ફરી ઝૂક્યો પડોશી દેશ! પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને મુક્ત કર્યો
- ભારતની કડક વલણથી ફરી ઝૂક્યું પાકિસ્તાન
- ભૂલથી પાકિસ્તાન ગયેલા BSF જવાનની મુક્તિ
- BSF જવાન પુર્નમ કુમાર ભારતમાં પરત ફર્યા
- ફિરોઝપુરમાં ભૂલથી પાક. તરફ ગયા હતા જવાન
- 23 એપ્રિલથી પાકિસ્તાનના કબજામાં હતો જવાન
- કડક શબ્દોમાં ચેતવણી આપતા પાકિસ્તાને મુક્ત કર્યા
- અટારી-વાઘા બોર્ડરથી પરત ફર્યો BSF જવાન
BSF jawan Purnam Kumar Sahu : પહેલગામ આતંકવાદી હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે ચાલી રહેલા તીવ્ર તણાવની વચ્ચે ભારતે એક મોટી રાજદ્વારી સફળતા (diplomatic success) હાંસલ કરી છે. ભારતના સતત દબાણના પરિણામે પાકિસ્તાને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ કુમાર સાહુને કસ્ટડીમાંથી મુક્ત કર્યા છે. આ ઘટના એવા સમયે બની જ્યારે બંને દેશો વચ્ચે સરહદી તણાવ ચરમસીમાએ છે. પૂર્ણમ કુમાર સાહુ (Purnam Kumar Sahu) ને 23 એપ્રિલ, 2025ના રોજ પાકિસ્તાની રેન્જર્સે આંતરરાષ્ટ્રીય સરહદ પરથી કસ્ટડીમાં લીધા હતા. ત્યારથી ભારત સરકાર અને BSF તેમની મુક્તિ માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. આખરે, આજે 14 મે, 2025ના રોજ, લગભગ 20 દિવસની કેદ બાદ પૂર્ણમ કુમાર સાહુ ભારત પરત ફર્યા.
શાંતિપૂર્ણ હસ્તાંતરણ પ્રક્રિયા
BSF જવાન પૂર્ણમ કુમાર સાહુનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન કરીને કરવામાં આવ્યું. BSFના પ્રવક્તાએ જણાવ્યું કે આજે, બુધવારે સવારે લગભગ 10:30 વાગ્યે, અમૃતસરની અટારી જોઈન્ટ ચેક પોસ્ટ ખાતે પાકિસ્તાની રેન્જર્સે સાહુને ભારતીય અધિકારીઓને સોંપ્યા. આ પ્રક્રિયા દરમિયાન બંને દેશોની સુરક્ષા એજન્સીઓએ સંયમ અને સહકારનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ ઘટના એવા સમય બની છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો જોવા મળી રહ્યા છે.
ભારતની કડક વલણથી ફરી ઝૂક્યું પાકિસ્તાન
ભૂલથી પાકિસ્તાન ગયેલા BSF જવાનની મુક્તિ
BSF જવાન પુર્નમ કુમાર ભારતમાં પરત ફર્યા
ફિરોઝપુરમાં ભૂલથી પાક. તરફ ગયો હતો જવાન
23 એપ્રિલથી પાકિસ્તાનના કબજામાં હતો જવાન
કડક શબ્દોમાં ચેતવણી આપતા પાકિસ્તાને મુક્ત કર્યા
અટારી-વાઘા બોર્ડરથી પરત ફર્યો… pic.twitter.com/Q8HGtBXQdL— Gujarat First (@GujaratFirst) May 14, 2025
પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લીધા હતા
પૂર્ણમ કુમાર સાહુ, જે BSFના કોન્સ્ટેબલ તરીકે પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં તૈનાત હતા, તેમણે 23 એપ્રિલ, 2025ના રોજ ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી દીધી હતી. આ સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકવાદી હુમલાને લઈને લશ્કરી તણાવ શિખરે હતો. આ ઘટનાના પરિણામે પાકિસ્તાની રેન્જર્સે તેમને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધા. ભારતે ત્યારથી રાજદ્વારી અને સૈન્ય સ્તરે સાહુની મુક્તિ માટે સતત પ્રયાસો કર્યા, જેનું પરિણામ આજે જોવા મળ્યું.
પાકિસ્તાની સૈનિકની ધરપકડ
આ ઘટનાના સંદર્ભમાં એક અન્ય મહત્વના સમાચાર એ છે કે ભારતીય સુરક્ષા દળોએ 3 મે, 2025ના રોજ રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં એક પાકિસ્તાની રેન્જર્સ સૈનિકની ધરપકડ કરી હતી. અહેવાલો અનુસાર, આ સૈનિક ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને BSFના જવાનોએ રોકીને કસ્ટડીમાં લીધો. આ ઘટનાએ બંને દેશો વચ્ચેના સરહદી તણાવને વધુ જટિલ બનાવ્યો હતો, પરંતુ પૂર્ણમ કુમાર સાહુની મુક્તિ એક સકારાત્મક પગલું છે.


