Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

sikkim floods : સિક્કિમમાં પૂરથી તબાહી,25 હજાર લોકો પ્રભાવિત,41નાં મોત

સિક્કિમમાં અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. 1200 જેટલા ઘરો ધોવાઈ ગયા છે. જ્યારે સેનાના 15 જવાનો સહિત 103 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના ત્રીજા દિવસે કાટમાળ અને કાદવ નીચે ફસાયેલા લોકોને...
sikkim floods   સિક્કિમમાં પૂરથી તબાહી 25 હજાર લોકો પ્રભાવિત 41નાં મોત
Advertisement

સિક્કિમમાં અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે. 1200 જેટલા ઘરો ધોવાઈ ગયા છે. જ્યારે સેનાના 15 જવાનો સહિત 103 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાના ત્રીજા દિવસે કાટમાળ અને કાદવ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમ કામ કરી રહી છે. આ કુદરતી આફતમાં લગભગ 25 હજાર લોકો પ્રભાવિત થયા છે.

તે જ સમયે, ઈન્ડિયન એક્સપ્રેસે તેના અહેવાલમાં મુખ્યમંત્રી પીએસ તમાંગને ટાંકીને કહ્યું છે કે સિક્કિમમાં અત્યાર સુધીમાં 19 મૃતદેહો મળી આવ્યા છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર બંગાળના નીચેના જિલ્લાઓમાં 22 મૃતદેહ મળી આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે હોસ્પિટલમાં 26 લોકો દાખલ છે અને લગભગ 1500 લોકો રાહત શિબિરોમાં છે.

Advertisement

Advertisement

સેનાના 15 જવાનોની શોધ ચાલુ છે

ભારતીય સૈન્યના જવાનો પણ સિક્કિમમાં પૂરનો ભોગ બન્યા છે. તિસ્તા બેરેજના નીચેના ભાગમાં લાપતા 15 સૈનિકોની શોધ ચાલુ છે. તાજેતરમાં તેના સાત સાથીઓના મૃતદેહ મળી આવ્યા હતા. સિંગતમ નજીક બર્દાંગમાં ઘટના સ્થળ પર સેનાના વાહનો અને દુકાનો ખોદી કાઢવામાં આવી રહી છે. સર્ચ ઓપરેશનમાં મદદ કરવા માટે ટ્રાઇકલર માઉન્ટેન રેસ્ક્યુ (ટીએમઆર), આર્મી સાથે જોડાયેલી સંસ્થા, સ્નિફર ડોગ્સ અને વિશેષ રડારની વધારાની ટીમોની મદદ લેવાઇ રહી છે.

શ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં તીસ્તામાં તરતા મોર્ટારને સ્પર્શવાથી બે લોકોના મોત થયા હતા અને છ ઘાયલ થયા હતા. આ પછી, પોલીસ, સેના અને પ્રશાસને નિવેદનો જારી કરીને લોકોને કોઈપણ વિસ્ફોટક અથવા આર્મી હાર્ડવેરની નજીક જવા અથવા સ્પર્શ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ આવી કોઈ સામગ્રી જોવા મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારે રાહત ફંડને મંજૂરી આપી છે

આ બધા સિવાય કેન્દ્ર સરકારે સિક્કિમને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસડીઆરએફ) માંથી 44.80 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવા માટે મંજૂરી આપી છે. આ ઉપરાંત રાજ્યમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટીમની પણ રચના કરવામાં આવી છે. એજન્સીઓ પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વે પણ કરી રહી છે અને રોડ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. સિંગતમ અને બર્દાંગ વચ્ચે રોડ કનેક્ટિવિટી પણ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.

આ  પણ  વાંચો -રાઘવ ચઢ્ઢાને કોર્ટમાંથી લાગ્યો ઝટકો, કહ્યું- સરકારી મકાન પર કબજો કરવાનો અધિકાર નથી

Tags :
Advertisement

.

×