Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આશ્ચર્યજનક ઘટના: પ્રેગ્નેંટ મહિલાના ગર્ભમાં નહીં, લિવરમાં બાળક, વિશ્વમાં અત્યાર સુધી આવા માત્ર 8 જ કેસ

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાંથી આ ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે હાલ ડૉક્ટરોમાં પણ આશ્ચર્ય જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ડૉક્ટર્સ AI સામે પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
આશ્ચર્યજનક ઘટના  પ્રેગ્નેંટ મહિલાના ગર્ભમાં નહીં  લિવરમાં બાળક  વિશ્વમાં અત્યાર સુધી આવા માત્ર 8 જ કેસ
Advertisement
  • ઉતરપ્રદેશના બુલંદશહેરનો ચોંકવનારો કિસ્સો
  • 30 વર્ષીય મહિલાના લીવરમાં વિકસ્યુ ગર્ભ
  • લીવરની જમણી બાજુ 12 અઠવાડિયાથી વિકાસ પામ્યુ ગર્ભ
  • વિશ્વભરમાં આ પ્રકારના માત્ર 8 કેસ
  • ડૉક્ટરોએ AI સામે ઉઠાવ્યા અનેક સવાલ

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી એક દુર્લભ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી જગતને વિચારવા મજબૂર કરી દીધું છે. 30 વર્ષીય મહિલાને પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે તપાસ માટે MRI કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેના લીવરની જમણી બાજુએ 12 અઠવાડિયાનો ગર્ભ વિકાસ પામી રહ્યો હતો. આ ગર્ભ જીવંત હતો અને હૃદયના ધબકારા પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને વિશ્વભરમાં નોંધાયેલા થોડા (માત્ર 8) કેસોમાંની એક માનવામાં આવે છે. આ પછી, તબીબી જગતમાં એક નવી ચર્ચા શરૂ થઈ છે - શું AI (કૃત્રિમ બુદ્ધિ) સમયસર આવી અસામાન્ય પરિસ્થિતિઓને ઓળખી શકે છે?

Advertisement

વિશ્વભરમાં આ પ્રકારના માત્ર 8 કેસ

Advertisement

ડૉકટર્સે AIની ક્ષમતા અંગે ઉઠાવ્યા સવાલ

ડૉ. શિવાની ગુપ્તાએ આ કેસ અંગે LinkedIn પર એક પોસ્ટમાં AI ની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું એક મોડેલ, જેને ફક્ત સામાન્ય તબીબી ડેટા પર તાલીમ આપવામાં આવી છે, તે આવી દુર્લભ સ્થિતિને સમજી શકશે? તેમણે એ પણ ભાર મૂક્યો કે AI ની શક્તિ ડેટા સુધી મર્યાદિત છે, જ્યારે ડૉક્ટરનો ક્લિનિકલ અનુભવ, પેટર્ન ઓળખવાની ક્ષમતા અને જિજ્ઞાસા વધુ અસરકારક છે.

IMAના વડાએ પણ આપ્યુ છે નિવેદન

આ ચર્ચાને વધુ મજબૂત બનાવતા, IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) ના વડા ડૉ. આર.વી. અસોકન પહેલેથી જ કહી ચૂક્યા છે કે AI, ટેલિમેડિસિન અથવા રોબોટિક સર્જરી તકનીકો ડૉક્ટરોને મદદ કરી શકે છે, પરંતુ માનવ સ્પર્શ અને ડૉક્ટર-દર્દી સંબંધને ક્યારેય બદલી શકતી નથી.

Tags :
Advertisement

.

×