Flood Threat in Delhi : દેશની રાજધાનીમાં પૂરનું જોખમ, યમુના નદીએ ભયજનક સપાટી વટાવી
- Flood Threat in Delhi,
- યમુના નદીનું પાણીનું સ્તર ભયના નિશાનથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું
- હવે દિલ્હીમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે
- હરિયાણાના હાથિનીકુંડ બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે આ સ્થિતિ સર્જાઈ
Flood Threat in Delhi : હરિયાણાના હાથિનીકુંડ બેરેજ (Hathinikund Barrage) માંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને કારણે દિલ્હીમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. આજે મંગળવારે સવારે દિલ્હીમાં યમુના નદી (Yamuna Rever) નું પાણી ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું છે. કેન્દ્રીય જળ આયોગના ડેટા અનુસાર મંગળવારે સવારે 6 વાગ્યે દિલ્હીના જૂના રેલવે પુલ પર યમુનાનું પાણીનું સ્તર 205.68 મીટર નોંધાયું હતું. યમુનાનું આ જળસ્તર હજૂ પણ સતત વધી રહ્યું છે. અહીં ભયનું નિશાન 205.33 મીટર છે. સોમવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે.
Flood Threat in Delhi અને તંત્રની તૈયારીઓ
આજે મંગળવારે યમુનાનું પાણીનું સ્તર 205.33 મીટરના ભયજનક સપાટીથી લગભગ 1 મીટર ઉપર પહોંચી શકે છે. સરકારે પૂરના ભય અંગે ચેતવણી જારી કરી છે. યમુનાના નીચાણવાળા વિસ્તારોમાં દેખરેખ વધારી છે. પૂર નિયંત્રણ માટે રચાયેલી ટીમોને 24 કલાક એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. વિભાગીય કમિશનર નીરજ સેમવાલ (Neeraj Samwal) સોમવારે સોનિયા વિહાર ખાતે બોટ ક્લબમાં પહોંચ્યા હતા. તેમણે પૂરની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર સતત વરસાદને કારણે સોમવારે સવારે 9 વાગ્યે હથિનીકુંડ બેરેજમાંથી યમુનામાં 3.29 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી આગામી 24 થી 72 કલાકમાં દિલ્હી પહોંચશે. ત્યારબાદ યમુનાનું પાણીનું સ્તર વધશે. જેથી મંગળવાર બપોરથી રાત્રે 8 વાગ્યા સુધી આ સિઝનમાં યમુનાનું પાણીનું સ્તર મહત્તમ 206.50 મીટર સુધી પહોંચી શકે છે.
Flood Threat in Delhi Gujarat First-02-09-2025-
આ પણ વાંચોઃ Semicon India 2025: PM Modi આજે સેમિકોન ઇન્ડિયાનું ઉદ્ઘાટન કરશે, વિશ્વભરની ટેક કંપનીઓ ભાગ લેશે
VIDEO | After incessant heavy rains in Delhi-NCR, the Yamuna River has risen and crossed the danger mark.
Drone visuals from Loha Pul (Old Iron Bridge). As per officials, it will remain shut as water levels approach the evacuation mark of 206 meters.#DelhiFloods #YamunaRiver… pic.twitter.com/aa4rOiKjRU
— Press Trust of India (@PTI_News) September 2, 2025
દિલ્હીવાસીઓને પૂરના ભયથી ગભરાવાની જરૂર નથી - CM રેખા ગુપ્તા
યમુનામાં પૂરના સંભવિત ભયને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તા (CM Rekha Gupta) એ કહ્યું છે કે, દિલ્હીવાસીઓને પૂરના ભયથી ગભરાવાની જરૂર નથી. પૂરનો સામનો કરવા માટે તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દરેક પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, હાથિનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થાથી આ વખતે પાણીનું સ્તર 206 મીટર કે તેથી વધુ વધવાનો અંદાજ છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું કે, અમે સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
Flood Threat in Delhi Gujarat First-02-09-2025--
આ પણ વાંચોઃ Stock Market Opening : શેરબજારમાં બીજા દિવસે તેજી યથાવત, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો


