GOAT India Tour નો આયોજક 14 દિવસના રિમાન્ડ પર, સ્ટેડિયમમાં બબાલ બાદ કરાઇ હતી ધરપકડ
- લિયોનેલ મેસ્સી હાલ ભારતની મુલાકાતે છે
- મેસ્સીના પ્રથમ કાર્યક્રમમાં ભારે હોબાળો મચી ગયો હતો
- બાદમાં આયોજકની પોલીસે ધરપકડ કરી હતી
GOAT India Tour Organizer Arrested : ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીના GOAT ઇન્ડિયા ટૂર 2025 ના પ્રમોટર અને આયોજક સતાદ્રુ દત્તાને રવિવારે બિધાનનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને કોર્ટમાંથી કોઈ રાહત મળી ન હતી. કોર્ટે દત્તાને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગતરોજ કોલકાતાના સ્ટેડિયમમાં મેસ્સીના કાર્યક્રમ દરમિયાન અરાજકતા અને ચાહકો દ્વારા વ્યાપક તોડફોડની સ્થિતિ સર્જાઇ હતી. જે બાદ આયોજકની ધરપકડ કરવામાં આવી હતી.
ક્લાયન્ટને નિશાન બનાવવામાં આવી રહ્યા છે
દત્તાની શનિવારે કોલકાતા એરપોર્ટથી બિધાનનગર પોલીસે ધરપકડ કરી હતી, તેઓ મેસ્સી અને તેના સાથીઓને હૈદરાબાદ જવા માટે મુકવા ગયા હતા. ત્યારે કોલકાતાના કાર્યક્રમમાં દરમિયાન ગેરવહીવટને લઇને પોલીસે દબોચી લીધા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, દત્તાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, તેમના ક્લાયન્ટને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અને ફસાવવામાં આવી રહ્યા છે.
સ્ટેડિયમમાં હોબાળો મચી ગયો હતો
દત્તાના વકીલે કહ્યું, "અમને આશા છે કે પોલીસ તપાસ આગામી 14 દિવસમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરશે." દત્તાને કોર્ટમાં લઈ જવામાં આવ્યા ત્યારે ભાજપના સમર્થકોએ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એ નોંધવું જોઈએ કે, મેસ્સીને જોવા માટે મોંઘી ટિકિટ ખરીદનારા લોકો લાંબા સમય સુધી તેમની એક ઝલક જોઈ શક્યા નહતા, ત્યારે સ્ટેડિયમમાં વ્યાપક હિંસા અને અરાજકતા ફાટી નીકળી હતી. ત્યારબાદ તેઓ ગુસ્સે થયા, અને સ્ટેડિયમમાં પ્રવેશ્યા, જેના કારણે હોબાળો મચી ગયો હતો.
વેચાણને કેવી રીતે મંજૂરી મળી...!
પોલીસે જણાવ્યું હતું કે, તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે, આયોજકોએ સ્ટેડિયમ પરિસરમાં બોટલબંધ પાણી અને પીણાંના વેચાણને કેવી રીતે મંજૂરી આપી, જે આવા કાર્યક્રમો દરમિયાન પ્રતિબંધિત છે.
આ પણ વાંચો -------- UP ના બાહુબલી નેતા રાજા ભૈયા વિરૂદ્ધ કોર્ટે નોટિસ ઇશ્યૂ કરી, જાણો શું છે મામલો


