Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patna માં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન, Khan Sir ની ધરપકડ થતા સ્થિતિ વણસી

BPSC ની પ્રિલિમ પરીક્ષાના નિયમમાં ફેરફાર અંગે વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શન કરી રહેલા ચર્ચિત ટીચર ખાન સરને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે.
patna માં વિદ્યાર્થીઓનું ઉગ્ર પ્રદર્શન  khan sir ની ધરપકડ થતા સ્થિતિ વણસી
Advertisement
  • BPSC મામલે વિદ્યાર્થીઓ કરી રહેલા છે પ્રદર્શન
  • KHAN SIR પણ પ્રદર્શનમાં જોડાતા તેમની અટકાયત
  • વિદ્યાર્થીઓના ભારે હોબાળા બાદ પોલીસે ખાન સરને મુક્ત કર્યા

નવી દિલ્હી : BPSC ની પ્રિલિમ પરીક્ષાના નિયમમાં ફેરફાર અંગે વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શન કરી રહેલા ચર્ચિત ટીચર ખાન સરને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. 13 ડિસેમ્બરે આયોજીત BPSC ની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં ફેરફાર અંગે રાજધાની પટનામાં BPSC ની ઓફીસ બહાર સેંકડો વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારના દિવસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.

આ પણ વાંચો : પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈ મોટા સમાચાર, 2000 ખાલી પદ માટે 4 સપ્તાહમાં થશે ભરતી

Advertisement

બિહારમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પ્રદર્શન

બિહારમાં 70 મી BPSC ની પ્રિલિમ પરીક્ષાનાં નિયમમાં ફેરફાર અંગે વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શન કરી રહેલા ચર્ચિત ટીચર ખાન સરને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા છે. 13 ડિસેમ્બરે આયોજીત થનારી BPSC ની પ્રારંભિક પરીક્ષાનાં નિયમમાં ફેરફાર અંગે રાજધાની પટનામાં બીસીએસસી ઓફીસની બહાર સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે દિવસે પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો : "જય શ્રી રામ" બોલાવવાની ફરજ પાડી, બાળકોને થપ્પડ અને ચપ્પલથી માર્યા

Khan Sir ની ધરપકડ થતા વિદ્યાર્થીઓનો હોબાળો

આ પ્રદર્શન દરમિયાન જ્યારે અભ્યર્થીઓને ગર્દનીબાગ ધરણા સ્થળ પર મોકલી દેવાયુ હતું તો તેમને મળવા માટે ખાન સર પહોંચ્યા હતા અને તેમણે અભ્યર્થીઓનું સમર્થન કરતા બિહાર સરકારની ઝાટકણી કાઢી હતી. મોડી સાંજે વિદ્યાર્થીઓ સાથે પ્રદર્શન કર્યા બાદ પોલીસે ખાન સરને કસ્ટડીમાં લઇને પોલીસ સ્ટેશન લઇ આવ્યા. જો કે પોલીસ સ્ટેશનના ગેટ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્ર થઇ ગયા હતા. તેમને છોડવાની માંગ અંગે તે લોકો નારેબાજી કરવા લાગ્યા. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓ એકત્ર થયા બાદ પોલીસે તેમને છોડી દીધા હતા.

આ પણ વાંચો : બાળલગ્ન નિયંત્રણના દાવા પોકળ, રાજ્યમાં 12 થી 16 વર્ષની તરુણીઓ માતા બની

Tags :
Advertisement

.

×