Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bangladesh ના વિદેશ મંત્રી આગામી દિવસોમા ભારતની કરશે મુલાકાત

Bangladesh : બાંગ્લાદેશે (Bangladesh) ગયા વર્ષે ભારતને ચટ્ટોગ્રામ પોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ભારત ચટ્ટોગ્રામ પોર્ટ અને મોંગલા પોર્ટને તેના પૂર્વોત્તર રાજ્યો સાથે સંપૂર્ણપણે જોડવાની યોજના પર કામ કરી રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય...
bangladesh ના વિદેશ મંત્રી આગામી દિવસોમા ભારતની કરશે મુલાકાત
Advertisement

Bangladesh : બાંગ્લાદેશે (Bangladesh) ગયા વર્ષે ભારતને ચટ્ટોગ્રામ પોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ભારત ચટ્ટોગ્રામ પોર્ટ અને મોંગલા પોર્ટને તેના પૂર્વોત્તર રાજ્યો સાથે સંપૂર્ણપણે જોડવાની યોજના પર કામ કરી રહ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં 60 ટકાનો વધારો થયો હતો. બાંગ્લાદેશ ભારતીય ઉત્પાદનો માટે વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર બની ગયું છે.

Advertisement

બાંગ્લાદેશના વિદેશ મંત્રી ત્રણ દિવસ ભારતની મુલાકાત કરશે  

બાંગ્લાદેશના (Bangladesh )ચૂંટાયેલા શેખ હસીના સરકારે ફેબ્રુઆરી 2024માં વિદેશ મંત્રી ડૉ. હસન મહમૂદને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. ડૉ. મહેમૂદ 07 ફેબ્રુઆરીથી તેમની ત્રણ દિવસની મુલાકાતે નવી દિલ્હી આવશે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પીએમ હસીના વિદેશ મંત્રીને તેમની સરકારને સતત સમર્થન આપવા બદલ ભારતનો આભાર માનવાના ચોક્કસ હેતુ સાથે નવી દિલ્હી મોકલી રહી છે.

Advertisement

બાંગ્લાદેશના (Bangladesh) વિદેશ મહમૂદ બે દિવસ પહેલા યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા. ફેબ્રુઆરીમાં તેમની મુલાકાત દરમિયાન, તેઓ નવેમ્બર 2023માં વિદેશ મંત્રાલયના સ્તરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મંત્રણાને આગળ વધારશે. બાંગ્લાદેશના રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું છે કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સાથે મળીને ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સની (projects discussed)સમીક્ષા કરવાનો, દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટેના ભવિષ્યના પગલાંની ચર્ચા કરવાનો અને ઉર્જા ક્ષેત્રને લગતા પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવશે.

ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય વેપારમાં 60 ટકાનો વધારો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ગત નાણાકીય વર્ષમાં 60 ટકાના વધારા સાથે 14 અબજ ડોલરને પાર કરી ગયો હતો. બાંગ્લાદેશ ભારતીય ઉત્પાદનો માટે વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર બની ગયું છે. ભારતે 2010થી બાંગ્લાદેશને અબજ ડોલરની સસ્તી લોન આપી છે. ભારત બાંગ્લાદેશને મદદ આપનારો સૌથી મોટો દેશ બની ગયો છે. ચીને પણ બાંગ્લાદેશને મોટી મદદ આપવાની જાહેરાત કરી હતી, પરંતુ શ્રીલંકાની સ્થિતિ બાદ ત્યાંની સરકાર ચીન તરફથી આર્થિક મદદ અંગે ખૂબ જ સાવધાનીપૂર્વક નિર્ણય લઈ રહી છે.

આ  પણ વાંચો - Pran Pratishtha Schedule : અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×