆરી 2023 માં, શહજાદી ખાનનું એક વિડિયો રેકોર્ડિંગ સામે આવ્યું હતું, જેમાં તે બાળકની હત્યાની કબૂલાત કરતી જોવા મળી હતી. જોકે, શહજાદીના માતા-પિતાનું કહેવું છે કે, આ કબૂલાત ત્રાસ અને દબાણ આપી લેવામાં આવ્યું હતું. 10 ફેબ્રુઆરી, 2023 ના રોજ, શહજાદીને પોલીસને સોંપવામાં આવી હતી અને 31 જુલાઈ, 2023 ના રોજ, તેણીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. શહજાદીની મૃત્યુદંડની સજા સામે સપ્ટેમ્બર 2023માં અપીલ કરવામાં આવી હતી, જે ફગાવી દેવામાં આવી હતી અને 28 ફેબ્રુઆરી, 2024ના રોજ સજા યથાવત રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : BSP:“હું જીવિત છું ત્યાં સુધી BSPનો કોઈ ઉત્તરાધિકારી નહીં બને:Mayawati


