ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બિહારમાં SIRનો પહેલો ડ્રાફ્ટ જાહેર, ECIની વેબસાઇટ પર ચેક કરી શકાશે

બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીનું લિસ્ટ જાહેર  તમામ 38 જિલ્લાઓમાં તમામ માન્ય રાજકીય પક્ષોને મતદાર યાદીના સોફ્ટ કોપી સોંપાઇ ચૂંટણી પંચે તેની સત્તાવાર વેબસાઇટ અપલોડ કરી Bihar Voter list : બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) (System for Improved Reporting)પ્રક્રિયા બાદ...
03:47 PM Aug 01, 2025 IST | Hiren Dave
બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીનું લિસ્ટ જાહેર  તમામ 38 જિલ્લાઓમાં તમામ માન્ય રાજકીય પક્ષોને મતદાર યાદીના સોફ્ટ કોપી સોંપાઇ ચૂંટણી પંચે તેની સત્તાવાર વેબસાઇટ અપલોડ કરી Bihar Voter list : બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) (System for Improved Reporting)પ્રક્રિયા બાદ...
Voter list

Bihar Voter list : બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) (System for Improved Reporting)પ્રક્રિયા બાદ ચૂંટણી પંચે આજે સુધારેલી મતદાર યાદીનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. બિહારની ડ્રાફ્ટ મતદાર યાદીનું લિસ્ટ માન્ય રાજકીય પક્ષોને સોંપવામાં આવી છે. બિહારના જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ 38 જિલ્લાઓમાં તમામ માન્ય રાજકીય પક્ષોને સુધારેલી મતદાર યાદીના ડ્રાફ્ટની હાર્ડ એન્ડ સોફ્ટ કોપી સોંપવામાં આવી હતી. ચૂંટણી પંચે તેની સત્તાવાર વેબસાઇટ https://voters.eci.gov.in પર ડ્રાફ્ટ મતદાર યાદી પણ અપલોડ કરી . મતદારો જાતે પણ આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરી શકશે. જેમના નામ કમી થઈ ગયા હોય તેઓ ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વાંધો નોંધાવી શકશે.

મતદાર યાદી પર તેમના દાવા- વાંધા રજૂ કરવા માટે સમય આપવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સ્પષ્ટતા કરી છે કે, બિહારના તમામ મતદારો અને રાજકીય પક્ષોને 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી સુધારેલી મતદાર યાદી પર તેમના દાવા- વાંધા રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીઅને તમામ 243 વિધાનસભા મતવિસ્તારોના ચૂંટણી નોંધણી અધિકારીઓ 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રાજ્યના મતદારો અથવા કોઈપણ માન્ય રાજકીય પક્ષોને ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢી નાખવા અને મતદાર યાદીના લિસ્ટમાં સુધારા વધારા કરવા માટે સજેશન,- વાંધા, દાવા માટે આમંત્રિત કરશે.

બિહારમાં મતદાર યાદીમાંથી 65 લાખ નામો દૂર કરાશે

બિહારમાં 24 જૂનથી SIR પ્રક્રિયા શરૂ થયા બાદ 30 સપ્ટેમ્બરના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે. ચૂંટણી પંચે 27 જુલાઈના રોજ એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, બિહારમાં મતદાર યાદીમાં નોંધાયેલા 91.69% મતદારોએ તેમના મતગણતરી ફોર્મ સબમિટ કર્યા છે જેમના નામ 1 ઓગસ્ટના રોજ પ્રકાશિત થનારા ડ્રાફ્ટમાં સમાવવામાં આવશે. 24 જૂન 2025 સુધીમાં, 7.89 કરોડ મતદારોમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ ગણતરી ફોર્મ સબમિટ કર્યા હતા, જે SIR પ્રક્રિયામાં લોકોની મોટી ભાગીદારી દર્શાવે છે. અર્થાત 1 ઓગસ્ટની ડ્રાફ્ટ યાદીમાં 65 લાખ મતદારોના નામ કમી થયા છે.

આ પણ  વાંચો -Vice President : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર, ECએ જાહેર કર્યું શેડ્યુલ

 બિહાર મતદાતાઓ માટે ખાસ ઝુંબેશ ચલાવાશે

ચૂંટણી પંચે કહ્યું કે, મતદાર યાદીમાં નામ ન હોવાના કારણોમાં મતદારનું મૃત્યુ, કાયમી ટ્રાન્સફર અથવા તો એક કરતાં વધુ જગ્યાએ નોંધણી કરાવી હોય તેનો સમાવેશ થાય છે. ૧ જુલાઈ, ૨૦૨૫ના સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુની ઉંમર પૂર્ણ કરનારા યુવા મતદારોએ ચૂંટણી પંચના ફોર્મ ૬ માં તમામ માહિતી ભરીને અરજી દાખલ કરવાની રહેશે. ૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બિહારમાં આવા યુવા મતદારોની નોંધણી માટે એક ખાસ ઝુંબેશ ચલાવશે. બિહારના તમામ લાયક મતદાતાઓ તેમનો મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકે.

આ પણ  વાંચો -BSF JAWAN : બટાલિયનના મુખ્યાલયમાંથી BSF જવાન લાપતા, સર્ચ ઓપરેશન જારી

બિહારમાં ઈન્ડિયા બ્લોક SIRનો કરે છે વિરોધ

બિહાર SIR મુદ્દે વિપક્ષો દ્વારા થઈ રહેલા સતત વિરોધ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે 24 જૂનના આદેશમાં કહ્યું કે, આ પ્રક્રિયા બિહારથી શરૂ કરીને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ વિવાદાસ્પદ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવી છે. વિરોધ પક્ષોએ તેને પાછલા દરવાજાથી લાવવામાં આવેલ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) ગણાવ્યું છે. બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા (SIR) પર બંને ગૃહોમાં ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી, DMKના એ રાજા અને RJD ના મીસા ભારતી સહિત તમામ વિપક્ષી પક્ષોના સાંસદોએ SIR નો વિરોધ પ્લેકાર્ડ અને પોસ્ટર-બેનરો સાથે કર્યો.

Tags :
bihar electionsElection Commission of indiaMallikarjun khargerahul-gandhiSIR controversyVote rigging allegationsvoter list
Next Article