Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Himachal Pradesh : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો, બદમાશોએ કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ , હાલત ગંભીર

હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં હોળીના દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર જીવલેણ હુમલો થયો છે. બદમાશોએ પૂર્વ ધારાસભ્ય પર 12 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી.
himachal pradesh   કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પર હુમલો  બદમાશોએ કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ   હાલત ગંભીર
Advertisement
  • કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર જીવલેણ હુમલો
  • બદમાશોએ પૂર્વ ધારાસભ્ય પર 12 રાઉન્ડ ગોળીઓ ચલાવી
  • પૂર્વ ધારાસભ્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Attack on former MLA : હિમાચલ પ્રદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં હોળીના દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર પર જીવલેણ હુમલો થયો છે. બદમાશોએ પૂર્વ ધારાસભ્ય પર 12 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધ કરી રહી છે.

પીટીઆઈએ પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ ધારાસભ્ય બંબર ઠાકુર બિલાસપુરમાં તેમના ઘરે હાજર હતા અને હોળી રમી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા હુમલાખોરો હથિયારો સાથે તેમના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો. પૂર્વ ધારાસભ્યને પગમાં ગોળી વાગી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હુમલા બાદ, બંબર ઠાકુરને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

Advertisement

આ પણ વાંચો :  Bihar : ઝાડ પર લટકતી હતી પુત્રની લાશ, જોઈને પરિજનો ચોંકી ગયા, પોલીસને કહ્યું- સાહેબ, આ હત્યા છે

Advertisement

Tags :
Advertisement

.

×