Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Maha Kumbh માં ADANI ની એન્ટ્રી: રોજ 1 લાખ શ્રદ્ધાળુઓને કરાવશે ભોજન, 1 કરોડ લોકોને વહેંચશે પુસ્તક

Maha Kumbh 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ 2025 માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ મહાપ્રસાદ સેવા આપવાના છે.
maha kumbh માં adani ની એન્ટ્રી  રોજ 1 લાખ શ્રદ્ધાળુઓને કરાવશે ભોજન  1 કરોડ લોકોને વહેંચશે પુસ્તક
Advertisement
  • મહાકુંભ 2025 માં ગૌતમ અદાણી પણ આપશે સેવા
  • ઇસ્કોન સાથે મળીને તેઓ સેવા આપવા માટે તૈયાર
  • ધાર્મિક પુસ્તકો પણ 1 કરોડ લોકોને વહેંચવામાં આવશે

Maha Kumbh 2025 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારા મહાકુંભ 2025 નો જોશ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. આ મહાઆયોજનમાં હવે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ મહાપ્રસાદ સેવા આપવાના છે. જે અંતર્ગત રોજિંદી રીતે 1 લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ ખવડાવવામાં આવશે.

પ્રયાગરાજમાં મહાકુંભ (Maha Kumbh 2025) ની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. 13 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહ્યો છે. જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે અને તેમાં આશરે 40 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ના નેતૃત્વવાળું ગ્રુપ અદાણી પણ આ મહાઆયોજનમાં પોતાની સેવાઓ આપવા માટે તૈયાર છે. જેના માટે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ISKCON) સાથે હાથ મિલાવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેના દ્વારા દરરોજ આશરે 1 લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદની સેવા આપવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો : CM Bhupendra Patel નો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય, હવે નહીં થાય પાણીની અછત!

Advertisement

2500 વોલેન્ટિયર્સ તૈયાર કરશે પ્રસાદ

ઘરની રસોઇથી માંડીને પોર્ટ સુધી સેવાઓ આપનારા Adani Group દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થવા જઇ રહેલા મહાકુંભ મેળા 2025 માં મહાપ્રસાદ સેવા આપવા માટેઇસ્કોન સાથે હાથ મિલાવ્યો છે. બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર આ સેવામાં દરરોજ અહીં પહોંચનારા આશરે 1 લાખ શ્રદ્ધાળુઓને પ્રસાદ ખવડાવવામાં આવશે. જેમાં 18 હજાર સફાઇ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ પ્રસાદ દરરોજ 2500 વોલેન્ટિયર દ્વારા હાઇટેક સુવિધાઓથી લેસ 2 રસોડામાં તૈયાર થશે.

પ્રસાદમાં શું અપાશે

અદાણી ગ્રુપ અને ઇસ્કોન ગ્રુપ દ્વારા મહાકુંભમાં અપાતી પ્રસાદ સેવાનું મેનું પણ સામે આવ્યું છે. આ મહાપ્રસાદમાં રોટલી, દાળ, ભાત, શાકભાજી અને મિઠાઇઓનો સમાવેશ થાય છે. શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ પાંદડામાંથી બનેલા ઇકોફ્રેન્ડલી પતરાળા પર પિરસવામાં આવશે. જેના માટે 40 એસેમ્બલી પોઇન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યાં શ્રદ્ધાળુઓને પ્રસાદ વહેંચવામાં આવશે. એટલું જ નહીં અદાણી ગ્રુપ દ્વારા આ મેળામાં પહોંચનારા દિવ્યાંગો, વૃદ્ધો અને બાળકો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેમના માટે ગોલ્ફકાર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : IT Raid : ઓર્બિટ ગ્રુપના ડિરેક્ટરોની ધરપકડ, મિલકતો પર કાર્યવાહી...

મફત આરતી સંગ્રહ પણ વહેંચાશે

મહાપ્રસાદ સેવા ઉપરાંત ગૌતમ અદાણી ગ્રુપ દ્વારા ગીતાપ્રેસ ગોરખપુર સાથે મળીને આરતી સંગ્રહની 1 કરોડ કોપી છપાવવામાં આવી છે. જેમાં ભગવાન શિવ, ગણેશ, વિષ્ણુ, દુર્ગા લક્ષ્મી સહિત તમામ દેવાઓની આરતી અને ભજનોનો સમાવેશ થાય છે. મહાકુંભ મેળાવામાં આ સંગ્રહ શ્રદ્ધાળુઓ વચ્ચે ફ્રીમાં વહેંચવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર મહાકુંભ 2025 માં આશરે 40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.

પુર્ણિમા સ્નાન સાથે શરૂ થશે મહાકુંભ

પ્રયાગરાજમાં મહાકુંભ 13 જાન્યુઆરીના રોજ પોષ પુર્ણિમા સ્થાન સાથે શરૂ થશે. આ ઉપરાંત ખાન સ્નાન 15 જાન્યુઆરી મકર સંક્રાતિ સ્નાન, 29 જાન્યુઆરી મૌની અમાવસ્યાનું શાહી સ્નાન, 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીનું સ્નાન અને 12 ફેબ્રુઆરીએ માઘી પુર્ણિમા સ્નાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીસ્નાન સાથે મહાકુંભનું સમાપન થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભ વિશ્વનું સૌથી મોટુ ધાર્મિક આયોજન છે. જેમાં દેશ વિદેશથી લાખો કરોડો શ્રદ્ધાળુઓ યમુના, સરસ્વતી અને ગંગા નદીના પવિત્ર સંગમમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ આવે છે. પ્રયાગરાજ ઉપરાંત કુંભનું આયોજન હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં થાય છે.

આ પણ વાંચો : નિજ્જર મર્ડર કેસમાં ચારેય આરોપીઓને મળ્યા જામીન, કેનેડિયન કોર્ટનો મોટો ચુકાદો

Tags :
Advertisement

.

×